HomeNastaBread Paneer vada banavani recipe | બ્રેડ પનીર વડા બનાવવાની રેસીપી

Bread Paneer vada banavani recipe | બ્રેડ પનીર વડા બનાવવાની રેસીપી

આપણે બ્રેડ પકોડા , પનીર પકોડા, વડા વગેરે તો ઘણી વખત બનવતા હોઈએ છીએ પણ આજ આપણે બ્રેડ અને પનીર નો ઉપયોગ કરી ને ટેસ્ટી અને જલ્દી બની જતી વાનગી Bread Paneer vada – બ્રેડ પનીર વડા બનાવશું જે ખુબ જ સ્વાદીસ્ટ લાગશે.

INGREDIENTS

  • બાફેલા બટાકા 4-5
  • લીલા મરચા ઝીણા સુધારેલા 2
  • ચીલી ફ્લેક્ષ ½ ચમચી
  • ઓરેગાનો ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પનીર ની ગોળ સ્લાઈસ 2
  • ચીઝ સ્લાઈસ ગોળ કાપેલી 2
  • ટમેટો કેચઅપ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • બ્રેડ સ્લાઈસ 4
  • મરી પાઉડર જરૂર મુજબ
  • મેંદા નો લોટ ½ કપ
  • બ્રેડ ક્રમ જરૂર મુજબ  
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Bread Paneer vada banavani recipe

બ્રેડ પનીર વડા બનાવવા માટે સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો. બટાકા બફાય ત્યાં સુન્ધીલીલી ચટણી બનાવી તૈયાર કરી લેવી. બટાકા બફાઈ જાય એટલે છોલી સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લેવા ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ મિક્ક્ષ કરી એક બાજુ મુકો. એક વાટકામાં મેંદા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી મરી પાઉડર નાખી મિક્ક્ષ કરી   થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ સ્લરી બનાવી તૈયાર કરી એક બાજુ મુકો.

હવે પનીર ના મોટા કટકા માંથી ગોળ અને  મીડીયમ જાડી સ્લાઈસકાપી તૈયાર કરો અને સાથે ચીઝ સ્લાઈસ ની પણ ગોળ સ્લાઈસ કાપી તૈયાર કરી લ્યો. હવે બ્રેડ ની બે ગોળ સ્લાઈસ લઇ એક પર ટમેટો કેચઅપ લગાવો એના પર પનીર ની ગોળ સ્લાઈસ મુકો ત્યાર બાદ એના પર ચીઝ ની સ્લાઈસ મુકો અને ઉપર થોડો મરી પાઉડર છનતી દયો.

ત્યાર બાદ બીજી  બેડ ની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી એ સ્લાઈસ ને ચીઝ પર મુકો હવે તૈયાર કરેલ બટાકા નો મસાલો બ્રેડ ની બધી બાજુ બરોબર પાતળું પળ બનાવી દયો આમ બધા વડા બનવી તૈયાર કરી લ્યો. અને એક થાળી માં બ્રેડ ક્રમ કાઢી રાખો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે તૈયાર વડા ને મેંદા ના મિશ્રણ માં બોળી બ્રેડ ક્રમ માં ફેરવી ગરમ તેલ માં નાખો અને ગોલ્ડન બ્રોઉંન તારી લ્યો. આમ થોડા થોડા વડા તરી લ્યો . તૈયાર વડા ને કાપી ને ગરમ ગરમ ચાટી અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ પનીર વડા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

બ્રેડ પનીર વડા બનાવવાની રેસીપી

Bread Paneer vada - બ્રેડ પનીર વડા

Bread Paneer vada banavani recipe

આપણે બ્રેડ પકોડા , પનીર પકોડા, વડા વગેરે તો ઘણી વખત બનવતા હોઈએ છીએ પણ આજ આપણે બ્રેડ અને પનીર નો ઉપયોગ કરી ને ટેસ્ટી ને જલ્દી બની જતી વાનગી Bread Paneer vada – બ્રેડ પનીર વડા બનાવશુંજે ખુબ જ સ્વાદીસ્ટ લાગશે.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 29 minutes
Total Time: 49 minutes
Servings: 2 પીસ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 4-5 બાફેલા બટાકા
  • 2 લીલા મરચા ઝીણા સુધારેલા
  • ½ ચમચી ચીલી ફ્લેક્ષ
  • ½ ચમચી ઓરેગાનો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 પનીર ની ગોળ સ્લાઈસ
  • 2 ચીઝ સ્લાઈસ ગોળ કાપેલી
  • ટમેટો કેચઅપ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • 4 બ્રેડ સ્લાઈસ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • ½ કપ મેંદા નો લોટ
  • બ્રેડ ક્રમ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bread Paneer vada banavani recipe

  • બ્રેડ પનીર વડા બનાવવા માટે સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો. બટાકા બફાય ત્યાં સુન્ધીલીલી ચટણી બનાવી તૈયાર કરી લેવી. બટાકા બફાઈ જાય એટલે છોલી સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લેવા ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા, ચીલી ફ્લેક્ષ, ઓરેગાનો, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ મિક્ક્ષ કરી એક બાજુ મુકો. એક વાટકામાં મેંદા નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી મરી પાઉડર નાખી મિક્ક્ષ કરી થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ સ્લરી બનાવી તૈયાર કરી એક બાજુ મુકો.
  • હવે પનીર ના મોટા કટકા માંથી ગોળ અને મીડીયમ જાડી સ્લાઈસકાપી તૈયાર કરો અને સાથે ચીઝ સ્લાઈસ ની પણ ગોળ સ્લાઈસ કાપી તૈયાર કરી લ્યો. હવે બ્રેડ ની બે ગોળ સ્લાઈસ લઇ એક પર ટમેટો કેચઅપ લગાવો એના પર પનીર ની ગોળ સ્લાઈસ મુકો ત્યાર બાદ એના પર ચીઝ ની સ્લાઈસ મુકો અને ઉપર થોડો મરી પાઉડર છનતી દયો.
  • ત્યાર બાદ બીજી બેડ ની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી એ સ્લાઈસ ને ચીઝ પર મુકો હવે તૈયાર કરેલ બટાકા નો મસાલો બ્રેડ ની બધી બાજુ બરોબર પાતળું પળ બનાવી દયો આમ બધા વડા બનવી તૈયાર કરી લ્યો. અને એક થાળી માં બ્રેડ ક્રમ કાઢી રાખો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે તૈયાર વડા ને મેંદા ના મિશ્રણ માં બોળી બ્રેડ ક્રમ માં ફેરવી ગરમ તેલ માં નાખો અને ગોલ્ડન બ્રોઉંન તારી લ્યો. આમ થોડા થોડા વડા તરી લ્યો . તૈયાર વડા ને કાપી ને ગરમ ગરમ ચાટી અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રેડ પનીર વડા.

Notes

  • સોસ અને ચટણી ની જગ્યાએ તમે સેઝવાન સોસ પણ લગાવી શકો છો.
  • વડા નો આકાર પણ તારી પસંદ નો આપી શકો છો.
  • તમે પનીર ને મેરી નેટ કરી શેકી ને પણ મૂકી શકો છો
  • વડા ને ઓછા તેલ માં તવી પર અથવા ઓવેન કે એર ફાયર માં શેકી પણ શકો છો. એમાં સ્વાદમાં થોડો ફર્ક આવી શકે છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular