આ એક નોર્થ ઇન્ડીયન શાક છે જેને રોટલી, પરોઠા કે નાન કુલચા સાથે સર્વ કરી શકો છો. જેમને બટાકા ખૂબ પસંદ છે એમને આ શાક ચોક્કસ પસંદ આવશે. આ શાક ખૂબ સરળ રીતે અને ખૂબ સ્વાદિષ્ટ બની ને તૈયાર થાય છે તો ચાલો Aloo Bhuna Masala – આલુ ભુના મસાલા બનાવવાની રીત શીખીએ.
Ingredient list
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ, લસણ અને મરચા ની પેસ્ટ 2-3 ચમચી
- ડુંગળી ઝીણી સુધારેલ 3
- ટમેટા પ્યુરી 1 કપ
- માખણ 2-3 ચમચી
- કેપ્સીકમ લાંબા સુધારેલ 1
- બાફેલા બટાકા 3-4
- ડુંગળી 1 લાંબી સુધારેલ
- મીઠા લીમડા ના પાન 8-10
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
દહીં નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- દહીં 5-6 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Aloo Bhuna Masala banavani rit
આલુ ભુના મસાલા બનાવવા સૌપ્રથમ એક વાટકા માં દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, કસૂરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, ઝીણી સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટમેટા પ્યુરી શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે ગેસ ધીમો કરી એમાં દહી વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો.અને દહી બરોબર ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં માખણ ગરમ કરી લ્યો અને માખણ થોડું પીગળે એટલે એમાં લાંબી સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થવા લાગે એટલે એમાં કેપ્સીકમ સુધારેલ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો.
ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના મિડીયમ સાઇઝ ના કટકા કરી નાખો અને બધી સામગ્રી ને મિડીયમ ફૂલ તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી શેકેલ સામગ્રી ને પહેલા તૈયાર કરેલ ગ્રેવી માં નાખો અને બરોબર મિક્સ કરી ફરીથી ગેસ ચાલુ કરી શેકી લ્યો.
બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં પા કપ પાણી નાખી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિકસ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા અથવા નાન સાથે સર્વ કરો આલુ ભુના મસાલા.
Shaak recipe notes
- તમે એક સાથે બે ચૂલા પર એક માં ગ્રેવી ને બીજા માં શાક ને શેકી ને આ શાક ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
આલુ ભુના મસાલા બનાવવાની રીત

Aloo Bhuna Masala banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredient list
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરુંv
- 2-3 ચમચી આદુ , લસણ અને મરચા ની પેસ્ટ
- 3 ડુંગળી ઝીણી સુધારેલ
- 1 કપ ટમેટા પ્યુરી
- 2-3 ચમચી માખણ
- 1 1 કેપ્સીકમ લાંબા સુધારેલ
- 3-4 બાફેલા બટાકા
- 1 ડુંગળી લાંબી સુધારેલ
- 8-10 મીઠા લીમડા ના પાન
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
દહીં નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 5-6 ચમચી દહીં
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- 2-3 ચમચી ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
- 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી
- ¼ ચમચી મરી પાઉડર ¼ ચમચી
- 1 ચમચી કસૂરી મેથી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Aloo Bhuna Masala banavani rit
- આલુ ભુના મસાલા બનાવવા સૌપ્રથમ એક વાટકા માં દહીં લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર, કસૂરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, ઝીણી સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.અને ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટમેટા પ્યુરી શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે ગેસ ધીમો કરી એમાં દહી વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો.અને દહી બરોબર ચડી જાય અને તેલ અલગ થાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો અને તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં માખણ ગરમ કરી લ્યો અને માખણ થોડું પીગળે એટલે એમાં લાંબી સુધારેલ ડુંગળી નાખી શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થવા લાગે એટલે એમાં કેપ્સીકમ સુધારેલ નાખો અને એને પણ બે મિનિટ શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ના મિડીયમ સાઇઝ ના કટકા કરી નાખો અને બધી સામગ્રી ને મિડીયમ ફૂલ તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી શેકેલ સામગ્રી ને પહેલા તૈયાર કરેલ ગ્રેવી માં નાખો અને બરોબર મિક્સ કરી ફરીથી ગેસ ચાલુ કરી શેકી લ્યો.
- બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં પા કપ પાણી નાખી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો. પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિકસ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા અથવા નાન સાથે સર્વ કરો આલુ ભુના મસાલા.
Notes
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau ni rotli no veg wrap banavani rit | ઘઉંની રોટલી નો વેજ વ્રેપ
lila marcha nu athanu gujarati ma | લીલા મરચા નું અથાણું બનાવવાની રીત
