તમે એજ બેસન, ઘઉં ન લાડું ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે Chokha na ladoo – ચોખા ના લાડુ બનાવતા શીખીશું. જે ખૂબ ટેસ્ટી સાથે હેલ્થી બની ને તૈયાર થશે. જેમાં ઉપયોગ માં લેવાતો માવો પણ આજ આપણે ઘરે બનાવતા શીખીશું. તો ચાલો ચોખા ના લાડુ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાસમતી ચોખા 1 કપ
- ઘી 3- 4 ચમચી
- બદામ 15- 20
- કાજુ 20- 25
- મિલ્ક પાઉડર 1 કપ
- ફુલ ક્રીમ દૂધ 1 કપ
- પાણી 1 કપ
- છીણેલો ગોળ 1 કપ
Chokha na ladoo banavani recipe
ચોખા ના લાડુ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચોખાનું પાણી નીતરી સાફ કોરા કપડામાં પર ફેલાવી બે ચાર કલાક સૂકવી લ્યો. ચોખા સુકાય ત્યાં સુંધી એક કડાઈમાં મિલ્ક પાઉડર, ફૂલ ક્રીમ દૂધ અને બે ચમચી ઘી નાખી બરોબર ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો. હવે ગેસ ચાલુ કરી પહેલા ફુલ તાપે હલાવતા રહી ઉકાળી લ્યો અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી હલાવતા રહી કડાઈ મૂકે ત્યાં સુંધી હલાવતા રહી માવો તૈયાર કરી લ્યો. તૈયાર માવો એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુકાયેલા ચોખા નાખી મીડીયમ તાપે હલાવતા રહી ચોખા ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો. ચોખા શેકાઈ જાય એટલે ઝારા કે ચમચા ની મદદ થી બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. ચોખા ઠંડા થાય ત્યાં સુંધી કડાઈમાં બચેલા ઘી માં કાજુ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને એને પણ ચોખા સાથે કાઢી ઠંડા થવા દ્યો. ત્યાર બાદ બદામ શેકી એને પણ ચોખા સાથે કાઢી લ્યો.
બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી ગેસ પર એક તપેલી માં પાણી અને ગોળ નાખી ગેસ ચાલુ કરી ગોળ ને પાણીમાં ઉકાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ન પાણી ને ગરણી વડે ગાળી લઈ કડાઈમાં નાખો. હવે ચોખા ને કાજુ બદામ ઠંડા થઈ જાયએટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા ચોખા ના પાઉડર ને ગોળ ન પાણીમાં નાખો અને ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો.
ગોળ અને ચોખા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુંધી ચડાવો. જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે એમ તૈયાર કરેલ.માવો મસળી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ઘટ્ટ થઈ કડાઈ મૂકે ત્યાં સુંધી ચડાવો અને જેવું મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી નવશેકું ઠંડુ કરવા મૂકો.
મિશ્રણ નવશેકું ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ ન લાડું બનાવવા હોય એ સાઇઝ ન લાડું બનાવી લ્યો અને તૈયાર લાડું પર પિસ્તા ની કતરણ લગાવી દ્યો. આમ બધા લાડુ તૈયાર કરી લ્યો અને તૈયાર લાડું ને ઠંડા થાય ત્યાં સુંધી થાળી માં મૂકો ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો.તો તૈયાર છે ચોખા ના લાડુ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચોખા ના લાડુ બનાવવાની રેસીપી

Chokha na ladoo banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 ગરણી
- 1 તપેલી
Ingredients
- 1 કપ બાસમતી ચોખા
- 3-4 ઘી
- 15- 20 બદામ
- 20- 25 કાજુ
- 1 કપ મિલ્ક પાઉડર
- 1 કપ ફુલ ક્રીમ દૂધ
- 1 કપ પાણી
- 1 કપ છીણેલો ગોળ
Instructions
Chokha na ladoo banavani recipe
- ચોખા ના લાડુ બનાવવા સૌથી પહેલા બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચોખાનું પાણી નીતરી સાફ કોરા કપડામાં પર ફેલાવી બે ચાર કલાક સૂકવી લ્યો. ચોખા સુકાય ત્યાં સુંધી એક કડાઈમાં મિલ્ક પાઉડર, ફૂલ ક્રીમ દૂધ અને બે ચમચી ઘી નાખી બરોબર ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો. હવે ગેસ ચાલુ કરી પહેલા ફુલ તાપે હલાવતા રહી ઉકાળી લ્યો અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી હલાવતા રહી કડાઈ મૂકે ત્યાં સુંધી હલાવતા રહી માવો તૈયાર કરી લ્યો. તૈયાર માવો એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં બે ચાર ચમચી ઘી નાખી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં સુકાયેલા ચોખા નાખી મીડીયમ તાપે હલાવતા રહી ચોખા ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો. ચોખા શેકાઈ જાય એટલે ઝારા કે ચમચા ની મદદ થી બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો. ચોખા ઠંડા થાય ત્યાં સુંધી કડાઈમાં બચેલા ઘી માં કાજુ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને એને પણ ચોખા સાથે કાઢી ઠંડા થવા દ્યો. ત્યાર બાદ બદામ શેકી એને પણ ચોખા સાથે કાઢી લ્યો.
- બધી સામગ્રી ઠંડી થાય ત્યાં સુંધી ગેસ પર એક તપેલી માં પાણી અને ગોળ નાખી ગેસ ચાલુ કરી ગોળ ને પાણીમાં ઉકાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ગોળ ન પાણી ને ગરણી વડે ગાળી લઈ કડાઈમાં નાખો. હવે ચોખા ને કાજુ બદામ ઠંડા થઈ જાયએટલે મિક્સર જાર માં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પીસેલા ચોખા ના પાઉડર ને ગોળ ન પાણીમાં નાખો અને ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો.
- ગોળ અને ચોખા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુંધી ચડાવો. જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે એમ તૈયાર કરેલ.માવો મસળી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ઘટ્ટ થઈ કડાઈ મૂકે ત્યાં સુંધી ચડાવો અને જેવું મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી નવશેકું ઠંડુ કરવા મૂકો.
- મિશ્રણ નવશેકું ઠંડુ થાય એટલે એમાંથી જે સાઇઝ ન લાડું બનાવવા હોય એ સાઇઝ ન લાડું બનાવી લ્યો અને તૈયાર લાડું પર પિસ્તા ની કતરણ લગાવી દ્યો. આમ બધા લાડુ તૈયાર કરી લ્યો અને તૈયાર લાડું ને ઠંડા થાય ત્યાં સુંધી થાળી માં મૂકો ત્યાર બાદ ડબ્બા માં ભરી મજા લ્યો.તો તૈયાર છે ચોખા ના લાડુ.
Notes
- શેકેલ ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ન નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Apple sago kheer banavani rit | એપલ સાગો ખીર બનાવવાની રીત
Ghau na lot ni jalebi | ઘઉં ના લોટની જલેબી ની રેસીપી
Beet no soup recipe | બીટ નો સૂપ બનાવવાની રેસીપી
dragon fruit smoothi banavani rit | ડ્રેગન ફ્રૂટ સ્મુથી
Ghau na lot ni Chocolate Brownie banavani rit | ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની
