આજ આપણે શિયાળા માં અત્યારે બજાર માં અલગ અલગ વસાણા થી બનેલા કચરિયું ઘણી જગ્યા એ જોવા મળે છે અને કચરિયું ખાવા ના ઘણા ફાયદા પણ હોય છે તો આજ આપણે ઘરે મિક્સર જાર માં Safed tal nu kachariyu banavani rit – સફેદ તલ નું કચરિયું બનાવવાની રીત શીખીએ.
kachariyu ingredients
- સફેદ તલ 100 ગ્રામ
- બદામ 10-12
- ખજૂર 80 ગ્રામ
- છીણેલો ગોળ 80 ગ્રામ
- નારિયળ નું છીણ ¼ કપ
- સૂંઠ પાઉડર 1 ચમચી
- ગંઠોડા પાઉડર 1 ચમચી
- તલ નું તેલ 4-5 ચમચી
- ખસખસ 1 ચમચી
- બદામ ની કતરણ 2 ચમચી
- કાજુની કતરણ 2 ચમચી
Safed tal nu kachariyu banavani rit
સફેદ તલ નું કચરિયું બનાવવા સૌપ્રથમ સફેદ તલ ને સાફ કરી લ્યો અથવા અને એક બે પાણીથી ધોઈ સાફ કરી કપડા માં સૂકવી કોરા કરી નાખો. ગોળ ને ઝીણો ઝીણો સુધારી લ્યો અને ખજૂર ના ઠરિયા કાઢી સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો. અને બદામ કાજુની કતરણ પણ તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જાર માં સાફ કરી સૂકવી લીધેલા સફેદ તલ અને દસ બાર બદામ ના કટકા નાખી પ્લસ મોડ માં ફેરવી ને ક્રશ કરી લ્યો. હવે એમાં છીણેલો ગોળ નાખો અને એને પણ તલ સાથે પ્લસ મોડમાં એક બે વખત ફેરવી લેવો. હવે ઝીણી સુધારેલી ખજૂર નાખો અને એને પણ પીસી બરોબર મિક્સ કરી નાખો.
હવે સૂકા નારિયળ નું છીણ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, ખસખસ અને તલ નું તેલ નાખી પીસી લ્યો અને ટાયર બાદ એક વાસણમાં કાઢી લ્યો. હવે ઉપર કાજુ બદામ ની કતરણ છાંટી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સફેદ તલ નું કચરિયું.
Kachariyu recipe notes
- અહી તમને તલ નું તેલ પસંદ હોય તો થોડું વધુ પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
સફેદ તલ નું કચરિયું બનાવવાની રીત

Safed tal nu kachariyu banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
kachariyu ingredients
- 100 ગ્રામ સફેદ તલ
- 10-12 બદામ
- 80 ગ્રામ ખજૂર
- 80 ગ્રામ છીણેલો ગોળ
- ¼ કપ નારિયળ નું છીણ
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી ગંઠોડા પાઉડર
- 4-5 ચમચી તલ નું તેલ
- 1 ચમચી ખસખસ
- 2 ચમચી બદામ ની કતરણ
- 2 ચમચી કાજુની કતરણ
Instructions
Safed tal nu kachariyu banavani rit
- સફેદ તલ નું કચરિયું બનાવવા સૌપ્રથમ સફેદ તલ ને સાફ કરી લ્યોઅથવા અને એક બે પાણીથી ધોઈ સાફ કરી કપડા માં સૂકવી કોરા કરી નાખો. ગોળ ને ઝીણો ઝીણો સુધારી લ્યો અને ખજૂર ના ઠરિયાકાઢી સાવ ઝીણો ઝીણો સુધારી લ્યો. અને બદામ કાજુની કતરણ પણ તૈયારકરી લ્યો.
- હવે મિક્સર જાર માં સાફ કરી સૂકવી લીધેલા સફેદ તલ અને દસબાર બદામ ના કટકા નાખી પ્લસ મોડ માં ફેરવી ને ક્રશ કરી લ્યો. હવે એમાં છીણેલો ગોળ નાખો અને એને પણ તલ સાથે પ્લસ મોડમાંએક બે વખત ફેરવી લેવો. હવે ઝીણી સુધારેલી ખજૂર નાખોઅને એને પણ પીસી બરોબર મિક્સ કરી નાખો.
- હવે સૂકા નારિયળ નું છીણ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર, ખસખસ અને તલ નું તેલ નાખી પીસી લ્યો અને ટાયર બાદ એક વાસણમાં કાઢી લ્યો. હવે ઉપર કાજુ બદામ ની કતરણ છાંટી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે સફેદ તલ નું કચરિયું.
Kachariyu recipe notes
- અહી તમને તલ નું તેલ પસંદ હોય તો થોડું વધુ પણ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Amla candy banavani rit | આમળા કેન્ડી બનાવવાની રીત
Beet no soup recipe | બીટ નો સૂપ બનાવવાની રેસીપી
Amrut Pak recipe | અમૂર્ત પાક રેસીપી
મકાઈ ના ભૂટા નો હલવો બનાવવાની રીત | Makai na bhuta no halvo banavani rit