HomeLunch & DinnerKang no pulav banavani recipe | કાંગ નો પુલાવ બનાવવાની રેસીપી

Kang no pulav banavani recipe | કાંગ નો પુલાવ બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે એક પુલાવ બનાવીશું પુલાવ તો બધા ના ગરમા બનતો જ હસે પરંતુ આજે આપણે એવો પુલાવ બનાવીશું જે કેરી પણ કોઈએ નઈ સાંભળ્યું હોય એવો કાંગ માંથી Kang no pulav – કાંગ નો પુલાવ બનાવતા શીખીશું .

Ingredients

  • કાંગ  1 કપ
  • તેલ  2 ચમચી
  • કાજુ ના ટુકડા  5
  • તમાલપત્ર 1
  • જીરું – ½  ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તજ નો ટુકડો 1
  • એલચી 2
  • લવિંગ 4
  • કાળા મરી 10 નંગ / જરૂર મુજબ
  • લીલા મરચું 1 કાપેલું
  • ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ
  • આદુ અને લસણની પેસ્ટ  1 ચમચી
  • ટમેટું 1 નંગ કાપેલું
  • ગાજર ¼ કપ ક્યુબ્સમાં કાપેલું
  • બિન્સ ¼ કપ
  • મિડયમ બટેકુ 1 ક્યુબ્સમાં કાપેલું
  • ફ્રોઝન વટાણા ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર પાવડર  ½ ચમચી
  • લીલા ધાણાના પાંદ થોડા
  • ફૂદીનો પાંદડા 8-10
  • પાણી 2 કપ

Kang no pulav banavani recipe

કાંગ નો પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં 1 કપ કાંગ લેશું જેને સારી રીતે પાણી માં 3-4 વખત ધોઈ અને બધું પાણી નિતારી દેશું અને ત્યાર બાદ તેમાં ચોખ્ખું પાણી નાખી અને એક રાત માટે કાંગ ને પલળવા દેશું . જો આખી રાત ના પલાડી સકો તો મિનીમમ 1 કલાક જેવું તો પલાડી સકો છો . કોઈ પણ કરિયાણા વાળા પાસે કાંગ આરામથી મળી જશે .

હવે બીજા દિવસે ઈ બાઉલ માંથી બધું પાણી નિતારી દેશું . અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 2 ચમચી જેવું તેલ અથવા તો ઘી નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં લીલું મરચું 1 નંગ , જીરું 1 ચમચી , કાળા મરી 10 , સ્ટાર ફૂલ 1 , એલચી 2 , લવિંગ 4 , તજ નો ટુકડો 1 , તમાલપત્ર 1 , બધા મસાલા નાખી અને ત્યાં સુધી સેકી લેશું જેથી મસાલા ની સુગંધ સારી એવી આવી જશે

ત્યાર બાદ તેમાં 1 મિડયમ સાઇઝ ની ડુંગળી સમારેલી નાખી દેશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં 1 ચમચી આદુ અને લસણ ની પેસ્ટ નાખી અને તેને પણ ચડાવી લેશું જેથી તેની કાચી સુગંધ હાલી જશે . હવે તેમાં 1 મિડયમ સાઇઝ નું ટમેટું નાખી અને ટમેટું ગરી જાય ત્યાં સુધી ચડવા દેશું . ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ચમચી નાખી અને 1-2 સેકન્ડ સુધી સેકી લેશું .

હવે તેમાં જીણા સમરેલા બિન્સ ¼ કપ , બટેકુ ¼ કપ , ગાજર ¼ કપ , અને લીલા વટાણા અથવા તો ફ્રોજન કરેલા વટાણા નાખી અને બધા શાકભાજી ને સારી રીતે મિક્સ કરી અને 3-4 સેકન્ડ જેવું સેકી અને ત્યાર બાદ આપણે જે કાંગ પલાડી ને રાખી હતી તે કાંગ માંથી બધું પાણી નિતારી અને કાંગ ને શાકભાજી માં નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી તેમાં 2 કપ જેટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું અને એક ઉભરો આવવા દેશું ત્યાર બાદ 2-3 મિનિટ જેવું ચડાવી લેશું .

ત્યાર બાદ તેમાં થોડું પાણી બળી ગયું હશે હવે તેમાં થોડા ફુદીના ના પાંદ અને ધાણા ના પાંદ નાખી અને ગેસ ની ફ્લેમ ને સાવ ધીમી કરી ઢાંકણ ઢાંકી અને 15-20 મિનિટ સુધી આપણે પુલાવ ને ચડવા દેશું 15-20 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને બધું મિક્સ કરી લેશું .

તો તૈયાર છે આપણો કાંગ નો પુલાવ જેને ગરમ ગરમ રાયતા સાથે સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કાંગ નો પુલાવ બનાવવાની રેસીપી

Kang no pulav - કાંગ નો પુલાવ

Kang no pulav banavani recipe

આજે આપણે એક પુલાવ બનાવીશું પુલાવ તો બધાના ગરમા બનતો જ હસે પરંતુ આજે આપણે એવો પુલાવ બનાવીશું જે કેરી પણ કોઈએ નઈ સાંભળ્યુંહોય એવો કાંગ માંથી Kang no pulav – કાંગ નો પુલાવ બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day
Total Time: 1 day 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ કાંગ
  • 2 ચમચી તેલ
  • 5 કાજુ ના ટુકડા
  • 1 તમાલપત્ર
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 1 તજ નો ટુકડો
  • 2 એલચી
  • 4 લવિંગ
  • 10 નંગ કાળા મરી / જરૂર મુજબ
  • 1 કાપેલું લીલા મરચું
  • 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ
  • 1 ટમેટું કાપેલું
  • ¼ કપ ગાજર ક્યુબ્સમાં કાપેલું
  • ¼ કપ બિન્સ
  • 1 મિડયમ બટેકુ ક્યુબ્સમાં કાપેલું
  • ¼ કપ ફ્રોઝન વટાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી હળદર પાવડર
  • લીલા ધાણાના પાંદ થોડા
  • 8-10 ફૂદીનો પાંદડા
  • 2 કપ પાણી

Instructions

Kang no pulav banavani recipe

  • કાંગ નો પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં 1 કપ કાંગ લેશું જેને સારી રીતે પાણી માં 3-4 વખત ધોઈ અને બધું પાણી નિતારી દેશું અને ત્યાર બાદ તેમાં ચોખ્ખું પાણી નાખી અને એક રાત માટે કાંગ ને પલળવા દેશું . જો આખી રાત ના પલાડી સકો તો મિનીમમ 1 કલાક જેવું તો પલાડી સકો છો . કોઈ પણ કરિયાણા વાળા પાસે કાંગ આરામથી મળી જશે .
  • હવે બીજા દિવસે ઈ બાઉલ માંથી બધું પાણી નિતારી દેશું . અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 2 ચમચી જેવું તેલ અથવા તો ઘી નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં લીલું મરચું 1 નંગ , જીરું 1 ચમચી , કાળા મરી 10 , સ્ટાર ફૂલ 1 , એલચી 2 , લવિંગ 4 , તજ નો ટુકડો 1 , તમાલપત્ર 1 , બધા મસાલા નાખી અને ત્યાં સુધી સેકી લેશું જેથી મસાલા ની સુગંધ સારી એવી આવી જશે
  • ત્યાર બાદ તેમાં 1 મિડયમ સાઇઝ ની ડુંગળી સમારેલી નાખી દેશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં 1 ચમચી આદુ અને લસણ ની પેસ્ટ નાખી અને તેને પણ ચડાવી લેશું જેથી તેની કાચી સુગંધ હાલી જશે . હવે તેમાં 1 મિડયમ સાઇઝ નું ટમેટું નાખી અને ટમેટું ગરી જાય ત્યાં સુધી ચડવા દેશું . ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ચમચી નાખી અને 1-2 સેકન્ડ સુધી સેકી લેશું .
  • હવે તેમાં જીણા સમરેલા બિન્સ ¼ કપ , બટેકુ ¼ કપ , ગાજર ¼ કપ , અને લીલા વટાણા અથવા તો ફ્રોજન કરેલા વટાણા નાખી અને બધા શાકભાજી ને સારી રીતે મિક્સ કરી અને 3-4 સેકન્ડ જેવું સેકી અને ત્યાર બાદ આપણે જે કાંગ પલાડી ને રાખી હતી તે કાંગ માંથી બધું પાણી નિતારી અને કાંગ ને શાકભાજી માં નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી તેમાં 2 કપ જેટલું પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું અને એક ઉભરો આવવા દેશું ત્યાર બાદ 2-3 મિનિટ જેવું ચડાવી લેશું .
  • ત્યાર બાદ તેમાં થોડું પાણી બળી ગયું હશે હવે તેમાં થોડા ફુદીના ના પાંદ અને ધાણા ના પાંદ નાખી અને ગેસ ની ફ્લેમ ને સાવ ધીમી કરી ઢાંકણ ઢાંકી અને 15-20 મિનિટ સુધી આપણે પુલાવ ને ચડવા દેશું 15-20 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને બધું મિક્સ કરી લેશું .
  • તો તૈયાર છે આપણો કાંગ નો પુલાવ જેને ગરમ ગરમ રાયતા સાથે સર્વ કરીશું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular