Home Dessert & Drinks Sev ni biranj ni rit | સેવ ની બીરંજ ની રીત

Sev ni biranj ni rit | સેવ ની બીરંજ ની રીત

0
Image credit – Youtube/ Viraj Naik Recipes

ઘણા લોકો આને મીઠી સેવ અથવા ઘઉંની મીઠી સેવ પણ કહેતા હોય છે. ઘઉંની સેવ ને પાટિયાણીની સેવ પણ કહે છે. આ મીઠી સેવ આપણે બજાર માં મળતી પાતળી સેવ માંથી નહીં પણ ઘરે બનાવેલ ઘઉં ની થોડી જાડી સેવ માંથી બનાવશું. જે એક દમ ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે ખીલી ખીલી બની ને તૈયાર થશે. તો ચાલો Sev ni biranj – સેવ ની બીરંજ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઘઉંની જાડી સેવ 250 ગ્રામ / 3 ¼ કપ
  • ખાંડ 250 ગ્રામ
  • ઘી 4- 5 ચમચી
  • કાજુ ની કતરણ 3- 4 ચમચી
  • બદામ ની કતરણ 3- 4 ચમચી
  • પિસ્તા ની કતરણ 2- 3 ચમચી
  • કીસમીસ 2- 3 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • જાયફળ પાઉડર ⅛ ચમચી
  • ખસખસ 1- 2 ચમચી
  • ગરમ પાણી 1 લિટર

Sev ni biranj ni rit

સેવ ની બીરંજ બનાવવા સૌપ્રથમ આપણે ઘઉંની જાડી સેવ ને હાથ થી તોડી નાના કટકા કરી લેશું. હવે ગેસ પર તપેલી માં પાણી ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજા ગેસ પર કડાઈમાં ચાર ચમચી ઘી નાખો અને એમાં તોડી રાખેલ સેવ નાખી ધીમા તાપે દસ થી બાર મિનિટ હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે સુંધી શેકતા રહો.

સેવ બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડું થોડું કરી ગરમ પાણી નાખતા જાઓ. ( ગરમ પાણી માંથી એક કપ જેટલું પાણી અલગ કરી રાખો પાછળ થી જરૂર લાગશે તો નાખવું. કેમકે દરેક ઘઉં ને ચડવા માટે પાણી ની માત્રા વધુ ઓછી જોઈતી હોય છે ) પાણી નાખી ધોધ બાદ બરોબર હલાવી લીધા બાદ ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.

દસ પંદર મિનિટ માં બરોબર સેવ ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને ખાંડ મિક્સ થઈ જાય એટલે ગેસ ને મીડીયમ તાપ કરી થોડી થોડી વારે હલાવતા રહી ચડાવી લ્યો. પહેલા ખાંડ ઓગળશે એટલે એમાંથી પાણી અલગ થશે ત્યાર બાદ ખાંડ નું પાણી બરી જશે.

ખાંડ નું પાણી બરી જાય ત્યાં સુંધી વઘારિયા માં બે ચમચી ઘી ગરમ કરી ગેસ ધીમો કરી એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ નાખી એને પણ ઘી માં શેકી લ્યો. ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે ખાંડ નું પાણી બરી જાય એટલે ફરી ગેસ ધીમો કરી એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રૂટ અને એકાદ ચમચી ખસખસ નાખો અને ગેસ બંધ કરી ઢાંક ને દસ મિનિટ રહેવા દયો. દસ મિનિટ પછી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને ખસખસ છાંટી મજા લ્યો. તો તૈયાર છે સેવ ની બીરજ.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

સેવ ની બીરંજ ની રીત

Sev ni biranj - સેવ ની બીરંજ

Sev ni biranj ni rit

ઘણા લોકો આને મીઠી સેવ અથવા ઘઉંની મીઠી સેવ પણ કહેતા હોયછે. ઘઉંની સેવ ને પાટિયાણીની સેવ પણકહે છે. આ મીઠી સેવ આપણે બજાર માં મળતી પાતળીસેવ માંથી નહીં પણ ઘરે બનાવેલ ઘઉં ની થોડી જાડી સેવ માંથી બનાવશું. જે એક દમ ટેસ્ટીઅને પરફેક્ટ માપ સાથે ખીલી ખીલી બની ને તૈયાર થશે. તો ચાલો Sev ni biranj – સેવ ની બીરંજ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

  • 250 ગ્રામ ઘઉંની જાડી સેવ / 3 ¼ કપ
  • 250 ગ્રામ ખાંડ
  • 4- 5 ચમચી ઘી
  • 3- 4 ચમચી કાજુ ની કતરણ
  • 3- 4 ચમચી બદામ ની કતરણ
  • 2- 3 ચમચી પિસ્તા ની કતરણ
  • 2- 3 ચમચી કીસમીસ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ પાઉડર
  • 1-2 ચમચી ખસખસ
  • 1 લિટર ગરમ પાણી

Instructions

  • સેવ ની બીરંજ બનાવવા સૌપ્રથમ આપણે ઘઉંની જાડી સેવ ને હાથ થી તોડી નાના કટકા કરી લેશું. હવે ગેસ પર તપેલી માં પાણી ગરમ કરવા મૂકીશું. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં બીજા ગેસ પર કડાઈમાં ચાર ચમચી ઘી નાખો અને એમાં તોડી રાખેલ સેવ નાખી ધીમા તાપે દસ થી બાર મિનિટ હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે સુંધી શેકતા રહો.
  • સેવ બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડું થોડું કરી ગરમ પાણી નાખતા જાઓ. ( ગરમ પાણી માંથી એક કપ જેટલું પાણી અલગ કરી રાખો પાછળ થી જરૂર લાગશે તો નાખવું. કેમકે દરેક ઘઉં ને ચડવા માટે પાણી ની માત્રા વધુ ઓછી જોઈતી હોય છે ) પાણી નાખી ધોધ બાદ બરોબર હલાવી લીધા બાદ ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.
  • દસ પંદર મિનિટ માં બરોબર સેવ ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો. અને ખાંડ મિક્સ થઈ જાય એટલે ગેસ ને મીડીયમ તાપ કરી થોડી થોડી વારે હલાવતા રહી ચડાવી લ્યો. પહેલા ખાંડ ઓગળશે એટલે એમાંથી પાણી અલગ થશે ત્યાર બાદ ખાંડ નું પાણી બરી જશે.
  • ખાંડ નું પાણી બરી જાય ત્યાં સુંધી વઘારિયા માં બે ચમચી ઘી ગરમ કરી ગેસ ધીમો કરી એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ નાખી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ નાખી એને પણ ઘી માં શેકી લ્યો. ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે ખાંડ નું પાણી બરી જાય એટલે ફરી ગેસ ધીમો કરી એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રૂટ અને એકાદ ચમચી ખસખસ નાખો અને ગેસ બંધ કરી ઢાંક ને દસ મિનિટ રહેવા દયો. દસ મિનિટ પછી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને ખસખસ છાંટી મજા લ્યો. તો તૈયાર છે સેવ ની બીરજ.

Notes

  • ખાંડ ની માત્રા તમને પસંદ હોય એ મુજબ વધુ ઓછી કરી નાખવી.
  • પાણી ની માત્રા પણ વધુ ઓછી થઈ શકે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version