આ ખજૂર અંજીર મોદક ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને આ મોદક બનાવવા ગેસ ચાલુ કરવાની જરૂર પણ નથી પડતી અને ખાવામાં ટેસ્ટી ને સાથે હેલ્થી પણ બને છે તો ચાલો આ વખતે બાપા નું સ્વાગત આ લાડુ બનાવી ને કરીએ તો ચાલો Khajur anjir modak banavani rit શીખીએ.
ખજૂર અંજીર મોદક માટે ની સામગ્રી
- નરમ ખજૂર 20 -25
- અંજીર 5-7
- કાજુ 15-20 / 50 ગ્રામ
- બદામ 15-20 / 50 ગ્રામ
- પિસ્તા 1 -2 ચમચી
Khajur anjir modak banavani rit
ખજૂર અંજીર મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બદામ નાખી બે મિનિટ ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો. બદામ અડધી શેકાઈ જાય એટલે એમાં કાજુ નાખો અને કાજુ અને બદામ બને ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બને ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો.
હવે ડ્રાય ફ્રુટ થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દરદરા પીસી લ્યો અને કથરોટ માં કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં ખજૂર ના બીજ અને ટોપી કાઢી ચાકુથી કટકા કરી નાખો સાથે અંજીર ના પણ ચાકુથી કટકા કરી નાખો અને બને ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
હવે પીસેલા ખજૂર અંજીર ને ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માં નાખી અને સાથે થોડા પિસ્તાના કટકા પણ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ મોદક મોલ્ડ માં ઘી લગાવી તૈયાર મિશ્રણ એમાં મૂકી દબાવી મોદક નો આકાર આપી દયો અથવા હાથેથી ફાવે તો હાથે બનાવી લ્યો.
આમ એક એક કરીને બધા મિશ્રણ માંથી મોદક તૈયાર કરી લ્યો અને બાપા ને ભોગ લગાવી બધાને પ્રસાદી રૂપે આપો. તો તૈયાર છે ખજૂર અંજીર મોદક.
Khajur anjir modak notes
- જો અંજીર ના હોય તો કીસમીસ કે પછી બીજી સામગ્રી પણ વાપરી શકાય છે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ખજૂર અંજીર મોદક બનાવવાની રીત
Khajur anjir modak recipe
Equipment
- 1 મિક્સર
- 1 કથરોટ
Ingredients
ખજૂર અંજીર મોદક માટે ની સામગ્રી
- 20 -25 નરમ ખજૂર
- 5-7 અંજીર
- 15-20 કાજુ / 50 ગ્રામ
- 15-20 બદામ / 50 ગ્રામ
- 1-2 ચમચી પિસ્તા
Instructions
Khajur anjir modak banavani rit
- ખજૂર અંજીર મોદક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બદામ નાખી બે મિનિટ ધીમા તાપે હલાવતા રહો અને શેકી લ્યો. બદામ અડધી શેકાઈ જાય એટલે એમાં કાજુ નાખો અને કાજુ અને બદામ બને ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બને ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા કરી લ્યો.
- હવે ડ્રાય ફ્રુટ થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી દરદરા પીસી લ્યો અને કથરોટ માં કાઢી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં ખજૂર ના બીજ અને ટોપી કાઢી ચાકુથી કટકા કરી નાખો સાથે અંજીર ના પણ ચાકુથી કટકા કરી નાખો અને બને ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
- હવે પીસેલા ખજૂર અંજીર ને ડ્રાય ફ્રુટ ના મિશ્રણ માં નાખી અને સાથે થોડા પિસ્તાના કટકા પણ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ મોદક મોલ્ડ માં ઘી લગાવી તૈયાર મિશ્રણ એમાં મૂકી દબાવી મોદક નો આકાર આપી દયો અથવા હાથેથી ફાવે તો હાથે બનાવી લ્યો.
- આમ એક એક કરીને બધા મિશ્રણ માંથી મોદક તૈયાર કરી લ્યો અને બાપા ને ભોગ લગાવી બધાને પ્રસાદી રૂપે આપો. તો તૈયાર છે ખજૂર અંજીર મોદક.
Khajur anjir modak notes
- જો અંજીર ના હોય તો કીસમીસ કે પછી બીજી સામગ્રી પણ વાપરી શકાય છે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
pumpkin carrot soup recipe | પિમ્પકીન કેરેટ સૂપ રેસીપી
મોતીચૂરના લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit