Home Lunch & Dinner Suran ni farali suki bhaji banavani recipe | સૂરણ ની ફરાળી સૂકી...

Suran ni farali suki bhaji banavani recipe | સૂરણ ની ફરાળી સૂકી ભાજી

0
Image credit – Youtube/Food se Fitness Gujarati

શ્રાવણ મહિનો આવે અને ફરાળી વાનગીઓ માં શું બનાવવું તે વિચારો પણ સાથે સાથે બધા ના ઘરમાં આવતાજ હોય છે કે રોજ ફરાળ માં નવું શું બનાવવું ?? તો આજે આપણે સૂકી ભાજી બનાવીશું પણ સુખી ભાજી બટેકા ની નઈ બનાવીયે તો ?? હા આજે આપણે સૂરણ ની સુકી ભાજી બનાવતા શીખીશું. ભાજી તો બનતી જ હોય છે પણ બટેકા ની ભાજી હોય છે પણ આજે આપણે Suran ni farali suki bhaji – સૂરણ ની ફરાળી સૂકી ભાજી બનાવતા શીખીશું.

INGREDIENTS

  • સુરણ 500 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • સિંધાલુ મીઠું સ્વાદ પ્રમાણે
  • ઘી 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા 2 નંગ
  • છીણેલું આદુ 1 ઇંચ
  • કાળા મરી નો પાવડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા

Suran ni farali suki bhaji banavani recipe

સૂરણ ની ફરાળી સૂકી ભાજી બનાવવા માટે સૌ પ્રથમ બજાર માંથી જે સૂરણ મળે છે તે 500 ગ્રામ સૂરણ લઈ તેને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ કાઢી લેશું. છાલ કાઢી લીધા બાદ પણ આપણે ફરીથી સૂરણ ને સારી રીતે પાણી માં એક વખત ધોઈ લેશું અને ત્યાર બાદ તેના મિડિયમ સાઇઝ ના કટકા કરી અને તેને પાણી માં નાખી દેશું જેથી સૂરણ કાળુ ના પડે.

હવે ગેસ પર 1 કુકર માં સૂરણ નાખી તેમાં 1.5 કપ પાણી / સૂરણ ડૂબે એટલું પાણી અને 1 ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી અને મિડયમ તાપે 3 સિટી કરી અને ગેસ બંધ કરી દેશું. અને કુકર ઠંડું થાય ત્યાર બાદ સૂરણ માંથી બધું પાણી નિતારી દેશું.

ત્યાર પછી ગેસ પર 1 કડાઈ / પેન માં 2 ચમચી ઘી નાખી ઘી ને ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું , 1 ચમચી સફેદ તલ , લીલા મરચાં જીણા સુધારેલા 2-3 નંગ , 1 ઇંચ છીણેલું આદુ નાખી બધા મસાલા સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં આપણે બાફેલું સૂરણ નાખી અને સ્વાદ મુજબ મીઠું , ¼ ચમચી મરી પાવડર , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ 1 ચમચી , ¼ કપ અધકચરા સિંગદાણા નો ભૂકો નાખી બધી વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. છેલે લીલા ધાણા નાખી અને ફરીથી મિક્સ કરી દેશું.

તો તૈયાર છે આપણી એકદમ મસ્ત ગરમા ગરમ સૂરણ ની સુકી ભાજી જેને તમે દહીં કે પછી ફરાળી રોટલી કે પરેઠા સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સૂરણ ની ફરાળી સૂકી ભાજી બનાવવાની રેસીપી

Suran ni farali suki bhaji - સૂરણ ની ફરાળી સૂકી ભાજી

Suran ni farali suki bhaji banavani recipe

શ્રાવણ મહિનો આવે અને ફરાળી વાનગીઓ માં શું બનાવવું તેવિચારો પણ સાથે સાથે બધા ના ઘરમાં આવતાજ હોય છે કે રોજ ફરાળ માં નવું શું બનાવવું ?? તો આજે આપણેસૂકી ભાજી બનાવીશું પણ સુખી ભાજી બટેકા ની નઈ બનાવીયે તો ?? હા આજે આપણેસૂરણ ની સુકી ભાજી બનાવતા શીખીશું. ભાજી તો બનતીજ હોય છે પણ બટેકા ની ભાજી હોય છે પણ આજે આપણે Suran ni farali suki bhaji – સૂરણ ની ફરાળી સૂકી ભાજી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / પેન
  • 1 પ્રેશર કુકર
  • 1 બાઉલ

Ingredients

  • 500 ગ્રામ સુરણ
  • પાણી જરૂર મુજબ
  • સિંધાલુ મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 2 નંગ લીલા મરચા
  • 1 ઇંચ છીણેલું આદુ
  • 1 ચમચી કાળા મરી નો પાવડર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • લીલા ધાણા

Instructions

Suran ni farali suki bhaji banavani recipe

  • સૂરણ ની ફરાળી સૂકી ભાજી બનાવવા માટે સૌ પ્રથમ બજાર માંથી જે સૂરણ મળે છે તે 500 ગ્રામ સૂરણ લઈ તેને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ કાઢી લેશું. છાલ કાઢી લીધા બાદ પણ આપણે ફરીથી સૂરણ ને સારી રીતે પાણી માં એક વખત ધોઈ લેશું અને ત્યાર બાદ તેના મિડિયમ સાઇઝ ના કટકા કરી અને તેને પાણી માં નાખી દેશું જેથી સૂરણ કાળુ ના પડે.
  • હવે ગેસ પર 1 કુકર માં સૂરણ નાખી તેમાં 1.5 કપ પાણી / સૂરણ ડૂબે એટલું પાણી અને 1 ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી અને મિડયમ તાપે 3 સિટી કરી અને ગેસ બંધ કરી દેશું. અને કુકર ઠંડું થાય ત્યાર બાદ સૂરણ માંથી બધું પાણી નિતારી દેશું.
  • ત્યાર પછી ગેસ પર 1 કડાઈ / પેન માં 2 ચમચી ઘી નાખી ઘી ને ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું , 1 ચમચી સફેદ તલ , લીલા મરચાં જીણા સુધારેલા 2-3 નંગ , 1 ઇંચ છીણેલું આદુ નાખી બધા મસાલા સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં આપણે બાફેલું સૂરણ નાખી અને સ્વાદ મુજબ મીઠું , ¼ ચમચી મરી પાવડર , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ 1 ચમચી , ¼ કપ અધકચરા સિંગદાણા નો ભૂકો નાખી બધી વસ્તુ ને એકદમ સારી રીતે મિક્સ કરી દેશું. છેલે લીલા ધાણા નાખી અને ફરીથી મિક્સ કરી દેશું.
  • તો તૈયાર છે આપણી એકદમ મસ્ત ગરમા ગરમ સૂરણ ની સુકી ભાજી જેને તમે દહીં કે પછી ફરાળી રોટલી કે પરેઠા સાથે પણ સર્વ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version