Home Lunch & Dinner ભરેલા ગુંદા નુ શાક | bharela gunda nu shaak | bharela gunda...

ભરેલા ગુંદા નુ શાક | bharela gunda nu shaak | bharela gunda nu shaak recipe in gujarati

0
Image credit – Youtube/TastyBesty KITCHEN

જય શ્રી કૃષ્ણ આજ આપણે ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત – bharela gunda nu shaak banavani rit શીખીશું, Please subscribe TastyBesty KITCHEN YouTube channel If you like the recipe, ઉનાળો શરૂ થાય એટલે બજાર માં કેરી ગુંદા ખૂબ જોવા મળે છે, ને આપણે એમાંથી અથાણાં તો બનાવતા હોઈએ પણ એમાંથી શાક પણ ખૂબ ટેસ્ટી બને છે અને કેરી નું શાક હોય કે ગુંદા નું બને ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો આ ઉનાળા માં જ્યાં સુંધી ગુંદા મળે ત્યાં સુંધી અથાણાં સાથે શાક પણ બનાવી મજા લ્યો તો ચાલો bharela gunda nu shaak recipe in gujarati શીખીએ.

ભરેલા ગુંદા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગુંદા 250 ગ્રામ
  • બેસન 4-5 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 3 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

bharela gunda nu shaak banavani rit

bharela gunda nu shaak – ભરેલા ગુંદા નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને પાણી મા નાખી ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો હવે એક જૂના પેપર પર ગુંદા ની ટોપી કાઢી મૂકતાં જાઓ બધા જ ગુંદા ની ટોપી કાઢી લીધા બાદ હથેળી વડે અથવા ધાસ્તાં વડે જ્યાં થી ટોપી કાઢી એ ભાગ પર થોડું દબાવી ને તોડી લ્યો આમ બધા જ ગુંદા નું મોઢું તોડી લ્યો.

હવે ચાકુ કે પાતળી લાકડી ની મદદ થી ગુંદા ના બીજ અલગ કરી લ્યો અને ત્યાર બાદ બધા માં ચપટી ચપટી મીઠું નાખી ઘસી લેશું અને ગુંદા ની અંદર થયેલ સફેદ ભાગ અલગ કરી ગુંદા ને તોડેલ ભાગ નીચે રહે એમ મૂકતા જસુ આમ બધા ગુંદા ના બીજ કાઢી મીઠા થી સાફ કરી ઊંધા મૂકી દેવા ત્યાર બાદ કોરા કપડા કે પેપર નેપકીન થી ગુંદા પર લાગેલ વધારાનું મીઠું અલગ કરી લઈ ગુંદા ને થાળી માં મૂકતા જશું.

હવે ગેસ પર એક કડાઈમાં બેસન નાખી ધીમા તાપે બેસન ને શેકી લેવો બેસન શેકાઈ જાય એટલે એક થાળી માં કાઢી એમાં હળદર,ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.

ત્યારબાદ એક એક ગુંદા માં બરોબર દબાવી દબાવી ને તૈયાર કરેલો મસાલો નાખતા જઈ ગુંદા ને બરોબર ભરી લેવા આમ બધા ગુંદા ને ભરી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ભરેલા ગુંદા નાખો ને એક બે મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ કડાઈ પર ઢાંકણ ઢાંકી બંધ કરી આઠ દસ મિનિટ ચડવા દયો વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી ગુંદા ને ચમચા થી હલાવી લ્યો.

દસ મિનિટ પછી ગુંદા ને ચેક કરો જો ગુંદા નરમ થઇ ગયા હોય તો ગુંદા બરોબર ચડી ગયા છે તો એના પ્ર જો કોરો મસાલો બચેલ હોય તો એ અને લીંબુનો રસ નાખી ઢાંકી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો પાંચ મિનિટ એમજ બંધ રહેવા દયો પાંચ મિનિટ પછી સહક ને બરોબર હલાવી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો ભરેલા ગુંદા નું શાક.

bharela gunda nu shaak notes

  • અહી ગુંદા ને ભરી ને ચારણી માં નાખી પાણી પર બાફી ને પણ શાક વઘારી શકો છો.
  • જો તમને લસણ નો સ્વાદ ગમતો હોય તો લસણની પેસ્ટ મસાલા માં નાખી શકો છો.
  • વઘાર માં સફેદ તલ નાખશો તો શાક સારું દેખાશે.

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | Recipe Video

Youtube પર TastyBesty KITCHEN ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

bharela gunda nu shaak recipe in gujarati

ભરેલા ગુંદા નુ શાક - bharela gunda nu shaak - bharela gunda nu shaak recipe in gujarati - ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત - bharela gunda nu shaak banavani rit

ભરેલા ગુંદા નુ શાક | bharela gunda nu shaak | bharela gunda nu shaak recipe in gujarati | ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | bharela gunda nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત – bharela gunda nu shaak banavani rit શીખીશું, ઉનાળો શરૂ થાય એટલે બજાર માં કેરી ગુંદા ખૂબ જોવા મળે છે, ને આપણે એમાંથી અથાણાં તો બનાવતા હોઈએ પણ એમાંથી શાક પણ ખૂબ ટેસ્ટી બને છેઅને કેરી નું શાક હોય કે ગુંદા નું બને ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો આ ઉનાળા માં જ્યાં સુંધી ગુંદા મળે ત્યાં સુંધી અથાણાં સાથે શાક પણ બનાવીમજા લ્યો તો ચાલો bharela gunda nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા ગુંદા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગુંદા
  • 4-5 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • 3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • 4-5 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ભરેલા ગુંદા નુ શાક | bharela gunda nu shaak | bharela gunda nu shaak recipe in gujarati

  • bharela gunda nu shaak – ભરેલા ગુંદા નું શાક બનાવવા સૌપ્રથમગુંદા ને પાણી મા નાખી ધોઇ લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો હવે એક જૂના પેપરપર ગુંદા ની ટોપી કાઢી મૂકતાં જાઓ બધા જ ગુંદા ની ટોપી કાઢી લીધા બાદ હથેળી વડે અથવાધાસ્તાં વડે જ્યાં થી ટોપી કાઢી એ ભાગ પર થોડું દબાવી ને તોડી લ્યો આમ બધા જ ગુંદાનું મોઢું તોડી લ્યો.
  • હવે ચાકુ કે પાતળી લાકડી ની મદદ થી ગુંદા ના બીજ અલગ કરી લ્યો અને ત્યાર બાદ બધા માં ચપટી ચપટી મીઠું નાખી ઘસી લેશું અને ગુંદા ની અંદર થયેલ સફેદ ભાગ અલગ કરી ગુંદા ને તોડેલ ભાગ નીચે રહે એમ મૂકતા જસુ આમ બધા ગુંદા ના બીજ કાઢી મીઠા થી સાફ કરી ઊંધા મૂકી દેવા ત્યાર બાદ કોરા કપડા કે પેપર નેપકીન થી ગુંદા પર લાગેલ વધારાનું મીઠું અલગ કરી લઈ ગુંદાને થાળી માં મૂકતા જશું.
  • હવે ગેસ પર એક કડાઈમાં બેસન નાખી ધીમા તાપે બેસન ને શેકી લેવો બેસન શેકાઈ જાય એટલે એક થાળીમાં કાઢી એમાં હળદર,ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર, ખાંડ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદમુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.
  • ત્યારબાદ એક એક ગુંદા માં બરોબર દબાવી દબાવી ને તૈયાર કરેલો મસાલો નાખતા જઈ ગુંદા ને બરોબર ભરી લેવા આમ બધા ગુંદા ને ભરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ભરેલા ગુંદા નાખો ને એક બે મિનિટ હલાવતા રહી શેકી લ્યોત્યાર બાદ કડાઈ પર ઢાંકણ ઢાંકી બંધ કરી આઠ દસ મિનિટ ચડવા દયો વચ્ચે એક થી બે વખત ઢાંકણ ખોલી ગુંદા ને ચમચા થી હલાવી લ્યો.
  • દસ મિનિટ પછી ગુંદા ને ચેક કરો જો ગુંદા નરમ થઇ ગયા હોય તો ગુંદા બરોબર ચડી ગયા છે તો એના પ્રજો કોરો મસાલો બચેલ હોય તો એ અને લીંબુનો રસ નાખી ઢાંકી એક મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી નાખો પાંચ મિનિટ એમજ બંધ રહેવા દયો પાંચ મિનિટ પછી સહક ને બરોબર હલાવી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો ભરેલા ગુંદા નું શાક.

bharela gunda nu shaak notes

  • અહી ગુંદા ને ભરી ને ચારણી માં નાખી પાણી પર બાફી ને પણ શાક વઘારી શકો છો.
  • જો તમને લસણ નો સ્વાદ ગમતો હોય તો લસણની પેસ્ટ મસાલા માં નાખી શકો છો.
  • વઘારમાં સફેદ તલ નાખશો તો શાક સારું દેખાશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Exit mobile version