HomeLunch & DinnerKarari roti banavani rit | કરારી રોટી બનાવવાની રીત

Karari roti banavani rit | કરારી રોટી બનાવવાની રીત

આજ આપણે Karari roti – કરારી રોટી બનાવવાની રીત શીખીશું. જેને કડક રુમાલિ રોટી તરીકે ઓળખાય છે. આ રોટી ખાવા માં ખૂબ ટેસ્ટી અને કડક બની તૈયાર થાય છે ઘણી હોટલ કે રેસ્ટોરન્ટ માં સ્ટાટર તરીકે ગ્રીન ચટણી સાથે સર્વ થતી હોય છે. આ રોટી બનાવવી ખૂબ સરળ છે.

Ingredients list

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદા નો લોટ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી 2-3 ચમચી
  • દૂધ જરૂર મુજબ

મસાલા ઘી બનાવવા માટેની સામગ્રી

  • ઘી / પીગળેલા માખણ 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Karari roti banavani rit

કરારી રોટી બનાવવા એક મોટા વાટકા માં પીગળેલા માખણ માં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને મસાલા ઘી તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે કથરોટ માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી ઘી નાખી બરોબર મસળી લ્યો. ત્યાર બાદ થોડું થોડું દૂધ નાખી રેગ્યુલર રોટલી જેવો લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી ફરીથી લોટ ને મસળી લ્યો. મસળી રાખેલ  લોટ ને ઢાંકી ને અડધો કલાક એકબાજુ મૂકો.

અડધા કલાક પછી ગેસ ચાલુ કરી એના પર એલ્યુમિનિયમ અથવા લોખંડ ની કડાઈ ઊંધી કરી ધીમા તાપે ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો અને એમાંથી લુવો લઈ કોરા લોટ થી જેટલી પાતળી રોટલી વણી શકો એટલી પાતળી રોટલી ને વણી લ્યો.

વણેલી રોટી ને ગરમ કડાઈ પર ઘી લગાવી એના પર મૂકી બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો બને બાજુ થોડી ચડાઈ લીધા બાદ એક બાજુ રહેવા દઈ કપડા થી દબાવી દબાવી શેકો.

આખી રોટી ને બરોબર દબાવી શેકી ક્રિસ્પી બનાવી ઉતારી લ્યો આમ એક એક રોટી ને વણી ને શેકી લ્યો. અને શેકેલી રોટી પર મસાલા વાળું માખણ લગાવી તૈયાર કરી લ્યો અને ચટણી સાથે મજા લ્યો કરારી રોટી.

Roti recipe notes

  • જો માખણ હોય તો એ લેવું અને જો ના હોય તો ઘી પણ વાપરી શકાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Karari roti - કરારી રોટી

Karari roti banavani rit

આજ આપણે Karari roti – કરારી રોટી બનાવવાની રીત શીખીશું. જેને કડક રુમાલિ રોટીતરીકે ઓળખાય છે. આ રોટી ખાવા માં ખૂબ ટેસ્ટી અને કડક બની તૈયારથાય છે ઘણી હોટલ કે રેસ્ટોરન્ટ માં સ્ટાટર તરીકે ગ્રીન ચટણી સાથે સર્વ થતી હોય છે. આ રોટી બનાવવી ખૂબ સરળ છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદા નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી ઘી
  • દૂધ જરૂર મુજબ

મસાલા ઘી બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ચમચી ઘી / પીગળેલા માખણ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Karari roti banavani rit

  • કરારી રોટી બનાવવા એક મોટા વાટકા માં પીગળેલા માખણ માં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને મસાલા ઘી તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે કથરોટ માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી ઘી નાખી બરોબર મસળી લ્યો. ત્યાર બાદ થોડું થોડું દૂધ નાખી રેગ્યુલર રોટલી જેવો લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી ઘી નાખી ફરીથી લોટ ને મસળી લ્યો. મસળી રાખેલ લોટ ને ઢાંકી ને અડધો કલાક એકબાજુ મૂકો.
  • અડધા કલાક પછી ગેસ ચાલુ કરી એના પર એલ્યુમિનિયમ અથવા લોખંડ ની કડાઈ ઊંધી કરી ધીમા તાપે ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો અને એમાંથી લુવો લઈ કોરા લોટ થી જેટલી પાતળી રોટલી વણી શકો એટલી પાતળી રોટલી ને વણી લ્યો.
  • વણેલી રોટી ને ગરમ કડાઈ પર ઘી લગાવી એના પર મૂકી બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો બને બાજુ થોડી ચડાઈ લીધા બાદ એક બાજુ રહેવા દઈ કપડા થી દબાવી દબાવી શેકો.
  • આખી રોટી ને બરોબર દબાવી શેકી ક્રિસ્પી બનાવી ઉતારી લ્યો આમ એક એક રોટી ને વણી ને શેકી લ્યો. અને શેકેલી રોટી પર મસાલા વાળું માખણ લગાવી તૈયાર કરી લ્યો અને ચટણી સાથે મજા લ્યો કરારી રોટી.

Notes

  • જો માખણ હોય તો એ લેવું અને જો ના હોય તો ઘી પણ વાપરી શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular