મિત્રો આજે આપણે Apple sago kheer – એપલ સાગો ખીર બનાવવાની રીત શીખીશું. હાલ બધા નવરાત્રિ ના વ્રત ઉપવાસ કરતા હસે ત્યારે ઘણા લોકો એકટાણું કરતા હસે તો ઘણા લોકો માત્ર ફરાળ કરી ને માતા ની આરાધના કરતા હોય છે. જે લોકો ફરાળ કરી માતાજીના નોરતા કરતા હોય એમના માટે આજ આપણે ભૂખ પણ સંતોષાય અને મન પણ ભરાય એવી વાનગી બનાવતા શીખીશું.
INGREDIENTS
- લાલ સફરજન 2- 3
- સાબુદાણા 1 કપ
- ફૂલ ક્રીમ દૂધ 3 કપ
- ઘી 2- 3 ચમચી
- ખાંડ ¼ કપ
- ફ્રેશ ક્રીમ ½ કપ
- કાજુ ની કતરણ 2- 3 ચમચી
- બદામ 1- 2 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- કેસર ના તાંતણા 12-15
Apple sago kheer banavani rit
એપલ સાગો ખીર બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને એક બે પાણીથી ધોઈ સાબુદાણા ડૂબે એમાંથી થોડું ઉપર રહે એટલું પાણી નાખી એક થી બે કલાક માટે પલાળી લ્યો. બધા જ ડ્રાય ફ્રૂટ ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો. બે કલાક પછી સફરજન ને છોલી સાફ કરી બીજ અલગ કરી લ્યો અને છીણી વડે છીણી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ગરમ કરી ને ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો. સાબુદાણા ચડે ત્યાં સુંધી બીજી કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા એપલ નાખો અને સાથે એક ચમચી ખાંડ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
સાબુદાણા પારદર્શક બની જાય એટલે એમાં ખાંડ અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખીર બરોબર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ એપલ નાખી મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો. વઘરીયા માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી લ્યો ગરમ ઘી મા ડ્રાય ફ્રૂટ ની કતરણ નાખી લાઈટ ગોલ્ડન શેકી લઈ શેકેલ ડ્રાય ફ્રૂટ ને ખીરમાં નાખી મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે એપલ સાગો ખીર.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
એપલ સાગો ખીર બનાવવાની રીત

Apple sago kheer banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 2- 3 લાલ સફરજન
- 1 કપ સાબુદાણા
- 3 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2- 3 ચમચી ઘી
- ¼ કપ ખાંડ
- ½ કપ ફ્રેશ ક્રીમ
- 2- 3 ચમચી કાજુ ની કતરણ
- 1-2 ચમચી બદામ
- ½ ચમચી એલચી પાઉડર
- 12-15 કેસર ના તાંતણા
Instructions
Apple sago kheer banavani rit
- એપલ સાગો ખીર બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને એક બે પાણીથી ધોઈ સાબુદાણા ડૂબે એમાંથી થોડું ઉપર રહે એટલું પાણી નાખી એક થી બે કલાક માટે પલાળી લ્યો. બધા જ ડ્રાય ફ્રૂટ ને ઝીણા ઝીણા કટકા કરી લ્યો. બે કલાક પછી સફરજન ને છોલી સાફ કરી બીજ અલગ કરી લ્યો અને છીણી વડે છીણી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ગરમ કરી ને ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા સાબુદાણા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો. સાબુદાણા ચડે ત્યાં સુંધી બીજી કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા એપલ નાખો અને સાથે એક ચમચી ખાંડ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
- સાબુદાણા પારદર્શક બની જાય એટલે એમાં ખાંડ અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખીર બરોબર ચડી જાય એટલે એમાં શેકી રાખેલ એપલ નાખી મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો. વઘરીયા માં બે ત્રણ ચમચી ઘી ગરમ કરી લ્યો ગરમ ઘી મા ડ્રાય ફ્રૂટ ની કતરણ નાખી લાઈટ ગોલ્ડન શેકી લઈ શેકેલ ડ્રાય ફ્રૂટ ને ખીરમાં નાખી મિક્સ કરી લ્યો.
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે છેલ્લે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે એપલ સાગો ખીર.
Notes
- મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sev ni biranj ni rit | સેવ ની બીરંજ ની રીત
Safed tal nu kachariyu banavani rit | સફેદ તલ નું કચરિયું
pumpkin carrot soup recipe | પિમ્પકીન કેરેટ સૂપ
Shahi shikanji banavani rit | શાહી શિકંજી
Ghau na lot ni Chocolate Brownie | ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની