જય શ્રી કૃષ્ણ આજ આપણે Tal singdana na ladoo – તલ સીંગદાણા ના લાડુ બનાવવાની રીત શીખીશું. આ લાડુ એકદમ સોફ્ટ અને મોઢા માં મૂકતા જ ઓગળી જસે અને એક વખત ટેસ્ટ કર્યા પછી વારંવાર બનાવી ને ખાસો ને ઘણા પ્રોટીન અને વિટામિન થી ભરપુર છે.
Ingredients list
- સીંગદાણા 2 કપ
- સફેદ તલ 2 કપ
- છીણેલો ગોળ 400 ગ્રામ / 4 કપ
Tal singdana na ladoo banavani rit
તલ સીંગદાણા ના લાડુ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈ માં સીંગદાણા નાખી ને મિડીયમ તાપે હલાવતા રહો. સીંગદાણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લીધા બાદ હાથ થી મસળી ને ફોતરા અલગ કરી લ્યો.
એજ ગરમ કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે તતડે ત્યાં સુંધી હલાવતા રહી શેકો. તલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો. હવે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા અને સફેદ તલ નાખી ને પ્લસ મોડ માં ફેરવી ને દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ નાખી ને ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય અને ગોળ નો કલર અલગ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ સાવ ધીમો કરી ચેક કરી કરો જો તૂટી જાય તો ગેસ બંધ કરી એમાં પીસેલા સીંગદાણા તલ નો ભૂકો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
મિશ્રણ ઠંડુ થાય એટલે મિશ્રણ ને થોડું થોડું મિક્સર જાર માં નાખી પીસી લઈ એક વાસણમાં કાઢતા જાઓ. આમ બધું મિશ્રણ પીસી લ્યો. હવે એમાં શેકી રાખેલ તલ , પીસ્તા ની કતરણ નાખી થોડું નવશેકું ગરમ કરી લીધા બાદ લાડવા બનાવી લ્યો આમ બધા લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે તલ, સીંગદાણા ના લાડુ.
Ladoo recipe notes
- ગોળ ના પાક માં ખાસ ધ્યાન રાખવું જો કાચો હસે તો દાંત માં ચોંટશે અને જો પાક વધુ ચડી જસે તો ખાવા માં કડક બની જસે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Tal singdana na ladoo banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 2 કપ સીંગદાણા 2
- 2 કપ સફેદ તલ 2 કપ
- 4 કપ છીણેલો ગોળ / 400 ગ્રામ
Instructions
Tal singdana na ladoo banavani rit
- તલ સીંગદાણા ના લાડુ બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈ માં સીંગદાણા નાખી ને મિડીયમ તાપે હલાવતા રહો. સીંગદાણા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લીધા બાદ હાથ થી મસળી ને ફોતરા અલગ કરી લ્યો.
- એજ ગરમ કડાઈમાં સફેદ તલ નાખી ધીમા તાપે તતડે ત્યાં સુંધી હલાવતા રહી શેકો. તલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો. હવે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા અને સફેદ તલ નાખી ને પ્લસ મોડ માં ફેરવી ને દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
- ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ નાખી ને ગોળ ને ઓગળી લ્યો. ગોળ ઓગળી જાય અને ગોળ નો કલર અલગ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ સાવ ધીમો કરી ચેક કરી કરો જો તૂટી જાય તો ગેસ બંધ કરી એમાં પીસેલા સીંગદાણા તલ નો ભૂકો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- મિશ્રણ ઠંડુ થાય એટલે મિશ્રણ ને થોડું થોડું મિક્સર જાર માં નાખી પીસી લઈ એક વાસણમાં કાઢતા જાઓ. આમ બધું મિશ્રણ પીસી લ્યો. હવે એમાં શેકી રાખેલ તલ , પીસ્તા ની કતરણ નાખી થોડું નવશેકું ગરમ કરી લીધા બાદ લાડવા બનાવી લ્યો આમ બધા લાડુ બનાવી લ્યો અને ડબ્બા માં ભરી મજા લ્યો. તો તૈયાર છે તલ, સીંગદાણા ના લાડુ.
Ladoo recipe notes
- ગોળ ના પાક માં ખાસ ધ્યાન રાખવું જો કાચો હસે તો દાંત માં ચોંટશે અને જો પાક વધુ ચડી જસે તો ખાવા માં કડક બની જસે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Safed tal no kalakand banavani rit | સફેદ તલ નો કલાકંદ બનાવવાની રીત
amla no juice banavani rit | આમળા નો જ્યુસ
Kaju milk mathi golden milk | કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક
