HomeLunch & DinnerDudhi besan nu shaak banavani rit | દૂધી બેસન નું શાક બનાવવાની...

Dudhi besan nu shaak banavani rit | દૂધી બેસન નું શાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આપણે ઉનાળા માં શાક ખૂબ ઓછા મળતા હોય છે એટલે રોજ ક્યાં નવા શાક બનાવવા એ પ્રશ્ન રોજ તો ઉનાળા માં ખાઇ શકાય એવી દૂધી જે સ્વાથ્ય માટે તો સારી છે તો ચાલો Dudhi besan nu shaak – દૂધી બેસન નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • દૂધી 500 ગ્રામ
  • તેલ 4- 5 ચમચી
  • જીરું 1 ચમચી
  • મેથીના દાણા ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 10
  • બેસન ½ કપ
  • શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 3-4 ચમચી

Dudhi besan nu shaak banavani rit

દૂધી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઈ સાફ કરી છોલી સાફ કરી લ્યો અને નાના નાના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને મેથી દાણા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો.

હવે એમાં હળદર નાખી મિક્સ કરો ત્યાર બાદ સુધરેલી દૂધી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દૂધી બરોબર ચળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. અને વચ્ચે વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. દૂધી બરોબર ચળી જાય એટલે એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને ઉપર એક બે ચમચી પાણી છાંટી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

બેસન બરોબર ચળી જાય ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો નાખો અને મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ખીચડી કે રોટલી, પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધી બેસન નું શાક.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

દૂધી બેસન નું શાક બનાવવાની રીત

Dudhi besan nu shaak - દૂધી બેસન નું શાક

Dudhi besan nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ આપણે ઉનાળા માં શાક ખૂબ ઓછા મળતા હોય છેએટલે રોજ ક્યાં નવા શાક બનાવવા એ પ્રશ્ન રોજ તો ઉનાળા માં ખાઇ શકાય એવી દૂધી જે સ્વાથ્યમાટે તો સારી છે તો ચાલો Dudhi besan nu shaak – દૂધી બેસન નું શાક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 500 ગ્રામ દૂધી
  • 4- 5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મેથીના દાણા
  • ½ ચમચી હળદર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • 8- 10 મીઠા લીમડા ના પાંદ
  • ½ કપ બેસન
  • ¼ કપ શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી પાણી

Instructions

Dudhi besan nu shaak banavani rit

  • દૂધી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઈ સાફ કરી છોલી સાફ કરી લ્યો અને નાના નાના કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને મેથી દાણા નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • હવે એમાં હળદર નાખી મિક્સ કરો ત્યાર બાદ સુધરેલી દૂધી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને દૂધી બરોબર ચળી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. અને વચ્ચે વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. દૂધી બરોબર ચળી જાય એટલે એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને ઉપર એક બે ચમચી પાણી છાંટી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • બેસન બરોબર ચળી જાય ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો નાખો અને મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ખીચડી કે રોટલી, પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દૂધી બેસન નું શાક.

Notes

  1. અહીં તીખાશ માટે તમે લીલા મરચા વધારે પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular