HomeNastaChokha no khato lot | ચોખા નો ખાટો લોટ બનાવવાની રીત

Chokha no khato lot | ચોખા નો ખાટો લોટ બનાવવાની રીત

જે લોકો ને ખીચું પસંદ હોય છે એમને આ ખાટો લોટ પણ ચોક્કસ પસંદ આવશે. આ ખાટો લોટ જેટલો સ્વાદીસ્ટ લાગે છે એટલો હેલ્થી પણ હોય છે  ખુબ ઓછી સામગ્રીથી અને ખુ ઝડપથી તૈયાર થઇ જાય છે અને પેટ પણ ખુબ સારી રીતે ભરાઈ જાય છે. જયારે ઘણા દિવસો સુંધી મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ ખાઈ કંટાળી ગયા હો તો આ Chokha no khato lot – ચોખા નો ખાટો લોટ બનાવી ખાઈ શકો છો એ મોઢાના સ્વાદ ને પણ સારો કરી દેશે.

INGREDIENTS

  • ચોખાનો લોટ ½  કપ
  • લસણ ની કણી 4-5
  • મીઠા લીમડાના પાંદ 5-7
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • લીલા મરચા સુધારેલ 2-3
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • છાસ  2 ¼  કપ
  • ખાંડ 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મેથીયો મસાલો જરૂર મુજબ
  • સિંગતેલ / ઘી જરૂર મુજબ

Chokha no khato lot banavani rit

ચોખા નો ખાટો લોટ બનાવવા સૌથી પહેલા મિક્ક્ષર જારમાં મીઠા લીમડાના પાંદ, લસણ ની કણી, આદુનો ટુકડો, લીલા મરચા સુધારેલ અને લીલા ધાણા સુધારેલા નાખી પીસી પેસ્ટ બનાવી લેશું પીસવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી પીસી લેશું. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું.

તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લેવા. ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ, હળદર અને પીસેલી પેસ્ટ નાખી પેસ્ટ ને બે ચાર મિનીટ શેકી લેવી. પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં છાસ નાખી મિક્સ કરી લ્યો અને છાસ ને હલાવતા રહી ઉકાળી લ્યો. છાસ ઉકાળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો .

ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી  એમાં ચોખાનો લોટ ચાળીને  થોડો થોડો  નાખતા જઈ મિક્સ કરી લ્યો ધ્યાન રહે કે લોટમાં ગાંઠા ના રહે આમ બધો લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકી બે ચાર મિનીટ ચડાવી લ્યો અને વચ્ચે એકાદ વખત ઢાંકણ ખોલી હલાવી ફરી ઢાંકી ને ચડાવી લ્યો.

ચાર પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ખાટા લોટ પર સિંગતેલ અથવા ઘી નાખી ઉપર મેથીયો મસાલો અને લીલા ધાણા સુધારેલા છાંટી મજા લ્યો તો તૈયાર છે ચોખાનો ખાટો લોટ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચોખા નો ખાટો લોટ બનાવવાની રીત

Chokha no khato lot - ચોખા નો ખાટો લોટ

Chokha no khato lot banavani rit

જેલોકો ને ખીચું પસંદ હોય છે એમને આ ખાટો લોટ પણ ચોક્કસ પસંદ આવશે. આ ખાટોલોટ જેટલો સ્વાદીસ્ટ લાગે છે એટલો હેલ્થી પણ હોય છે  ખુબ ઓછી સામગ્રીથી અને ખુ ઝડપથી તૈયાર થઇ જાયછે અને પેટ પણ ખુબ સારી રીતે ભરાઈ જાય છે. જયારે ઘણા દિવસો સુંધી મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ ખાઈ કંટાળી ગયા હો તો આ Chokha no khato lot – ચોખા નો ખાટો લોટ બનાવી ખાઈ શકો છો એ મોઢાના સ્વાદ ને પણ સારો કરી દેશે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્ક્ષર

Ingredients

  • ½ કપ ચોખાનો લોટ
  • 4-5 લસણ ની કણી
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 2-3 લીલા મરચા સુધારેલ
  • 2-3 ચમચી તેલ 2-3
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 2 ¼ કપ છાસ
  • 2 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મેથીયો મસાલો જરૂર મુજબ
  • સિંગતેલ / ઘી જરૂર મુજબ

Instructions

Chokha no khato lot banavani rit

  • ચોખા નો ખાટો લોટ બનાવવા સૌથી પહેલા મિક્ક્ષર જારમાં મીઠા લીમડાના પાંદ, લસણ ની કણી, આદુનો ટુકડો, લીલા મરચા સુધારેલ અને લીલા ધાણા સુધારેલા નાખી પીસી પેસ્ટ બનાવી લેશું પીસવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી પીસી લેશું. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકીશું.
  • તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવી લેવા. ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાંદ, હળદર અને પીસેલી પેસ્ટ નાખી પેસ્ટ ને બે ચાર મિનીટ શેકી લેવી. પેસ્ટ બરોબર શેકાઈ જાય એટલે એમાં છાસ નાખી મિક્સ કરી લ્યો અને છાસ ને હલાવતા રહી ઉકાળી લ્યો. છાસ ઉકાળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો .
  • ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં ચોખાનો લોટ ચાળીને થોડો થોડો નાખતા જઈ મિક્સ કરી લ્યો ધ્યાન રહે કે લોટમાં ગાંઠા ના રહે આમ બધો લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકી બે ચાર મિનીટ ચડાવી લ્યો અને વચ્ચે એકાદ વખત ઢાંકણ ખોલી હલાવી ફરી ઢાંકી ને ચડાવી લ્યો.
  • ચાર પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ખાટા લોટ પર સિંગતેલ અથવા ઘી નાખી ઉપર મેથીયો મસાલો અને લીલા ધાણા સુધારેલા છાંટી મજા લ્યો તો તૈયાર છે ચોખાનો ખાટો લોટ

Notes

  • જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
  • તમે આ ખાટો લોટ ચણાના લોટ, ઘઉંના કરકરા લોટ અને મકાઈના લોટ માંથી પણ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular