HomeLunch & DinnerAloo stuffed bati banavani rit | આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત

Aloo stuffed bati banavani rit | આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત

અત્યાર સુંધી આપણે ઘણા ફ્લેવર્સ વાળી અને ઘણા પ્રકારના લોટ માંથી બનાવેલ બાટી બનાવી હસે અને મજા પણ લીધી હસે પણ આજ આપણે સ્ટફિંગ સાથે બનાવેલી બાટી બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી Aloo stuffed bati – આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત શીખીએ.

બાટી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઝીણી સોજી 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • આખા ધાણા અધ કચરા પીસેલા 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બેકિંગ સોડા 2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી / તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા વટાણા ½ કપ
  • બાફેલા બટાકા 4-5
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

Aloo stuffed bati banavani rit

આલું સ્ટફ્ડ બાટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે એમાં ઝીણી સોજી,  બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, સફેદ તલ, અધ કચરા પીસેલા આખા ધાણા, અજમો , વરિયાળી , બેકિંગ સોડા , લીલા ધાણા સુધારેલા અને બે ચમચી ઘી / તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો અને ઢાંકી ને અધ બાજુ મૂકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ , ઝીણા સમારેલા લીલાં મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે શેકી લ્યો અને ને ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં બાફી ને મેસ કરેલ બટાકા નાખો.

ત્યાર બાદ એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લઈ ઠંડુ કરી લ્યો. અને મિશ્રણ ઠંડુ થાય એટલે જે સાઇઝ ની બાટી બનાવવા ની હોય એ સાઇઝ ની ગોલી બનાવી લ્યો.

હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાંથી સ્ટફિંગ ગોળીથી થોડા મોટા લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી વાટકા જેવો આકાર આપો અને ત્યાર બાદ તૈયાર સ્ટફિંગ ગોલી એમાં મૂકી બધી બાજુ થી ગોળ ગોળ ફેરવી બરોબર પેક કરી લ્યો. આમ બધા લુવા અને સ્ટફિંગ માંથી બાટી બનાવી લ્યો.

હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો અને ત્યાર બાદ એના પર સ્ટેન્ડ અથવા તવી થી થોડી ઉપર રહે એમ જારી મૂકો અને તૈયાર બાટી ને એના પર મૂકી તપેલી થી ઢાંકી ને ચાર મિનિટ ફૂલ તાપે ચડાવી લીધા બાદ ધીમા તાપે બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ તપેલી ઉપાડી બાટી ને ઉથલાવી નાખી તપેલી ઢાંકી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ થોડી થોડી વારે બાટી ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. અને તૈયાર બાટી ઉતારી બીજી બાટી ને શેકવા મૂકો. આમ બધી બાટી શેકી ને તૈયાર કરો અને શેકી ને તૈયાર થયેલ બાટી ને હથેળી થી થોડી દબાવી ઘી માં બોળી મજા લ્યો. તો તૈયાર છે આલું સ્ટફ્ડ બાટી.

Bati recipe notes

  • આ બાટી ને તમે ઓવેન માં પણ શેકી શકો, એર ફાયર અથવા અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
  • બાટી ને હમેશાં ઘી થી બનાવવાની ખૂબ સ્વાદિષ્ટ લાગે છે પણ જો તમને ઘી પસંદ ના હોય તો તેલ થી પણ બનાવી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત

Aloo stuffed bati - આલું સ્ટફ્ડ બાટી

Aloo stuffed bati banavani rit

અત્યાર સુંધી આપણે ઘણા ફ્લેવર્સ વાળી અને ઘણા પ્રકારનાલોટ માંથી બનાવેલ બાટી બનાવી હસે અને મજા પણ લીધી હસે પણ આજ આપણે સ્ટફિંગ સાથે બનાવેલીબાટી બનાવતા શીખીશું. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો એક વખત ચોક્કસ બનાવી શકાય એવી Aloo stuffed bati – આલું સ્ટફ્ડ બાટી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 સ્ટેન્ડ
  • 1 તવી
  • 1 કડાઈ

Ingredients

બાટી નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી ઝીણી સોજી
  • 2 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી આખા ધાણા અધ કચરા પીસેલા
  • 1 ચમચી વરિયાળી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચપટી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ કપ લીલા વટાણા
  • 4-5 બાફેલા બટાકા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

Aloo stuffed bati banavani rit

  • આલું સ્ટફ્ડ બાટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને નાખો સાથે એમાં ઝીણી સોજી, બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, સફેદ તલ, અધ કચરા પીસેલા આખા ધાણા, અજમો , વરિયાળી , બેકિંગ સોડા , લીલા ધાણા સુધારેલા અને બે ચમચી ઘી / તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો અને ઢાંકી ને અધ બાજુ મૂકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ , ઝીણા સમારેલા લીલાં મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે શેકી લ્યો અને ને ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં બાફી ને મેસ કરેલ બટાકા નાખો.
  • ત્યાર બાદ એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લઈ ઠંડુ કરી લ્યો. અને મિશ્રણ ઠંડુ થાય એટલે જે સાઇઝ ની બાટી બનાવવા ની હોય એ સાઇઝ ની ગોલી બનાવી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને એમાંથી સ્ટફિંગ ગોળીથી થોડા મોટા લુવા બનાવી લ્યો. હવે એક લુવો લઈ એને હથેળી વચ્ચે ફેલાવી વાટકા જેવો આકાર આપો અને ત્યાર બાદ તૈયાર સ્ટફિંગ ગોલી એમાં મૂકી બધી બાજુ થી ગોળ ગોળ ફેરવી બરોબર પેક કરી લ્યો. આમ બધા લુવા અને સ્ટફિંગ માંથી બાટી બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો અને ત્યાર બાદ એના પર સ્ટેન્ડ અથવા તવી થી થોડી ઉપર રહે એમ જારી મૂકો અને તૈયાર બાટી ને એના પર મૂકી તપેલી થી ઢાંકી ને ચાર મિનિટ ફૂલ તાપે ચડાવી લીધા બાદ ધીમા તાપે બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • ત્યાર બાદ તપેલી ઉપાડી બાટી ને ઉથલાવી નાખી તપેલી ઢાંકી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ થોડી થોડી વારે બાટી ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો. અને તૈયાર બાટી ઉતારી બીજી બાટી ને શેકવા મૂકો. આમ બધી બાટી શેકી ને તૈયાર કરો અને શેકી ને તૈયાર થયેલ બાટી ને હથેળી થી થોડી દબાવી ઘી માં બોળી મજા લ્યો. તો તૈયાર છે આલું સ્ટફ્ડ બાટી.

Bati recipe notes

  • આ બાટી ને તમે ઓવેન માં પણ શેકી શકો, એર ફાયર અથવા અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
  • બાટી ને હમેશાં ઘી થી બનાવવાની ખૂબ સ્વાદિષ્ટ લાગે છે પણ જો તમને ઘી પસંદ ના હોય તો તેલ થી પણ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular