ભારતમાં બંગાળી મીઠાઈઓ (Bengali Sweets) ખૂબ જ લોકપ્રિય છે. રસગુલ્લા અને ચમચમ તો આપણે ખાધા જ હશે, પણ શું તમે ક્યારેય Rosbora (Rosh Bora) નો સ્વાદ ચાખ્યો છે? આ એક અનોખી મીઠાઈ છે જે અડદની દાળ (Urad Dal) માંથી બનાવવામાં આવે છે અને આ ચાસણીમાં ડુબાડવામાં આવે છે. તે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જ્યુસી હોય છે. ખાસ કરીને તહેવારોમાં અને મહેમાનો માટે આ Rosbora Recipe બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો જોઈએ રોસબોરા બનાવવાની રીત.
INGREDIENTS
- ઘી 1-2 ચમચી
- સોજી ½ કપ
- ફૂલ ક્રીમ દૂધ ¾ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- મિલ્ક પાઉડર 2-3 ચમચી
- ખાંડ 1 કપ
- પાણી 1 કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ડ્રાય ફ્રુટ ની કતરણ 2-3 ચમચી
- તેલ અથવા ઘી તરવા માટે
Roshbora Banavani Rit
રોસબોરા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી મિક્સ કરી શેકો. સોજી શેકાઈ લાઈટ ગોલ્ડન થવા લાગે એટલે એમાં થોડું થોડું ફૂલ ક્રીમ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ બ્રોર્બ કડાઈ મુકવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડું થવા દયો.
હવે બીજી કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગાળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ચાસણી ને ચેક કરો જો ચાસણી થોડી ચિકાસ વાડી લાગે તો ગેસ બન્ધ કરી નાખો.
હવે સોજી નું મિશ્રણ ઠંડું થઇ ગયું હશે તો એમાં મિલ્ક પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી મીડિયમ સાઈઝ ના લુવા કરી હાથ માં થોડું ઘી લગાવી લુવાને ગોળ ફેરવી ગોળી બનાવી હથેળી વાંચે દબ્બવી થોડા ચપટા કરી ને જો કોઈ તિરાડ હોય એને બરોબર કરી ને ચપટા ગોલા બનાવી લ્યો.
ત્યારબાદ હવે ગેસ પર કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો થોડું નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી મીડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ગોળા ને કાઢી નવશેકી ચાસણીમાં નાખો અને આમ બધા જ ગોળા ને તારી ચાસણી માં નાખતા જાઓ અને અડધા થી એક કલાક પાછી ચાસણી માંથી કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ મૂકી મજા લ્યો. તો તૈયાર છે રોસબોરા.
રોસબોરા બનાવવાની રીત

Rosbora Recipe in Gujarati | બંગાળી મીઠાઈ રોસબોરા
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1-2 ચમચી ઘી
- ½ કપ સોજી
- ¾ કપ ફૂલ ક્રીમ દૂધ
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2-3 ચમચી મિલ્ક પાઉડર
- 1 કપ ખાંડ
- 1 કપ પાણી
- ¼ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
- તેલ અથવા ઘી તરવા માટે
Instructions
Roshbora Banavani Rit
- રોસબોરા બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી મિક્સ કરી શેકો. સોજી શેકાઈ લાઈટ ગોલ્ડન થવા લાગે એટલે એમાં થોડું થોડું ફૂલ ક્રીમ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ બ્રોર્બ કડાઈ મુકવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડું થવા દયો.
- હવે બીજી કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગાળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ચાસણી ને ચેક કરો જો ચાસણી થોડી ચિકાસ વાડી લાગે તો ગેસ બન્ધ કરી નાખો.
- હવે સોજી નું મિશ્રણ ઠંડું થઇ ગયું હશે તો એમાં મિલ્ક પાઉડર અને બેકિંગ સોડા નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી મીડિયમ સાઈઝ ના લુવા કરી હાથ માં થોડું ઘી લગાવી લુવાને ગોળ ફેરવી ગોળી બનાવી હથેળી વાંચે દબ્બવી થોડા ચપટા કરી ને જો કોઈ તિરાડ હોય એને બરોબર કરી ને ચપટા ગોલા બનાવી લ્યો.
- ત્યારબાદ હવે ગેસ પર કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો થોડું નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોળા નાખી મીડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ ગોળા ને કાઢી નવશેકી ચાસણીમાં નાખો અને આમ બધા જ ગોળા ને તારી ચાસણી માં નાખતા જાઓ અને અડધા થી એક કલાક પાછી ચાસણી માંથી કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ મૂકી મજા લ્યો. તો તૈયાર છે રોસબોરા.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ragi Sheero Recipe in Gujarati | રાગીનો શીરો બનાવવાની રીત
Beet ni barfi banavani rit | બીટ ની બરફી બનાવવાની રીત
Juvar badam milk | જુવાર બદામ મિલ્ક
