Home Dessert & Drinks Stuffed mango kulfi banavani rit | સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવાની રીત

Stuffed mango kulfi banavani rit | સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવાની રીત

0
Image credit – Youtube/CookingShooking Hindi

ગરમી ની શરૂઆત થાય એટલે આંબા ની પણ શરૂઆત થઈ જતી હોય છે અને આવી ગરમી માં જો કંઈક ઠંડુ ઠંડું મળી જાય તો મજા જ પડી જતી હોય છે . તો એવુંજ કંઈક નવી જ રીત નું  અને સાથે સાથે જૂના બાળપણ ના દિવસો ને પણ યાદ અપાવી દે એવી સ્ટફ્ડ કુલ્ફી આજે આપણે ઘરે બનાવતા શીખીશું . તો ચાલો આંબા ની મદદ થી આજે ઘરે જ બઉ સરળ રીત થી Stuffed mango kulfi – સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવતા શીખીએ.

INGREDIENTS

  • કેરી 4-5 નંગ
  • દૂધ 500 ml
  • મિલ્ક પાઉડર 2 ચમચી
  • મલાઈ 1 મોટી ચમચી
  • ખાંડ 4 ચમચી
  • પિસ્તા ગાર્નિસ કરવા માટે

Stuffed mango kulfi banavani rit

સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ કોઈ 4-5 કેરી લેશું અને કેરી એવી લેશું જેમાં રેશા ઓછા હોય હવે આંબા ને સારી રીતે પાણી થી ધોઈ લેશું અને ત્યાર બાદ ઉપર થી આંબા નો ઉપર નો થોડો ભાગ કાપી લેશું અને સાઇડ માં મૂકી દેશું ઉપર ના ભાગ ને ફેકશું નઈ કારણકે પાછળ આપણે ઉપર ના ભાગ ને ઉપયોગ માં લેશું .

હવે ચાકુ ની મદદ થી ગોટલી ની આજુબાજુ ના ભાગ ને હલકા હાથે આપણે કટ મારીશું પણ ધ્યાન રાખવું કે બઉ ભાર દઈ ને આપણે ઈ ભાગ ને કટ નઈ કરીએ નહીંતર આંબો આખો ખરાબ થઈ જશે અને આપણે જે વચે સ્ટફિંગ ભરવાનું છે એ સ્ટફિંગ પણ આપણે નઈ ભરી શકીએ અને ત્યાર બાદ સાણસી ની મદદ થી ગોટલી ને  પકડી અને થોડી ફરવી લેશું તો આપણી ગોટલી આરામથી બહાર આવી જશે . આવીજ રીતે બધા આંબા માંથી બધી ગોટલી કાઢી લેશું .

ત્યાર બાદ આંબા ને તમે ઘરમાં રહેલા કોઈ પણ ગ્લાસ માં રાખી દેશું અને ત્યાર બાદ જે ગોટલી માં રહલો વધારાનો પ્લપ છે તે પ્લપ ને પણ ચાકુ ની મદદ થી કાઢી લેશું અને ઈ પ્લપ ને આપણે જે ગ્લાસ માં આંબો મૂક્યો છે તેની અંદર ઈ પ્લપ ને નાખી દેશું . હવે જે આંબા ની ઉપર નો ભાગ કટ કર્યો હતો તે ભાગ ને આપણે બધા આંબા પર ઢાંકી અને ફ્રીઝર માં મૂકી દેશું .

હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 500 ml જે દૂધ લીધું હતું તે દૂધ ને આપણે કડાઈ માં નાખી દેશું . અને દૂધ થોડું ગરમ થાય એટલે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2 ચમચી મિલ્ક પાઉડર નાખશું અને ઇજ મિક્ષ્ચર જાર માં આપણે જે દૂધ ગરમ કર્યું છે તે થોડું દૂધ આપણે મિલ્ક પાઉડર માં નાખી દેશું અને સારી રીતે પીસી લેશું આ પ્રોસેસ કરવાથી જે પાવડર માં લંબ્સ રહેલા હશે તે બધા લંબ્સ નીકળી જશે હવે મિક્ષ્ચર જાર ખોલી અને તેમાં એક મોટી ચમચી મલાઈ ની નાખી દેશું અને સારી રીતે ચમચી વડે મિક્સ કરી દેશું .

ત્યાર બાદ પીસેલા મિક્ષ્ચર ને આપણે કડાઈ વાળા દૂધ માં નાખી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું જો દૂધ વધારે ગરમ હશે તો આપણે જે મલાઈ નાખી છે તે મલાઈ નું ઘી બની જશે . હવે મલાઈ વાળું મિશ્રણ નાખી અને મિક્સ કરી લીધા બાદ ગેસ ને ફુલ કરી નાખશું અને ત્યાર સુધી ઉકાળશું જ્યાં સુધી આપણું દૂધ અડધું ના થઈ જાય હવે દૂધ અડધું થઇ ગયા બાદ તેમાં 4 મોટી ચમચી ખાંડ નાખી અને 2-3 મિનિટ સુધી આપણે ફરીથી તેને ઉકાળી લેશું .

હવે ગેસ બંધ કરી અને દૂધ ને ઠંડું થવા દેશું . આપણે દૂધ વાળા મિશ્રણ ને જલ્દી ઠંડું કરવાનું છે તો આપણે એક મોટો ત્રાસ લેશું તેમાં પાણી નાખી દેશું અને આપણી દૂધ વાડી કડાઈ ને આપણે ત્રાસ માં મૂકી દેશું જેથી આપણું દૂધ જલદી ઠંડુ થઇ જાય દૂધ આપનું ઠંડું થાય ત્યાર સુધી માં આપણે ફ્રીઝર માં આપણે જે આંબા ઠંડા થવા મુક્યા હતા તે આંબા કાઢી લેશું અને આંબા ની ઉપર ની ટોપી કાઢી લેશું અને હવે આપણું જે દૂધ હતું તે દૂધ ને આપણે ચમચી ની મદદ થી આંબા ની અંદર નાખતા જશું અને ફરીથી આંબા ના ઉપર ના કટ કરેલા ભાગ ને ઢાંકી દેશું . આવીજ રીતે બધા આંબા માં આપણે દૂધ ને સ્ટફ્ડ કરી દેશું .ખાસ ધ્યાન રાખવું કે જે દૂધ આપણે તેમાં નાખીશું તે દૂધ ને આપણે આંબા માં ઉપર સુધી નઈ ભરીએ .

ત્યાર બાદ આ બધા આંબા ને ફરીથી આપણે ફ્રીઝર માં 12 કલાક સુધી રેવા દેશું . હવે બીજા દિવસે ફ્રીઝર માંથી આંબા કાઢી અને આંબા ની ઉપર ની છાલ ને આપણે ચાકુ ની મદદ થી બધા આંબા ને છોલી લેશું . અને ત્યાર બાદ આંબા ને આપણે 1-1 ઇંચ ની સ્લાઈસ માં કટ કરી લેશું . અને સ્લાઈસ કરી લીધા બાદ તેના પર પિસ્તા વડે ગાર્નિસ કરી લેશું .

તો તૈયાર છે આપણી મસ્ત ઠંડી ઠંડી સ્ટફ્ડ આંબા ની ગુલ્ફી જેને આપણે ઠંડી ઠંડી જ પ્લેટ માં નાખી અને સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવાની રીત

Stuffed mango kulfi - સ્ટફ્ડ મેંગો કુલ્ફી

Stuffed mango kulfi banavani rit

ગરમી ની શરૂઆત થાય એટલે આંબા ની પણ શરૂઆત થઈ જતી હોય છેઅને આવી ગરમી માં જો કંઈક ઠંડુ ઠંડું મળી જાય તો મજા જ પડી જતી હોય છે . તો એવુંજ કંઈક નવી જ રીત નું અને સાથે સાથે જૂના બાળપણ ના દિવસો ને પણ યાદ અપાવી દે એવી સ્ટફ્ડકુલ્ફી આજે આપણે ઘરે બનાવતા શીખીશું . તો ચાલો આંબા ની મદદ થીઆજે ઘરે જ બઉ સરળ રીત થી Stuffed mango kulfi – સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવતા શીખીએ .
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 10 minutes
Resting time: 12 hours
Total Time: 12 hours 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ષ્ચર જાર
  • 1 ચમચી
  • 1 ત્રાસ

Ingredients

  • 4-5 નંગ કેરી
  • 500 ml દૂધ
  • 2 ચમચી મિલ્ક પાઉડર
  • 1 મોટી ચમચી મલાઈ
  • 4 ચમચી ખાંડ
  • પિસ્તા ગાર્નિસ કરવા માટે

Instructions

Stuffed mango kulfi banavani rit

  • સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ કોઈ 4-5 કેરી લેશું અને કેરી એવી લેશું જેમાં રેશા ઓછા હોય હવે આંબા ને સારી રીતે પાણી થી ધોઈ લેશું અને ત્યાર બાદ ઉપર થી આંબા નો ઉપર નો થોડો ભાગ કાપી લેશું અને સાઇડ માં મૂકી દેશું ઉપર ના ભાગ ને ફેકશું નઈ કારણકે પાછળ આપણે ઉપર ના ભાગ ને ઉપયોગ માં લેશું .
  • હવે ચાકુ ની મદદ થી ગોટલી ની આજુબાજુ ના ભાગ ને હલકા હાથે આપણે કટ મારીશું પણ ધ્યાન રાખવું કે બઉ ભાર દઈ ને આપણે ઈ ભાગ ને કટ નઈ કરીએ નહીંતર આંબો આખો ખરાબ થઈ જશે અને આપણે જે વચે સ્ટફિંગ ભરવાનું છે એ સ્ટફિંગ પણ આપણે નઈ ભરી શકીએ અને ત્યાર બાદ સાણસી ની મદદ થી ગોટલી ને પકડી અને થોડી ફરવી લેશું તો આપણી ગોટલી આરામથી બહાર આવી જશે . આવીજ રીતે બધા આંબા માંથી બધી ગોટલી કાઢી લેશું .
  • ત્યાર બાદ આંબા ને તમે ઘરમાં રહેલા કોઈ પણ ગ્લાસ માં રાખી દેશું અને ત્યાર બાદ જે ગોટલી માં રહલો વધારાનો પ્લપ છે તે પ્લપ ને પણ ચાકુ ની મદદ થી કાઢી લેશું અને ઈ પ્લપ ને આપણે જે ગ્લાસ માં આંબો મૂક્યો છે તેની અંદર ઈ પ્લપ ને નાખી દેશું . હવે જે આંબા ની ઉપર નો ભાગ કટ કર્યો હતો તે ભાગ ને આપણે બધા આંબા પર ઢાંકી અને ફ્રીઝર માં મૂકી દેશું .
  • હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 500 ml જે દૂધ લીધું હતું તે દૂધ ને આપણે કડાઈ માં નાખી દેશું . અને દૂધ થોડું ગરમ થાય એટલે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2 ચમચી મિલ્ક પાઉડર નાખશું અને ઇજ મિક્ષ્ચર જાર માં આપણે જે દૂધ ગરમ કર્યું છે તે થોડું દૂધ આપણે મિલ્ક પાઉડર માં નાખી દેશું અને સારી રીતે પીસી લેશું આ પ્રોસેસ કરવાથી જે પાવડર માં લંબ્સ રહેલા હશે તે બધા લંબ્સ નીકળી જશે હવે મિક્ષ્ચર જાર ખોલી અને તેમાં એક મોટી ચમચી મલાઈ ની નાખી દેશું અને સારી રીતે ચમચી વડે મિક્સ કરી દેશું .
  • ત્યાર બાદ પીસેલા મિક્ષ્ચર ને આપણે કડાઈ વાળા દૂધ માં નાખી દેશું . ઈયા ખાસ ધ્યાન રાખવું જો દૂધ વધારે ગરમ હશે તો આપણે જે મલાઈ નાખી છે તે મલાઈ નું ઘી બની જશે . હવે મલાઈ વાળું મિશ્રણ નાખી અને મિક્સ કરી લીધા બાદ ગેસ ને ફુલ કરી નાખશું અને ત્યાર સુધી ઉકાળશું જ્યાં સુધી આપણું દૂધ અડધું ના થઈ જાય હવે દૂધ અડધું થઇ ગયા બાદ તેમાં 4 મોટી ચમચી ખાંડ નાખી અને 2-3 મિનિટ સુધી આપણે ફરીથી તેને ઉકાળી લેશું .
  • હવે ગેસ બંધ કરી અને દૂધ ને ઠંડું થવા દેશું . આપણે દૂધ વાળા મિશ્રણ ને જલ્દી ઠંડું કરવાનું છે તો આપણે એક મોટો ત્રાસ લેશું તેમાં પાણી નાખી દેશું અને આપણી દૂધ વાડી કડાઈ ને આપણે ત્રાસ માં મૂકી દેશું જેથી આપણું દૂધ જલદી ઠંડુ થઇ જાય દૂધ આપનું ઠંડું થાય ત્યાર સુધી માં આપણે ફ્રીઝર માં આપણે જે આંબા ઠંડા થવા મુક્યા હતા તે આંબા કાઢી લેશું અને આંબા ની ઉપર ની ટોપી કાઢી લેશું અને હવે આપણું જે દૂધ હતું તે દૂધ ને આપણે ચમચી ની મદદ થી આંબા ની અંદર નાખતા જશું અને ફરીથી આંબા ના ઉપર ના કટ કરેલા ભાગ ને ઢાંકી દેશું . આવીજ રીતે બધા આંબા માં આપણે દૂધ ને સ્ટફ્ડ કરી દેશું .ખાસ ધ્યાન રાખવું કે જે દૂધ આપણે તેમાં નાખીશું તે દૂધ ને આપણે આંબા માં ઉપર સુધી નઈ ભરીએ .
  • ત્યાર બાદ આ બધા આંબા ને ફરીથી આપણે ફ્રીઝર માં 12 કલાક સુધી રેવા દેશું . હવે બીજા દિવસે ફ્રીઝર માંથી આંબા કાઢી અને આંબા ની ઉપર ની છાલ ને આપણે ચાકુ ની મદદ થી બધા આંબા ને છોલી લેશું . અને ત્યાર બાદ આંબા ને આપણે 1-1 ઇંચ ની સ્લાઈસ માં કટ કરી લેશું . અને સ્લાઈસ કરી લીધા બાદ તેના પર પિસ્તા વડે ગાર્નિસ કરી લેશું .
  • તો તૈયાર છે આપણી મસ્ત ઠંડી ઠંડી સ્ટફ્ડ આંબા ની ગુલ્ફી જેને આપણે ઠંડી ઠંડી જ પ્લેટ માં નાખી અને સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version