જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રોટલી કરતા બચી ગયેલ ગૂંથેલા લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત શીખીશું, Please subscribe Rekha Panwar’s Kitchen YouTube channel If you like the recipe , જો તમે સમોસા કે કચોરી ખાવાના શોખીન હોવ તો એકવાર આ નાસ્તો જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બનાવવું પણ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત – Bachela ghau na lot no khasta nasto banavani rit બનાવતા શીખીએ.
બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટેટા 3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- તેલ 2 ચમચી
- હિંગ 1 ચપટી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- આખા ધાણા ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- આમચૂર પાવડર ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- ચીઝ સ્લાઈસ 2
- ગૂંથેલા લોટ
બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત
બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં બાફેલા બટેટા લ્યો. હવે તેને મેસર ની મદદ થી મેસ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, જીરું, વરિયાળી અને આખા ધાણા નાખો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને હળદર નાખો. હવે આ વઘાર ને બટેટા ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે ચીઝ ની સ્લાઈસ ના નાના નાના ટુકડા કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
ત્યારબાદ ગૂંથેલો લોટ લ્યો. હવે તેને હાથ માં તેલ લગાવી ને એકવાર ફરી થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લોઈ લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી ને રોટલી વણી લ્યો.
હવે રોટલી ઉપર ઘી ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેની ઉપર કોરો લોટ લગાવી લ્યો. હવે રોટલી ને સામ સામે ફોલ્ડ કરો. હવે ફરી થી તેની ઉપર ઘી લગાવી તેના ઉપર કોરો લોટ લગાવી લ્યો.
ત્યારબાદ ફરી થી તેને ફોલ્ડ કરી લ્યો. એટલે એક પટી બની ને તૈયાર થઈ જાસે. હવે તે પટી ને ફરી થી વણી લ્યો. હવે તેની ઉપર ફરી થી ઘી લગાવો. હવે ફરી થી તેની ઉપર કોરો લોટ લગાવો. હવે તેની એક સાઇડ થી ધીમે ધીમે રોલ કરતા જાવ. હવે તે રોલ ને વચ્ચે થી ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો. હવે તેમાંથી એક ભાગ ને લ્યો. અને તેને પ્રેસ કરો. એટલે ફરીથી એક લોઇ બની ને તૈયાર થઈ જાસે.
હવે તે લોઇ ની એક પૂરી બનાવી લ્યો. હવે તેની ઉપર બે ચમચી જેટલું બટેટા નું મિશ્રણ નાખો. હવે પૂરી ની કિનારી પર પાણી લગાવી લ્યો. ત્યાર બાદ તેની પ્લેટ વારી ને કચોરી ની જેમ પેક કરી લ્યો. આવી રીતે બધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલ કચોરી નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણો બચી ગયેલ ગૂંથેલા લોટ નો ખસ્તા નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ બચી ગયેલ ગૂંથેલા લોટ નો ખસ્તા નાસ્તો ખાવાનો આનંદ માણો.
Bachela ghau na lot no khasta nasto recipe in gujarati notes
- સ્ટફિંગ માં તમે ચીઝ ની જગ્યાએ પનીર નો ઉપયોગ કરી શકો છો.
- બટેટા ની જગ્યાએ તમે મગ ની દાળ નું પણ સ્ટફિંગ બનાવી શકો છો.
- ફ્રેશ ગૂંથેલા લોટ નો પણ તમે ઉપયોગ કરી શકો છો.
Bachela ghau na lot no khasta nasto banavani rit | Recipe video
Youtube પર Rekha Panwar’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Bachela ghau na lot no khasta nasto recipe in gujarati
બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત | Bachela ghau na lot no khasta nasto banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી
- 3 બાફેલા બટેટા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી તેલ
- 1 ચપટી હિંગ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી આખા ધાણા
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી ધાણા પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- ¼ ચમચી આમચૂર પાવડર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 2 ચીઝ સ્લાઈસ
- ગૂંથેલા લોટ
Instructions
બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત | Bachela ghau na lot no khasta nasto banavani rit
- બચી ગયેલ ગૂંથેલા લોટ નો નાસ્તો બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં બાફેલા બટેટા લ્યો. હવે તેને મેસર ની મદદ થી મેસકરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ,રાઈ, જીરું, વરિયાળી અને આખા ધાણા નાખો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને હળદર નાખો. હવે આ વઘાર ને બટેટા ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે ચીઝ ની સ્લાઈસ ના નાના નાના ટુકડા કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
- ત્યારબાદ ગૂંથેલો લોટ લ્યો. હવે તેને હાથ માં તેલ લગાવીને એકવાર ફરી થી ગુંથી લ્યો. હવે તેમાં થી એક લોઈ લ્યો.હવે તેમાં કોરો લોટ લગાવી ને રોટલી વણી લ્યો.
- હવે રોટલી ઉપર ઘી ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેની ઉપર કોરો લોટ લગાવી લ્યો.હવે રોટલી ને સામ સામે ફોલ્ડ કરો. હવે ફરી થી તેનીઉપર ઘી લગાવી તેના ઉપર કોરો લોટ લગાવી લ્યો.
- હવે ફરી થી તેને ફોલ્ડ કરી લ્યો. એટલે એક પટી બની ને તૈયાર થઈ જાસે. હવે તે પટી ને ફરીથી વણી લ્યો. હવે તેની ઉપર ફરી થી ઘી લગાવો. હવે ફરી થી તેની ઉપર કોરો લોટ લગાવો. હવે તેની એક સાઇડથી ધીમે ધીમે રોલ કરતા જાવ. હવે તે રોલ ને વચ્ચે થી ચાકુ ની મદદથી કટ લગાવી લ્યો. હવે તેમાંથી એક ભાગ ને લ્યો. અને તેને પ્રેસ કરો. એટલે ફરીથી એક લોઇ બની ને તૈયાર થઈ જાસે.
- હવે તે લોઇ ની એક પૂરી બનાવી લ્યો. હવે તેની ઉપર બે ચમચી જેટલું બટેટા નું મિશ્રણ નાખો. હવે પૂરીની કિનારી પર પાણી લગાવી લ્યો. ત્યાર બાદ તેની પ્લેટ વારી નેકચોરી ની જેમ પેક કરી લ્યો. આવી રીતે બધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાંબનાવી ને રાખેલ કચોરી નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- તૈયાર છે આપણો બચી ગયેલ ગૂંથેલા લોટનો ખસ્તા નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ બચી ગયેલ ગૂંથેલા લોટ નો ખસ્તા નાસ્તો ખાવાનો આનંદ માણો.
Bachela ghau na lot no khasta nasto recipe in gujarati notes
- સ્ટફિંગમાં તમે ચીઝ ની જગ્યાએ પનીર નો ઉપયોગ કરી શકો છો.
- બટેટાની જગ્યાએ તમે મગ ની દાળ નું પણ સ્ટફિંગ બનાવી શકો છો.
- ફ્રેશ ગૂંથેલા લોટ નો પણ તમે ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit | bread pakora recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati