આ રીંગણા ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને તમે ખીચડી, દાળ ભાત , રોટલી સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગે છે બનાવવામાં ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી થી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. એક વખત આ રીતે શેકી ને રીંગણા ખાશો તો વારંવાર બનાવશો તો ચાલો Tava fry ringna – તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- શેકેલ બેસન 3-4 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ½ ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- રીંગણા 2
- સરસો તેલ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Tava Fry Ringna banavani rit
તવા ફ્રાય રીંગણા બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકા માં શેકેલ બેસન, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી તૈયાર મસાલા ને એક બાજુ મૂકો. હવે રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખો અને હવે ગોળ અથવા લંબગોળ મિડીયમ જાડા કટકા કરી લ્યો .
હવે મિક્સ કરેલ મસાલા થાળી માં નાખો અને કાપી રાખેલ રીંગણા ના કટકા ને એમાં બને બાજુ બરોબર કોટીંગ કરી લ્યો. આમ એક એક રીંગણા ના કટકા ને મસાલા સાથે કોટીગ કરી બીજી થાળી માં મૂકતા જાઓ. મસાલા કોટીંગ રીંગણા ને એમજ પાંચ સાત મિનિટ રહેવા દયો જેથી મસાલા બરોબર રીંગણા પર ચોંટી જાય.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર સરસો તેલ / તેલ નાખો અને એમાં મસાલા કોટિંગ કરેલ રીંગણા મૂકો અને ગેસ ને મિડીયમ કરી એક બાજુ શેકી લ્યો. એક બાજુ થોડા શેકાઈ જાય એટલે ઉપર ના ભાગ માં તેલ લગાવી રીંગણા ને એક એક કરી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો.
આમ બને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઉતારી લઈ બીજા કટકા ને શેકવા મૂકો આમ થોડા થોડા કરી બધા જ રીંગણા ને શેકી લ્યો અને ગરમ ગરમ ખીચડી, દાળ ભાત કે રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે તવા ફ્રાય રીંગણા.
Tava Ringna recipe notes
- તેલ તમે તમારી પસંદ નું હોય તે વાપરી શકો છો.
- આ રીંગણા ને ઓવેન, એર ફાયર માં પણ બનાવી શકો છો.
તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત

Tava fry ringna banavani rit
Equipment
- 1 પ્લેટ
- 1 તવી
Ingredients
Ingredients list
- 3-4 ચમચી શેકેલ બેસન
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 2 રીંગણા
- 3-4 ચમચી સરસો તેલ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Tava Fry Ringna banavani rit
- તવા ફ્રાય રીંગણા બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકા માં શેકેલ બેસન, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી તૈયાર મસાલા ને એક બાજુ મૂકો. હવે રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખો અને હવે ગોળ અથવા લંબગોળ મિડીયમ જાડા કટકા કરી લ્યો .
- હવે મિક્સ કરેલ મસાલા થાળી માં નાખો અને કાપી રાખેલ રીંગણા ના કટકા ને એમાં બને બાજુ બરોબર કોટીંગ કરી લ્યો. આમ એક એક રીંગણા ના કટકા ને મસાલા સાથે કોટીગ કરી બીજી થાળી માં મૂકતા જાઓ. મસાલા કોટીંગ રીંગણા ને એમજ પાંચ સાત મિનિટ રહેવા દયો જેથી મસાલા બરોબર રીંગણા પર ચોંટી જાય.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર સરસો તેલ / તેલ નાખો અને એમાં મસાલા કોટિંગ કરેલ રીંગણા મૂકો અને ગેસ ને મિડીયમ કરી એક બાજુ શેકી લ્યો. એક બાજુ થોડા શેકાઈ જાય એટલે ઉપર ના ભાગ માં તેલ લગાવી રીંગણા ને એક એક કરી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો.
- આમ બને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઉતારી લઈ બીજા કટકા ને શેકવા મૂકો આમ થોડા થોડા કરી બધા જ રીંગણા ને શેકી લ્યો અને ગરમ ગરમ ખીચડી, દાળ ભાત કે રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે તવા ફ્રાય રીંગણા.
Notes
- તેલ તમે તમારી પસંદ નું હોય તે વાપરી શકો છો.
- આ રીંગણા ને ઓવેન, એર ફાયર માં પણ બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sindhi Koki banavani rit | સિંધી કોકી બનાવવાની રીત
vada pav ni chutney recipe | વડાપાવ ની ચટણી બનાવવાની રીત
Sabudana namkin recipe | સાબુદાણા નમકીન બનાવવાની રીત
Batata fansi nu shaak recipe | બટાકા ફણસી નું શાક
lal marcha nu Instant athanu recipe in gujarati | લાલ મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત
mag ni dal ni khichdi gujarati | મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત
