મિત્રો આ મિલ્ક તમે ચોમાસા દરમ્યાન પીવો છો તો ચોમાસા દરમ્યાન થતી અનેક સમસ્યા જેમ કે ઇન્ફેક્શન સામે રક્ષણ, મેડિસિનાલ પ્રોપર્ટી , એન્ટી ઓક્સિડન્ટ વધારવામાં મદદ કરે છે. અત્યાર સુંધી આપણે અલગ અલગ પ્રકારના મિલ્ક ફ્લેવર્સ બનાવ્યા ને પીધા હસે તો હવે ચોમાસામાં એક વખત આ રીતે બનાવી ને પીવો. તો ચાલો Haldi besan milk banavani rit શીખીએ
હલ્દી બેસન મિલ્ક બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 2 ચમચી
- દૂધ 1 ½ કપ
- હળદર ¼ ચમચી
- ઘી / નારિયળ તેલ 1-2 ચમચી
- મરી પાઉડર 1-2 ચપટી
Haldi besan milk banavani rit
હલ્દી બેસન મિલ્ક બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાં ઘી / નારિયળ તેલ નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ ગેસ બિલકુલ ધીમો કરી એમાં બેસન નાખી બરોબર હલાવી બેસન નો રંગ થોડો બદલે ત્યાં સુંધી શેકી લ્યો. બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ત્યાર બાદ એમાં હળદર નાખી એને પણ બેસન સાથે અડધી મિનિટ શેકી લ્યો.
એમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ગાંઠા ના રહે એમાં બરોબર મિક્સ કરી લ્યો અને આમ બધું દૂધ થોડું થોડું નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. બધું દૂધ નાખી દીધા બાદ એમાં મરી પાઉડર નાખી દૂધ ને ઉકળવા દયો.
દૂધ ઉકાળી ને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ દૂધ ની મજા લ્યો તો તૈયાર છે હલ્દી બેસન મિલ્ક.
Haldi besan milk notes
- અહી જો તમે વિર્ગીન હો તો ઘી ને મિલ્ક ની જગ્યાએ તેલ કે બીજા કોઈ વિર્ગિંન મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
હલ્દી બેસન મિલ્ક બનાવવાની રીત
Haldi besan milk banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
હલ્દી બેસન મિલ્ક બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી બેસન 2
- 1½ કપ દૂધ
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી ઘી / નારિયળ તેલ
- 1-2 ચપટી મરી પાઉડર
Instructions
Haldi besan milk banavani rit
- હલ્દી બેસન મિલ્ક બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈમાંઘી / નારિયળ તેલ નાખી ગરમ કરવા મૂકોત્યાર બાદ ગેસ બિલકુલ ધીમો કરી એમાં બેસન નાખી બરોબર હલાવી બેસન નો રંગ થોડો બદલે ત્યાંસુંધી શેકી લ્યો. બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ત્યારબાદ એમાં હળદર નાખી એને પણ બેસન સાથે અડધી મિનિટ શેકી લ્યો.
- એમાં થોડું થોડું દૂધ નાખતા જઈ ગાંઠા ના રહે એમાં બરોબરમિક્સ કરી લ્યો અને આમ બધું દૂધ થોડું થોડું નાખતા જાઓ અને મિક્સ કરતા જાઓ. બધું દૂધ નાખી દીધા બાદ એમાં મરી પાઉડર નાખીદૂધ ને ઉકળવા દયો.
- દૂધ ઉકાળી ને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ દૂધની મજા લ્યો તો તૈયાર છે હલ્દી બેસન મિલ્ક.
Haldi besan milk notes
- અહી જો તમે વિર્ગીન હો તો ઘી ને મિલ્ક ની જગ્યાએ તેલ કેબીજા કોઈ વિર્ગિંન મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો ચિયા સીડ પુડિંગ બનાવવાની રીત | Mango Chia Seeds pudding
સોજી નો હલવો | soji no halvo | suji no halvo banavani rit