આ એક રાજસ્થાની પીણું છે જે ઘણા લોકો ગરમ તો ઘણા લોકો ઠંડી પસંદ કરતા હોય છે. પીવામાં ખુબ સ્વાદીસ્ટ અને હેલ્થી હોય છે અને એને તમે એક વખત પી લ્યો એટલે સારી માત્રામાં પેટ લાંબો સમય સુંધી ભરેલ રહે છે. તો ચાલો Rajsthani bajra ni rab – રાજસ્થાની બાજરા ની રાબ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાજરા નો લોટ ½ કપ
- દહીં ½ કપ
- જીરું 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી 3-4 કપ
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
Rajsthani bajra ni rab banavani rit
રાજસ્થાની બાજરા ની રાબ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બાજરાનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ દહીં ને ઝેણી વડે બરોબર જેરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જેરી રાખેલ દહીંમાં ચાળી રાખેલ બાજરાનો લોટ નાખી ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં બીજા બે કપ પાણી, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો ત્યાર બાદ જ્યાં સુંધી રાબમાં ઉભરો ના આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
રાબમાં ઉભરો આવે એટલે ગેસ સાવ ધીમો કરી રાબ ને બીજી પાંચ દસ મિનીટ થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગરમ રાબ ને સર્વિંગ વાટકામાં નાખો અને એમાં થોડું દહીં, સંચળ, ઉપર શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર તો તૈયાર છે બાજરે કી રાબ.
અહી જો તમે ડુંગળી ખાતા હો તો વાપરી શકો છો.
તમને જે મુજબ ઘટ્ટ કે પાતળી રાબ પસંદ હોય એ મુજબ ત્રણ કે ચાર કપ પાણી નાખવું.
આ રાબ તમે ગરમ અથવા ઠંડી બને રીતે મજા લઇ શકો છો.
રાજસ્થાની બાજરા ની રાબ બનાવવાની રીત

Rajsthani bajra ni rab banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- ½ કપ બાજરા નો લોટ
- ½ કપ દહીં
- 1 ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠું
- 3-4 કપ પાણી
- શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
Instructions
Rajsthani bajra ni rab banavani rit
- રાજસ્થાની બાજરા ની રાબ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બાજરાનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ દહીં ને ઝેણી વડે બરોબર જેરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જેરી રાખેલ દહીંમાં ચાળી રાખેલ બાજરાનો લોટ નાખી ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં બીજા બે કપ પાણી, જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો ત્યાર બાદ જ્યાં સુંધી રાબમાં ઉભરો ના આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
- રાબમાં ઉભરો આવે એટલે ગેસ સાવ ધીમો કરી રાબ ને બીજી પાંચ દસ મિનીટ થોડી થોડી વારે હલાવતા રહી ઉકાળી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી નાખો અને ગરમ રાબ ને સર્વિંગ વાટકામાં નાખો અને એમાં થોડું દહીં, સંચળ, ઉપર શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર તો તૈયાર છે બાજરે કી રાબ.
Notes
- અહી જો તમે ડુંગળી ખાતા હો તો વાપરી શકો છો.
- તમને જે મુજબ ઘટ્ટ કે પાતળી રાબ પસંદ હોય એ મુજબ ત્રણ કે ચાર કપ પાણી નાખવું.
- આ રાબ તમે ગરમ અથવા ઠંડી બને રીતે મજા લઇ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tomato Shorba banavani recipe | ટોમેટો સોર્બા બનાવવાની રેસીપી
mahudi ni sukhdi banavani rit | મહુડી ની સુખડી
gundar pak banavani recipe | ગુંદર પાક
kala tal nu kachariyu banavani rit | કચરીયુ
tal sakri recipe in gujarati | તલ સાકરી