Home Lunch & Dinner Tava fry ringna banavani rit | તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત

Tava fry ringna banavani rit | તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત

0
Image credit – Youtube/Rajshri Food

આ રીંગણા ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને તમે ખીચડી, દાળ ભાત , રોટલી સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગે છે બનાવવામાં ખૂબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રી થી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. એક વખત આ રીતે શેકી ને રીંગણા ખાશો તો વારંવાર બનાવશો તો ચાલો Tava fry ringna – તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • શેકેલ બેસન 3-4 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ½  ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • રીંગણા 2
  • સરસો તેલ 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Tava Fry Ringna banavani rit

તવા ફ્રાય રીંગણા બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકા માં શેકેલ બેસન, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી તૈયાર મસાલા ને એક બાજુ મૂકો. હવે રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખો અને હવે ગોળ અથવા લંબગોળ મિડીયમ જાડા કટકા કરી લ્યો .

હવે મિક્સ કરેલ મસાલા  થાળી માં નાખો અને કાપી રાખેલ રીંગણા ના કટકા ને એમાં બને બાજુ બરોબર કોટીંગ કરી લ્યો. આમ એક એક રીંગણા ના કટકા ને મસાલા સાથે કોટીગ કરી બીજી થાળી માં મૂકતા જાઓ. મસાલા કોટીંગ રીંગણા ને એમજ પાંચ સાત મિનિટ રહેવા દયો જેથી મસાલા બરોબર રીંગણા પર ચોંટી જાય.

હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર સરસો તેલ / તેલ નાખો અને એમાં મસાલા કોટિંગ કરેલ રીંગણા મૂકો અને ગેસ ને મિડીયમ કરી એક બાજુ શેકી લ્યો. એક બાજુ થોડા શેકાઈ જાય એટલે ઉપર ના ભાગ માં તેલ લગાવી રીંગણા ને એક એક કરી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો.

આમ બને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઉતારી લઈ બીજા કટકા ને શેકવા મૂકો આમ થોડા થોડા કરી બધા જ રીંગણા ને શેકી લ્યો અને ગરમ ગરમ ખીચડી, દાળ ભાત કે રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે તવા ફ્રાય રીંગણા.

Tava Ringna recipe notes

  • તેલ તમે તમારી પસંદ નું હોય તે વાપરી શકો છો.
  • આ રીંગણા ને ઓવેન, એર ફાયર માં પણ બનાવી શકો છો.

તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત

Tava fry ringna - તવા ફ્રાય રિંગણા

Tava fry ringna banavani rit

આ રીંગણા ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને તમે ખીચડી, દાળ ભાત , રોટલી સાથે સર્વ કરો તો ખૂબ ટેસ્ટી લાગે છે બનાવવામાં ખૂબ સરળ છે અને ઘરમાંરહેલ સામગ્રી થી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે. એક વખત આ રીતે શેકીને રીંગણા ખાશો તો વારંવાર બનાવશો તો ચાલો Tava fry ringna – તવા ફ્રાય રિંગણા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 નંગ

Equipment

  • 1 પ્લેટ
  • 1 તવી

Ingredients

Ingredients list

  • 3-4 ચમચી શેકેલ બેસન
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 રીંગણા
  • 3-4 ચમચી સરસો તેલ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Tava Fry Ringna banavani rit

  • તવા ફ્રાય રીંગણા બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકા માં શેકેલ બેસન, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી તૈયાર મસાલા ને એક બાજુ મૂકો. હવે રીંગણા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખો અને હવે ગોળ અથવા લંબગોળ મિડીયમ જાડા કટકા કરી લ્યો .
  • હવે મિક્સ કરેલ મસાલા થાળી માં નાખો અને કાપી રાખેલ રીંગણા ના કટકા ને એમાં બને બાજુ બરોબર કોટીંગ કરી લ્યો. આમ એક એક રીંગણા ના કટકા ને મસાલા સાથે કોટીગ કરી બીજી થાળી માં મૂકતા જાઓ. મસાલા કોટીંગ રીંગણા ને એમજ પાંચ સાત મિનિટ રહેવા દયો જેથી મસાલા બરોબર રીંગણા પર ચોંટી જાય.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર સરસો તેલ / તેલ નાખો અને એમાં મસાલા કોટિંગ કરેલ રીંગણા મૂકો અને ગેસ ને મિડીયમ કરી એક બાજુ શેકી લ્યો. એક બાજુ થોડા શેકાઈ જાય એટલે ઉપર ના ભાગ માં તેલ લગાવી રીંગણા ને એક એક કરી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ થોડા ચડાવી લ્યો.
  • આમ બને બાજુ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ગોલ્ડન થાય એટલે ઉતારી લઈ બીજા કટકા ને શેકવા મૂકો આમ થોડા થોડા કરી બધા જ રીંગણા ને શેકી લ્યો અને ગરમ ગરમ ખીચડી, દાળ ભાત કે રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે તવા ફ્રાય રીંગણા.

Notes

  • તેલ તમે તમારી પસંદ નું હોય તે વાપરી શકો છો.
  • આ રીંગણા ને ઓવેન, એર ફાયર માં પણ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version