HomeLunch & DinnerMag ni daal na kofta banavani recipe | મગ ની દાળ ના...

Mag ni daal na kofta banavani recipe | મગ ની દાળ ના કોફતા બનાવવાની રેસીપી

એક દમ હેલ્ધી એવી મગ ની દાળ માંથી એકદમ નવીજ રીત ના કોફતા બનાવાતા શીખીશું . જે ખાવા માં પણ મસ્ત લાગે છે અને સ્વાથ્ય માટે પણ મગ બઉ જ સારા કેવાય છે . તો ચાલો આજે નવીજ રીત ના Mag ni daal na kofta – મગ ની દાળ ના કોફતા બનાવતા શીખીશું.

INGREDIENTS

  • આખા લીલા મગ 1 કપ
  • ડુંગળી ઝીણી સુધારેલી 1 નંગ
  • મરચાં 2 નંગ
  • બારીક સમારેલું આદુ ½
  • સ્વાદ મુજબ મીઠું
  • લાલ મરચાં પાવડર ½ ચમચી
  • હળદર પાવડર ¼  ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • આખા ધાણા ફૂટેલા 1 ચમચી
  • ગરમ મસાલા પાવડર 1 ચપટી
  • ટામેટાની ગ્રેવી 
  • 4 મિડયમ ટામેટાં, બ્લેન્ચ કરેલા અને અડધા કાપેલા

વઘાર કરવા માટે ની સામગ્રી :-

  • જીરું 1 ચમચી
  • લાલ મરચાં પાવડર ½ ચમચી
  • હળદર પાવડર ½ ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ધાણા જીરું પાવડર
  • સ્વાદ મુજબ સંચળ પાવડર
  • ગાર્નિશ માટે લીલા ધાણા

Mag ni daal na kofta banavani recipe

મગ ની દાળ ના કોફતા બનાવવા માટે સૌ પ્રથમ મગ ને સારી રીતે પાણી માં ધોઈ અને 3-4 કલાક માટે પલાડી લેશું . 3-4 કલાક બાદ મગ ને સારી રીતે ફરીથી પાણી માં ધોઈ અને પાણી નિતારી લેશું .

ત્યાર બાદ એક ચોપર લેશું તેમાં પલાળેલા મગ 1 કપ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા મરચા આખા 2 નંગ , જીણું સમારેલું આદુ ½ ઇંચ , સ્વાદ મુજબ મીઠું , નાખી અને સારી રીતે બધી વસ્તુ ને ચોપ કરી લેશું .

હવે મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લેશું અને તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , જીરું પાવડર 1 ચમચી , આખા ધાણા કૂટેલા 1 ચમચી , ગરમ મસાલો 1 ચપટી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું .

ત્યાર બાદ ગેસ પર સ્ટીમર રાખી પ્લેટ માં કેળા ના પાંદ રાખી તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે મિશ્રણ ના નાના – નાના કોફતા હાથ થી બનાવી અને સ્ટીમર મૂકી ઢાંકણ બંધ કરી અને 10-15 મિનિટ માટે બધા કોફતા ને સ્ટિમ કરી લેશું . જો કેળા ના પાંદ ના હોય તો સ્ટીમર માં નીચે પ્લેટ માં થોડું તેલ વડે ગ્રીસ કરી લેવું .

હવે 10-15 મિનિટ પછી બધા કોફતા ને સ્ટીમર માંથી કાઢી અને બેકિંગ ટ્રે પર મૂકી દેશું અને ત્યાર બાદ ઓવેન માં 180° પર 10-15 મિનિટ માટે ટ્રે ઓવેન માં મૂકી અને બધા કોફતા ને બેક કરી લેશું . કોફતા બેક થઈ ગયા બાદ ટ્રે ને ઓવેન માંથી કાઢી લેશું .

ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 4 નંગ ટમેટા લેશું અને તેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ ગેસ પર પેન /કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં નાની 1 ચમચી જીરું નાખી જીરું થોડું શેકાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી ટમેટા ની પેસ્ટ નાખી દેશું . હવે તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , સ્વાદ મુજબ સંચળ પાવડર બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તેમાં 1 કપ પાણી નાખી દેશું .

હવે ગ્રેવી થોડી ચળી જાય એટલે તેમાં તૈયાર કરેલા કોફતા નાખી હલાવી દેશું અને 1 મિનિટ જેવું ચડવા દેશું . શાક તૈયાર થઈ ગયા બાદ બાઉલ માં કાઢી ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપણા મગ ની દાળ ના કોફતા જેને ગરમ ગરમ રોટલી , પરેઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મગ ની દાળ ના કોફતા બનાવવાની રેસીપી

Mag ni daal na kofta - મગ ની દાળ ના કોફતા

Mag ni daal na kofta banavani recipe

એક દમ હેલ્ધી એવી મગ ની દાળ માંથી એકદમ નવીજ રીત ના કોફતાબનાવાતા શીખીશું . જે ખાવા માં પણ મસ્ત લાગે છે અનેસ્વાથ્ય માટે પણ મગ બઉ જ સારા કેવાય છે . તો ચાલો આજેનવીજ રીત ના Mag ni daal na kofta – મગ ની દાળ ના કોફતા બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 25 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ચોપર
  • 1 ઓવેન
  • 1 સ્ટીમર

Ingredients

  • 1 કપ આખા લીલા મગ
  • 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલી
  • 2 નંગ મરચાં
  • ½ બારીક સમારેલું આદુ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી લાલ મરચાં પાવડર
  • ¼ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી જીરું પાવડર
  • 1 ચમચી આખા ધાણા ફૂટેલા
  • 1 ચપટી ગરમ મસાલા પાવડર
  • ટામેટાની ગ્રેવી
  • 4 મિડયમ ટામેટાં બ્લેન્ચ કરેલા અને અડધા કાપેલા

વઘાર કરવા માટે ની સામગ્રી :-

  • 1 ચમચી જીરું
  • ½ ચમચી લાલ મરચાં પાવડર
  • ½ ચમચી હળદર પાવડર
  • 1 ચમચી જીરું પાવડર
  • ધાણા જીરું પાવડર
  • સ્વાદ મુજબ સંચળ પાવડર
  • ગાર્નિશ માટે લીલા ધાણા

Instructions

Mag ni daal na kofta banavani recipe

  • મગ ની દાળ ના કોફતા બનાવવા માટે સૌ પ્રથમ મગ ને સારી રીતે પાણી માં ધોઈ અને 3-4 કલાક માટે પલાડી લેશું . 3-4 કલાક બાદ મગ ને સારી રીતે ફરીથી પાણી માં ધોઈ અને પાણી નિતારી લેશું .
  • ત્યાર બાદ એક ચોપર લેશું તેમાં પલાળેલા મગ 1 કપ , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા મરચા આખા 2 નંગ , જીણું સમારેલું આદુ ½ ઇંચ , સ્વાદ મુજબ મીઠું , નાખી અને સારી રીતે બધી વસ્તુ ને ચોપ કરી લેશું .
  • હવે મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લેશું અને તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , જીરું પાવડર 1 ચમચી , આખા ધાણા કૂટેલા 1 ચમચી , ગરમ મસાલો 1 ચપટી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું .
  • ત્યાર બાદ ગેસ પર સ્ટીમર રાખી પ્લેટ માં કેળા ના પાંદ રાખી તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે મિશ્રણ ના નાના – નાના કોફતા હાથ થી બનાવી અને સ્ટીમર મૂકી ઢાંકણ બંધ કરી અને 10-15 મિનિટ માટે બધા કોફતા ને સ્ટિમ કરી લેશું . જો કેળા ના પાંદ ના હોય તો સ્ટીમર માં નીચે પ્લેટ માં થોડું તેલ વડે ગ્રીસ કરી લેવું .
  • હવે 10-15 મિનિટ પછી બધા કોફતા ને સ્ટીમર માંથી કાઢી અને બેકિંગ ટ્રે પર મૂકી દેશું અને ત્યાર બાદ ઓવેન માં 180° પર 10-15 મિનિટ માટે ટ્રે ઓવેન માં મૂકી અને બધા કોફતા ને બેક કરી લેશું . કોફતા બેક થઈ ગયા બાદ ટ્રે ને ઓવેન માંથી કાઢી લેશું .
  • ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં 4 નંગ ટમેટા લેશું અને તેની સારી એવી પેસ્ટ તૈયાર કરી લેશું . ત્યાર બાદ ગેસ પર પેન /કડાઈ ગરમ કરવા મૂકીશું તેમાં નાની 1 ચમચી જીરું નાખી જીરું થોડું શેકાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી ટમેટા ની પેસ્ટ નાખી દેશું . હવે તેમાં લાલ મરચું પાવડર ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી , સ્વાદ મુજબ સંચળ પાવડર બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને તેમાં 1 કપ પાણી નાખી દેશું .
  • હવે ગ્રેવી થોડી ચળી જાય એટલે તેમાં તૈયાર કરેલા કોફતા નાખી હલાવી દેશું અને 1 મિનિટ જેવું ચડવા દેશું . શાક તૈયાર થઈ ગયા બાદ બાઉલ માં કાઢી ઉપર થી થોડા લીલા ધાણા નાખી અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપણા મગ ની દાળ ના કોફતા જેને ગરમ ગરમ રોટલી , પરેઠા કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular