Home Dessert & Drinks Thandai Powder Recipe in Gujarati | ઠંડાઈ પાવડર | Homemade Thandai Masala

Thandai Powder Recipe in Gujarati | ઠંડાઈ પાવડર | Homemade Thandai Masala

0

હોળી (Holi) નો તહેવાર હોય કે ઉનાળાની આકરી ગરમી, શરીરને ઠંડક આપવા માટે Thandai (ઠંડાઈ) થી શ્રેષ્ઠ બીજું કોઈ પીણું નથી. જો તમારી પાસે ઘરમાં Thandai Powder તૈયાર પડેલો હોય, તો મહેમાનો આવે ત્યારે માત્ર 2 મિનિટમાં તમે આ શાહી ડ્રિંક બનાવી શકો છો. આ પાઉડર ખાસ હોળી પર બનાવવામાં આવે છે અને ઠંડી ઠંડી મજા લેવા મા આવે છે. હોળી પર શિયાળો પૂરો થતા અને ગરમી શરૂઆત થતા આ ડ્રાય ફ્રુટ અને મસાલા સાથે બનેલ પાઉડર શરીરમાં ગરમી નથી થવા દેતી અને ઠંડક આપે છે

આ પાવડરમાં બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સની તાકાત અને વરિયાળી, એલચી, ગુલાબની પાંખડીઓની ઠંડક હોય છે. ઘણીવાર લોકો ઘરે પાવડર પીસે છે તો તેમાંથી તેલ છૂટું પડીને ચીકણો લોચો થઈ જાય છે, પરંતુ આજે આપણે એક એવી ‘સીક્રેટ ટ્રીક’ (Pulse method) જોઈશું જેથી તમારો પાવડર એકદમ છુટ્ટો અને બજાર જેવો જ બનશે. ચાલો જોઈએ ઠંડાઈ પાવડર બનાવવાની રીત.

Thandai ingredients

  • 1/2 કપ: બદામ (Almonds)
  • 1/4 કપ: કાજુ (Cashews)
  • 1/4 કપ: પિસ્તા (Pistachios) – મીઠા વગરના
  • 2 ચમચી: મગજતરીના બી (Melon Seeds / ચાર મગજ)
  • 1.5 ચમચી: વરિયાળી (Fennel Seeds) – ઠંડક માટે
  • 1 ચમચી: ખસખસ (Poppy Seeds)
  • 1 ચમચી: લીલી એલચી (Green Cardamom) – ફોલ્યા વગર આખી
  • 1/2 ચમચી: કાળા મરી (Black Peppercorns) – ગળાની ખારાશ દૂર કરવા
  • 1/4 કપ: સૂકી દેશી ગુલાબની પાંખડીઓ (Dried Rose Petals) – અસલ ફ્લેવર માટે
  • 20-25 તાંતણા: કેસર (Saffron Strands)
  • 1/4 ચમચી: જાયફળ પાવડર (Nutmeg) – ઓપ્શનલ

ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી

  • ઠંડું ફૂલ ક્રીમ દૂધ 1 ગ્લાસ
  • પીસેલી સાકાર જરૂર મુજબ
  • ઠંડાઈ પાઉડર જરૂર મુજબ

Thandai Powder banavani rit

એક જાડા તળિયાવાળી પેન ધીમી આંચ પર ગરમ કરો. તેમાં બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બી, ખસખસ, વરિયાળી, એલચી અને કાળા મરી ઉમેરો. આ બધાને એકદમ ધીમી આંચ પર માત્ર 2 થી 3 મિનિટ માટે જ શેકવાના છે. (નોંધ: કલર બદલાવવાનો નથી, માત્ર તેનો ભેજ (Moisture) દૂર થાય અને ક્રિસ્પી થાય એટલું જ શેકવું જેથી પાવડર લાંબો સમય ટકે.)

શેકેલી સામગ્રીને તરત જ એક થાળીમાં કાઢી લો. હવે તેમાં કેસરના તાંતણા, ગુલાબની પાંખડીઓ અને જાયફળ પાવડર ઉમેરી દો (ગરમ સામગ્રી સાથે તે આપમેળે સહેજ શેકાઈ જશે). હવે આ આખા મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ (Room Temperature) થવા દો. ગરમ પીસશો તો તેલ છૂટું પડી જશે.

બધું બરાબર ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લો. હવે મિક્સરને સળંગ નથી ચલાવવાનું. મિક્સર ચાલુ કરો અને 2 સેકન્ડમાં બંધ કરો (આને Pulse Method કહેવાય છે). આવું 5 થી 6 વાર કરવાથી ડ્રાયફ્રૂટ્સ પોતાનું તેલ (Oil) નહીં છોડે અને તમારો પાવડર એકદમ છુટ્ટો અને ફાઈન બનશે.

જો તમને એકદમ સ્મૂધ પાવડર જોઈતો હોય તો તેને ચાળણીથી ગાળી લો. (જો મોઢામાં ક્રંચ આવતો ગમે તો ન ચાળો તો પણ ચાલે). તૈયાર થયેલા Thandai Powder ને એર-ટાઈટ કાચની બરણીમાં ભરી લો.

જ્યારે પણ ઠંડાઈ પીવી હોય, ત્યારે 1 ગ્લાસ ઠંડા ફૂલ ક્રીમ દૂધમાં 2 ચમચી ઠંડાઈ પાવડર અને સ્વાદ મુજબ પીસેલી સાકાર ઉમેરી બ્લેન્ડ કરી લો. ઉપરથી થોડું કેસર અને પિસ્તાથી સજાવીને સર્વ કરો!

ઠંડાઈ પાવડર બનાવવાની રીત

Homemade Holi Special Summer Drink Thandai Powder - ઠંડાઈ પાવડર બનાવવાની રીત

Thandai Powder Recipe in Gujarati | ઠંડાઈ પાવડર | Homemade Thandai Masala

હોળી (Holi) નો તહેવાર હોય કે ઉનાળાની આકરી ગરમી,શરીરને ઠંડક આપવા માટે Thandai(ઠંડાઈ) થી શ્રેષ્ઠ બીજું કોઈ પીણું નથી. જો તમારી પાસે ઘરમાં Thandai Powder તૈયાર પડેલો હોય, તોમહેમાનો આવે ત્યારે માત્ર 2 મિનિટમાં તમે આ શાહી ડ્રિંક બનાવી શકોછો. આ પાઉડર ખાસ હોળી પર બનાવવામાં આવે છે અને ઠંડી ઠંડી મજા લેવા મા આવે છે. હોળી પર શિયાળો પૂરો થતા અને ગરમી શરૂઆત થતા આ ડ્રાય ફ્રુટ અને મસાલા સાથે બનેલ પાઉડર શરીરમાં ગરમી નથી થવા દેતી અને ઠંડક આપે છે
આ પાવડરમાં બદામ, પિસ્તાજેવા ડ્રાયફ્રૂટ્સની તાકાત અને વરિયાળી, એલચી,ગુલાબની પાંખડીઓની ઠંડક હોય છે. ઘણીવાર લોકો ઘરે પાવડર પીસે છેતો તેમાંથી તેલ છૂટું પડીને ચીકણો લોચો થઈ જાય છે, પરંતુઆજે આપણે એક એવી 'સીક્રેટ ટ્રીક' (Pulse method) જોઈશું જેથી તમારો પાવડર એકદમ છુટ્ટો અને બજાર જેવો જ બનશે.ચાલો જોઈએ ઠંડાઈ પાવડર બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 1 કાચની બરણી (આશરે 250 ગ્રામ)

Equipment

  • 1 જાડા તળિયાવાળી પેન
  • 1 મિક્સર ગ્રાઇન્ડર

Ingredients

Thandai ingredients

  • 1/2 કપ બદામ Almonds
  • 1/4 કપ કાજુ Cashews
  • 1/4 કપ પિસ્તા Pistachios – મીઠા વગરના
  • 2 ચમચી મગજતરીના બી Melon Seeds / ચાર મગજ
  • 1.5 ચમચી વરિયાળી Fennel Seeds – ઠંડક માટે
  • 1 ચમચી ખસખસ Poppy Seeds
  • 1 ચમચી લીલી એલચી Green Cardamom – ફોલ્યા વગર આખી
  • 1/2 ચમચી કાળા મરી Black Peppercorns – ગળાની ખારાશ દૂર કરવા
  • 1/4 કપ સૂકી દેશી ગુલાબની પાંખડીઓ Dried Rose Petals – અસલ ફ્લેવર માટે
  • 20-25 તાંતણા કેસર Saffron Strands
  • 1/4 ચમચી જાયફળ પાવડર Nutmeg – ઓપ્શનલ

ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી

  • 1 ગ્લાસ ઠંડું ફૂલ ક્રીમ દૂધ
  • પીસેલી સાકાર જરૂર મુજબ
  • ઠંડાઈ પાઉડર જરૂર મુજબ

Instructions

Thandai Powder banavani rit

  • એક જાડા તળિયાવાળી પેન ધીમી આંચ પર ગરમ કરો. તેમાં બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બી, ખસખસ, વરિયાળી, એલચી અને કાળા મરી ઉમેરો. આ બધાને એકદમ ધીમી આંચ પર માત્ર 2 થી 3 મિનિટ માટે જ શેકવાના છે. (નોંધ: કલર બદલાવવાનો નથી, માત્ર તેનો ભેજ (Moisture) દૂર થાય અને ક્રિસ્પી થાય એટલું જ શેકવું જેથી પાવડર લાંબો સમય ટકે.)
  • શેકેલી સામગ્રીને તરત જ એક થાળીમાં કાઢી લો. હવે તેમાં કેસરના તાંતણા, ગુલાબની પાંખડીઓ અને જાયફળ પાવડર ઉમેરી દો (ગરમ સામગ્રી સાથે તે આપમેળે સહેજ શેકાઈ જશે). હવે આ આખા મિશ્રણને સંપૂર્ણપણે ઠંડુ (Room Temperature) થવા દો. ગરમ પીસશો તો તેલ છૂટું પડી જશે.
  • બધું બરાબર ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લો. હવે મિક્સરને સળંગ નથી ચલાવવાનું. મિક્સર ચાલુ કરો અને 2 સેકન્ડમાં બંધ કરો (આને Pulse Method કહેવાય છે). આવું 5 થી 6 વાર કરવાથી ડ્રાયફ્રૂટ્સ પોતાનું તેલ (Oil) નહીં છોડે અને તમારો પાવડર એકદમ છુટ્ટો અને ફાઈન બનશે.
  • જો તમને એકદમ સ્મૂધ પાવડર જોઈતો હોય તો તેને ચાળણીથી ગાળી લો. (જો મોઢામાં ક્રંચ આવતો ગમે તો ન ચાળો તો પણ ચાલે). તૈયાર થયેલા Thandai Powder ને એર-ટાઈટ કાચની બરણીમાં ભરી લો.
  • જ્યારે પણ ઠંડાઈ પીવી હોય, ત્યારે 1 ગ્લાસ ઠંડા ફૂલ ક્રીમ દૂધમાં 2 ચમચી ઠંડાઈ પાવડર અને સ્વાદ મુજબ પીસેલી સાકાર ઉમેરી બ્લેન્ડ કરી લો. ઉપરથી થોડું કેસર અને પિસ્તાથી સજાવીને સર્વ કરો!
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version