આ બરફી સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બની જે તૈયાર થશે. જો બાળકો બીટ ખાવા માં આનાકાની કરતા હોય તો એમને આ રીતે બરફી બનાવી ને ખવડાવો તો મજા લઇ ને ખાશે. તો ચાલો Beet ni barfi – બીટ ની બરફી બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- બીટ 500 ગ્રામ
- ખાંડ 200 ગ્રામ
- ફૂલ ક્રીમ દૂધ 250 ગ્રામ
- માવો 100 ગ્રામ
- ઘી 3-4 ચમચી
- છીણેલું નારિયળ 1 કપ
- કાજુ, બદામ, પીસ્તા ની કતરણ 4-5 ચમચી
Beet ni barfi banavani rit
બીટ ની બરફી બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને દાડી અને મૂળિયા વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા બીટ ના કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જારમાં નાખી પલ્સ મોડ માં દરદરા પીસી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ઓગળે એટલે એમાં છીણેલી બીટ (પીસેલી બીટ ) નાખો અને બીટ મેળવતા રહો અનેચર પાંચ મિનિટ ઘી સાથે શેકી લ્યો અને બીટ બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલું નારિયળ નું છીણ નાખો અને એને પણ બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.
ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ફરીથી બરોબર હલાવતા રહો અને ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવી લેવું. સાત મિનિટ પછી એમાં મિલ્ક પાઉડર અને ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ફરથી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફ્રીઝ માં બે ત્રણ કલાક જમાવી લ્યો ત્યાર બાદ ફ્રીઝ માંથી કાઢી પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે બીટ ની બરફી.
Barfi recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- તૈયાર બરફી ને બહાર ચાર પાંચ કલાક સેટ કરવા મૂકી શકો છો.
- બીટ ને છીણી અથવા પીસી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બીટ ની બરફી બનાવવાની રીત

Beet ni barfi banavani rit
Equipment
- 11 કડાઇ
- છીણી
Ingredients
Ingredients list
- 500 ગ્રામ બીટ
- 200 ગ્રામ ખાંડ
- 250 ગ્રામ ફૂલ ક્રીમ દૂધ
- 100 ગ્રામ માવો
- 3-4 ચમચી ઘી
- 1 કપ છીણેલું નારિયળ
- 4-5 ચમચી કાજુ , બદામ, પીસ્તા ની કતરણ
Instructions
Beet ni barfi banavani rit
- બીટ ની બરફી બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી લ્યો અને દાડી અને મૂળિયા વાળો ભાગ અલગ કરી લ્યો અને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા બીટ ના કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જારમાં નાખી પલ્સ મોડ માં દરદરા પીસી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ઓગળે એટલે એમાં છીણેલી બીટ (પીસેલી બીટ ) નાખો અને બીટ મેળવતા રહો અનેચર પાંચ મિનિટ ઘી સાથે શેકી લ્યો અને બીટ બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલું નારિયળ નું છીણ નાખો અને એને પણ બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો અને ફરીથી બરોબર હલાવતા રહો અને ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવી લેવું. સાત મિનિટ પછી એમાં મિલ્ક પાઉડર અને ખાંડ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ફરથી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફ્રીઝ માં બે ત્રણ કલાક જમાવી લ્યો ત્યાર બાદ ફ્રીઝ માંથી કાઢી પીસ અલગ કરી ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે બીટ ની બરફી.
Notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- તૈયાર બરફી ને બહાર ચાર પાંચ કલાક સેટ કરવા મૂકી શકો છો.
- બીટ ને છીણી અથવા પીસી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Murki Chenna banavani rit | મુરકી છેના બનાવવાની રીત
dry fruit chocolate balls | ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત
gol no shiro banavani rit |ગોળ વાળો શીરો બનાવવાની રીત
Sindhi gheeyar banavani rit | સિંધી ઘીયર બનાવવાની રીત
Rabdi kheer banavani rit | રબડી ખીર બનાવવાની રીત