જય શ્રી કૃષ્ણ આજ આપણે ભાખરી પીઝા બનાવવાની રીત – bhakhri pizza banavani rit શીખીશું. આ પીઝા ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ સારા હોય છે, Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , સામન્ય રીતે પીઝા નો બેઝ હમેશા મેંદા ના લોટ નો હોય છે અને મેંદો શરીર માં ઝડપથી પચતો નથી એટલે આપણે પોતે અને બાળકો ને વધારે ખાવા દેતા નથી પણ આજ આપણે જે પીઝા બનાવશું એનો બેઝ ઘઉંના કરકરા લોટ માંથી બનશે જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ હસે તો ચાલો bhakhri pizza recipe – bhakri pizza recipe in gujarati શીખીએ.
ભાખરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો કરકરો લોટ ½ કપ
- ઘઉં નો લોટ ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી
- ટમેટા સોસ ¼ કપ
- ઝીણું સમારેલું લસણ ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
પીઝા ની ટોપીંગ બનાવવા માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- કેપ્સીકમ સુધારેલ ¼
- મોજરેલા ચીઝ જરૂર મુજબ
- પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
- ઓલિવ કટકા જરૂર મુજબ
- બાફેલી મકાઈ ના દાણા જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઓરેગાનો જરૂર મુજબ
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza recipe
ભાખરી પીઝા બનાવવા સૌપ્રથમ આપણે ભાખરી નો લોટ બાંધી ને ભાખરી તૈયાર કરીશું ત્યાર બાદ ભાખરી વણી ને શેકી લેશું. ભાખરી થઈ જાય એટલે પીઝા સોસ તૈયાર કરીશું અને ટોપીંગ માટેની સામગ્રી સુધારી ને તૈયાર કરી ભાખરી પર સોસ ને ટોપિંગ અને ચીઝ મૂકી પીઝા ને તવી પર ચડાવી તૈયાર કરીશું ભાખરી પીઝા.
ભાખરી નો લોટ બાંધી ભાખરી બનાવવાની રીત
સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ ચાળી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી અથવા તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી એક સરખા ચાર પાંચ ભાગ કરી લ્યો ને વેલણ વડે મિડીયમ જાડી વણી વાટકા થી કટ કરી લ્યો ને બને બાજુ કાટા ચમચીથી કાણા કરી લ્યો આમ બધી ભાખરી ને વણી કાણા કરી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર તવી ને ગરમ.કરો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એના પર વણેલી ભાખરી ને શેકવા મૂકો. એક બાજુ થોડી શેકાઈ જાય એટલે ઉથલાવી લ્યો આમ બને બાજુ થોડી થોડી ચડી જાય ત્યાર બાદ કપડા થી દબાવી ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો આમ બધી ભાખરી ને શેકી ને અલગ અલગ મૂકી દયો
પીઝા સોસ બનાવવાની રીત | bhakri pizza sauce recipe
એક વાટકા ટમેટા સોસ લ્યો એમાં મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઝીણું સમારેલું લસણ નાખી ને મિક્સ કરી સોસ તૈયાર કરી લ્યો ( અહી તમે તૈયાર પીઝા સોસ પણ વાપરી શકો છો).
ભાખરી પીઝા બેઝ બનાવવાની રીત | bhakri pizza base recipe
ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરવા મૂકો એના પર માખણ લગાવી ને ભાખરી એમાં મૂકી બને બાજુ થોડી માખણ સાથે શેકી લ્યો ત્યાર બાદ એક બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાવો એના પર મોઝારેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નાખી એના પર તમારી પસંદ કરાયેલું ટોપીંગ કરો.
જેમ કે ડુંગળી સુધારેલ, ટમેટા સુધારેલ, કેપ્સીકમ સુધારેલ ને બાફેલી મકાઈ ના દાણા, ઓલિવ વગેરે મૂકી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ધીમા તાપે ચડાવી લ્યો. ચીઝ ઓગળી જાય એટલે પીઝા પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તમારી પસંદ મુજબ છાંટી ને મજા લ્યો ગરમ ગરમ ભાખરી પીઝા.
bhakri pizza recipe in gujarati notes
- ભાખરી માં તમે ખાલી કરકરો લોર પણ વાપરી શકો છો.
- જો કરકરો લોટ ના હોય તો સોજી ને પીસી ને પણ નાખી શકાય.
- ચીઝ તમે તમારી પસંદ મુજબ નાખવું જો ના નાખવું હોય તો ના નાખવું.
- ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
- ટોપિંગ તમારી પસંદ મુજબ નાખવું.
- ભાખરી પહેલેથી તૈયાર કરી ને રાખી શકો છો.
bhakhri pizza banavani rit | Recipe Video
Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
bhakri pizza recipe in gujarati

ભાખરી પીઝા | bhakhri pizza recipe | bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati | ભાખરી પીઝા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ભાખરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ½ કપ ઘઉંનો કરકરો લોટ
- ½ કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી તેલ / ઘી
- પાણી જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ ટમેટા સોસ
- ½ ચમચી ઝીણું સમારેલું લસણ
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ઓરેગાનો
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
પીઝા ની ટોપીંગ બનાવવા માટેની સામગ્રી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- ¼ કેપ્સીકમ સુધારેલ
- મોજરેલા ચીઝ જરૂર મુજબ
- પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
- ઓલિવ કટકા જરૂર મુજબ
- બાફેલી મકાઈ ના દાણા જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
- ઓરેગાનો જરૂર મુજબ
Instructions
bhakhri pizza banavani rit | bhakri pizza recipe in gujarati | ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza | bhakri pizza recipe
- ભાખરી પીઝા બનાવવા સૌપ્રથમ આપણે ભાખરી નો લોટ બાંધી ને ભાખરી તૈયાર કરીશુંત્યાર બાદ ભાખરી વણી ને શેકી લેશું. ભાખરી થઈ જાય એટલે પીઝા સોસ તૈયાર કરીશું અને ટોપીંગ માટેની સામગ્રી સુધારીને તૈયાર કરી ભાખરી પર સોસ ને ટોપિંગ અને ચીઝ મૂકી પીઝા ને તવી પર ચડાવી તૈયાર કરીશું ભાખરી પીઝા.
ભાખરી નો લોટ બાંધી ભાખરી બનાવવાની રીત
- સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ ચાળી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી અથવા તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી એક સરખા ચાર પાંચ ભાગ કરી લ્યો ને વેલણ વડે મિડીયમ જાડી વણી વાટકા થી કટ કરી લ્યો ને બને બાજુ કાટા ચમચીથી કાણા કરી લ્યો આમ બધી ભાખરીને વણી કાણા કરી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર તવી ને ગરમ.કરો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એના પર વણેલી ભાખરી ને શેકવા મૂકો.એક બાજુ થોડી શેકાઈ જાય એટલે ઉથલાવી લ્યો આમ બને બાજુ થોડી થોડી ચડીજાય ત્યાર બાદ કપડા થી દબાવી ને લાઈટ ગોલ્ડન શેકી લ્યો આમ બધી ભાખરી ને શેકી ને અલગ અલગ મૂકી દયો
પીઝા સોસ બનાવવાની રીત | bhakri pizza sauce recipe
- એક વાટકા ટમેટા સોસ લ્યો એમાં મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઝીણું સમારેલું લસણ નાખી ને મિક્સ કરી સોસ તૈયાર કરી લ્યો ( અહી તમે તૈયાર પીઝા સોસ પણ વાપરી શકો છો).
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza base recipe
- ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરવા મૂકો એના પર માખણ લગાવી ને ભાખરી એમાં મૂકી બને બાજુ થોડી માખણ સાથે શેકી લ્યો ત્યાર બાદ એક બાજુ તૈયાર કરેલ પીઝા સોસ લગાવો એના પર મોઝારેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નાખી એના પર તમારી પસંદ કરાયેલું ટોપીંગ કરો.
- જેમ કે ડુંગળી સુધારેલ, ટમેટા સુધારેલ, કેપ્સીકમ સુધારેલ ને બાફેલી મકાઈ ના દાણા,ઓલિવ વગેરે મૂકી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધીધીમા તાપે ચડાવી લ્યો. ચીઝ ઓગળી જાય એટલે પીઝા પર ચીલી ફ્લેક્સઅને ઓરેગાનો તમારી પસંદ મુજબ છાંટી ને મજા લ્યો ગરમ ગરમ ભાખરી પીઝા.
bhakri pizza recipe in gujarati notes
- ભાખરી માં તમે ખાલી કરકરો લોર પણ વાપરી શકો છો.
- જો કરકરો લોટ ના હોય તો સોજી ને પીસી ને પણ નાખી શકાય.
- ચીઝ તમે તમારી પસંદ મુજબ નાખવું જો ના નાખવું હોય તો ના નાખવું.
- ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
- ટોપિંગ તમારી પસંદ મુજબ નાખવું.
- ભાખરી પહેલેથી તૈયાર કરી ને રાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરસી પુરી બનાવવાની રીત | farsi puri banavani rit | farsi puri recipe in gujarati
ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati
છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.