શિયાળા ની શરૂઆત થતાં જ બજાર માં હેલ્થી આમળા આવવા લાગ્યા છે તો અત્યાર સુંધી આમળા સૂકવી ને કે મોરબો બનાવી ને તો આમળા નો ઉપયોગ કરેલ છે પણ આ વખતે આમળા માંથી ખાટું, મીઠું અને તીખું આખું વર્ષ રાખી શકાય એવું આમળા નું અથાણું બનાવવાની રીત – Aamla nu athanu શીખીશું.
Ingredients List
- આમળા 600 ગ્રામ
- મેથી દાણા 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ખાંડ 1 ચમચી
- રાઈ ના કુરિયા 2 ચમચી
- જીરું 1 ચમચી
- વરિયાળી 1 ચમચી
- અજમો ½ ચમચી
- કલોંજી ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર 2 ચમચી
- તેલ / રાઈ નું તેલ 1 કપ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 8-10
- મીઠું 2 -3 ચમચી
Aamla nu athanu banavani rit
આમળા નું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક ગેસ પ્ર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ધોઈબને સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી પંદર વીસ મિનિટ બાફી લ્યો. આમળા બરોબર બાફી લીધા બાદ ગરમ પાણી માંથી કાઢી લ્યો અને થોડા ઠંડા થાય એટલે એમાંથી ચિર બધી અલગ અલગ કરી ઠરિયા અલગ કરી લ્યો.
હવે આમળા ની ચીર ને કપડા પર નાખી પંખા નીચે થોડા સુકાવા મૂકો. આમળા સુકાય ત્યાં સુધી ગેસ પર એક કડાઈમાં મેથી દાણા, જીરું, વરિયાળી, અજમો નાખી ધીમા તાપે શેકી લ્યો,
ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. અને ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો. હવે એજ કડાઈ માં રાઈ ના કુરિયા અને કલોંજી નાખી ધીમા તાપે શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ કડાઈમાં તેલ નાખી તેલ ને પણ ફૂલ ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. તેલ થોડું ઠંડું થાય એટલે એમાં હિંગ , મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો,
હવે એમાં સૂકવેલા આમળા, પીસી રાખેલ મસાલા, શેકી રાખેલ રાઈ ના કુરિય, કલોંજી અને ખાંડ નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
છેલ્લે એમાં લીલા મરચા સુધારેલ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ છેલ્લે તૈયાર અથાણાં ને સાફ અને કોરી બરણી માં ભરી લ્યો અને તૈયાર છે આમળા નું અથાણું.
Aamla nu athanu recipe notes
- અહી તમે લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર અથવા વિનેગર નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
આમળા નું અથાણું બનાવવાની રીત

Aamla nu athanu banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients List
- 600 ગ્રામ આમળા
- 1 ચમચી મેથી દાણા
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી રાઈ ના કુરિયા
- 1 ચમચી જીરું
- 1 ચમચી વરિયાળી
- ½ ચમચી અજમો
- ½ ચમચી કલોંજી
- 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી હળદર
- 1 કપ તેલ / રાઈ નું તેલ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 2 ચમચી લીંબુનો રસ
- 8-10 લીલા મરચા સુધારેલા
- 2-3 ચમચી મીઠું
Instructions
Aamla nu athanu banavani rit
- આમળા નું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક ગેસ પ્ર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ધોઈબને સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી પંદર વીસ મિનિટ બાફી લ્યો. આમળા બરોબર બાફી લીધા બાદ ગરમ પાણી માંથી કાઢી લ્યો અને થોડા ઠંડા થાય એટલે એમાંથી ચિર બધી અલગ અલગ કરી ઠરિયા અલગ કરી લ્યો.
- હવે આમળા ની ચીર ને કપડા પર નાખી પંખા નીચે થોડા સુકાવા મૂકો. આમળા સુકાય ત્યાં સુધી ગેસ પર એક કડાઈમાં મેથી દાણા, જીરું, વરિયાળી, અજમો નાખી ધીમા તાપે શેકી લ્યો,
- ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. અને ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો. હવે એજ કડાઈ માં રાઈ ના કુરિયા અને કલોંજી નાખી ધીમા તાપે શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
- ત્યાર બાદ કડાઈમાં તેલ નાખી તેલ ને પણ ફૂલ ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો. તેલ થોડું ઠંડું થાય એટલે એમાં હિંગ , મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો,
- હવે એમાં સૂકવેલા આમળા, પીસી રાખેલ મસાલા, શેકી રાખેલ રાઈ ના કુરિય, કલોંજી અને ખાંડ નાખો અને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- છેલ્લે એમાં લીલા મરચા સુધારેલ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ છેલ્લે તૈયાર અથાણાં ને સાફ અને કોરી બરણી માં ભરી લ્યો અને તૈયાર છે આમળા નું અથાણું.
Aamla nu athanu recipe notes
- અહી તમે લીંબુના રસ ની જગ્યાએ આમચૂર પાઉડર અથવા વિનેગર નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બૂંદી કઢી બનાવવાની રેસીપી | Bundi kadhi banavani recipe
ભરેલા મરચા બનાવવાની રીત | bharela marcha nu shaak in gujarati
મૂળા ગાજર અને લીલા મરચા નું અથાણું | mula gajar ane lila marcha nu athanu
બટાકાનું રસાવાળું ફરાળી શાક | batata nu rasavalu farali shaak
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe
