જય શ્રી કૃષ્ણ આજ આપણે રાજમા ચાવલ બનાવવાની રીત – rajma chawal banavani rit શીખીશું, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe, રાજમા ચાવલ એક સંપૂર્ણ પંજાબી વાનગી છે જે ખાવા થી પેટ તો ભરાઈ જાય છે પણ મન નથી ભરાતું તો ચાલો rajma chawal recipe in gujarati શીખીએ.
રાજમા બનાવવા માટેની સામગ્રી
- તેલ / ઘી 3-4 ચમચી
- રાજમા 1 કપ
- મોટા સુધારેલ ટમેટા 4-5
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- લસણ ની કણી 7-8
- આદુનો ટુકડો 1 ઇંચ
- લીલા મરચા સુધારેલા 2-3
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
ચાવલ બનાવવા જરૂરી સામગ્રી
- બાસમતી ચોખા 1 કપ
- ઘી / તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 2 કપ
રાજમા ચાવલ બનાવવાની રીત
રાજમા ચાવલ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં એક કપ રાજમા લ્યો એને બે ત્રણ પાણી થી મસળી ને ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી ને આખી રાત અથવા દસ બાર કલાક પલાડી લ્યો અથવા જો રાજમા પલળવા ના ભુલાઈ ગયા હો તો ફૂલ ગરમ પાણી માં રાજમા નાખી ને એક કલાક ઢાંકી ને પલાળવા મૂકી દયો,
હવે રાજમા નું પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ચાર કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો એક સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો,
હવે ડુંગળી ને ઝીણી સુધારી લઈ એક બાજુ મૂકો અને મિક્સર જારમાં મોટા સુધારેલ ટમેટા, લીલા મરચા, લસણ ની કણી અને આદુ નો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને શેકી લ્યો.
હવે કુકર ખોલી એમાં તૈયાર મસાલા વાળી ગ્રેવી મસાલો નાંખી ને મિક્સ કરી લ્યો ને ફરી કુકર બંધ કરી મિડીયમ તાપે એક થી બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળવા જાય એટલે કુકર ખોલી ને એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને મિક્સ કરી લ્યો યો તૈયાર છે રાજમા.
ચાવલ બનાવવાની રીત
એક વાસણમાં બાસમતી ચોખા લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો વીસ મિનિટ પછી પાણી નિતારી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરી લ્યો ઘી / તેલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવો ત્યાર એમાં નિતારેલ ચોખા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
બે મિનિટ ચોખા ને શેકી લીધા બાદ એમાં બે કપ પાણી નાખી ફૂલ તાપે પાણી ઊકળે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી ભાત ને ચડાવી લ્યો પાંચ સાત મિનિટ સુધી ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી ને બે મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે ચાવલ.
તૈયાર રાજમા ને ચાવલ અને ડુંગળી ની સ્લાઈસ, ખાટું અથાણું અને રોટલી સાથે સર્વ કરો રાજમા ચાવલ
rajma chawal recipe in gujarati notes
- જો રાજમા પલળવા નું ભૂલી ગયા હો તો ફૂલ ગરમ પાણી અને ચપટી બેકિંગ સોડા નાખી એક બે કલાક પલાળી લેશો તો રાજમા બરોબર પલળી જસે
- ચાવલ ના વઘારમાં જીરું સાથે તમાલપત્ર, તજ નો ટુકડો અને લવિંગ નાખી ને પણ બનાવી શકો છો
- રાજમા ચાવલ તમે ઘી માં બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે.
rajma chawal banavani rit | Recipe Video
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
rajma chawal recipe in gujarati
રાજમા ચાવલ બનાવવાની રીત | rajma chawal banavani rit | rajma chawal recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
રાજમા બનાવવા માટેની સામગ્રી
- 1 કપ રાજમા
- 3-4 ચમચી તેલ / ઘી
- 4-5 મોટા સુધારેલ ટમેટા
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 7-8 લસણ ની કણી
- 1 ઇંચ આદુનો ટુકડો
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ગરમ મસાલો
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
ચાવલ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ બાસમતી ચોખા
- 2-3 ચમચી ઘી / તેલ
- 1 ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠું
- 2 કપ પાણી
Instructions
રાજમા ચાવલ | rajma chawal | rajma chawal recipe
- રાજમા ચાવલ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં એક કપ રાજમા લ્યોએને બે ત્રણ પાણી થી મસળી ને ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી ને આખી રાત અથવા દસ બાર કલાક પલાડી લ્યો અથવા જો રાજમા પલળવા ના ભુલાઈ ગયા હો તો ફૂલ ગરમ પાણી માં રાજમા નાખી ને એક કલાક ઢાંકી ને પલાળવા મૂકી દયો,
- હવે રાજમા નું પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ચાર કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો એક સીટી વગાડી લીધા બાદગેસ ધીમો કરી બીજી ચાર પાંચ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો,
- હવે ડુંગળી ને ઝીણી સુધારી લઈ એક બાજુ મૂકો અને મિક્સર જારમાં મોટા સુધારેલ ટમેટા, લીલા મરચા, લસણ ની કણી અને આદુ નો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો, હવે ગેસ પર એકકડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ને ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
- ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને શેકી લ્યો.
- હવે કુકર ખોલી એમાં તૈયાર મસાલા વાળી ગ્રેવી મસાલો નાંખી ને મિક્સ કરી લ્યો ને ફરી કુકર બંધ કરી મિડીયમ તાપે એક થી બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળવા જાય એટલે કુકર ખોલી ને એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને મિક્સ કરી લ્યો યો તૈયાર છે રાજમા.
ચાવલ બનાવવાની રીત
- એક વાસણમાં બાસમતી ચોખા લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ને કપ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી લ્યો વીસ મિનિટ પછી પાણી નિતારી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરી લ્યો ઘી / તેલ ગરમ થાય એટલે જીરું નાખી તતડાવો ત્યાર એમાં નિતારેલ ચોખા અને સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
- બે મિનિટ ચોખા ને શેકી લીધા બાદ એમાં બે કપ પાણી નાખી ફૂલ તાપે પાણી ઊકળે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી ભાત ને ચડાવી લ્યો પાંચ સાત મિનિટ સુધી ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી ને બે મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે ચાવલ.
- તૈયાર રાજમા ને ચાવલ અને ડુંગળી ની સ્લાઈસ, ખાટું અથાણું અને રોટલી સાથે સર્વ કરો રાજમા ચાવલ
rajma chawal recipe in gujarati notes
- જો રાજમા પલળવા નું ભૂલી ગયા હો તો ફૂલ ગરમ પાણી અને ચપટી બેકિંગ સોડા નાખી એક બે કલાક પલાળી લેશો તો રાજમા બરોબર પલળી જસે
- ચાવલના વઘારમાં જીરું સાથે તમાલપત્ર, તજ નો ટુકડો અને લવિંગ નાખી ને પણ બનાવી શકો છો
- રાજમા ચાવલ તમે ઘી માં બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
sev tameta nu shaak banavani rit | સેવ ટમેટાનું શાક | sev tameta nu shaak recipe
લીંબુ આથવાની રીત | limbu aathvani rit | limbu aathvani recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.