જય શ્રી કૃષ્ણ આજે આપણે બ્રેડ સમોસા બનાવવાની રીત – Bread samosa banavani rit શીખીશું, Please subscribe Your Food Lab YouTube channel If you like the recipe , સમોસા તો બધા ને પસંદ આવતા હોય પણ સમોસા બનાવવા માટે ઘણો સમય લાગતો હોવાથી બનાવવાનું ટાળતા હોઈએ છીએ પણ આજ આપણે ઝડપથી તૈયાર થઈ જાય અને ટેસ્ટી લાગે એવા Bread samosa recipe in gujarati શીખીએ.
બ્રેડ સમોસા બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 4-5
- બાફેલા વટાણા ¼ કપ
- આખા ધાણા 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- જીરું 1 ચમચી
- આદુ પેસ્ટ ½ ચમચી
- અજમો ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- આમચૂર પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- બ્રેડ સ્લાઈસ 18-20
- પાણી જરૂર મુજબ
બ્રેડ સમોસા બનાવવાની રીત
બ્રેડ સમોસા બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને છોલી ને સુધારી લ્યો ત્યાર બાદ લીલા વટાણા ને પણ બાફી લ્યો. મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને અધ કચરા પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં આદુ પેસ્ટ નાખી ધીમા તાપે શેકી લ્યો.
ત્યાર બાદ એમાં પીસી રાખેલ જીરું, વરિયાળી અને આખા ધાણા પીસી રાખેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને સુધારી રાખેલ બટાકા, મરી પાઉડર , મસળી ને અજમો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં લીલા મરચા સુધારેલા અને બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદ પાંચ સાત મિનિટ શેકી લ્યો.
મસાલો બરોબર શેકાઈ જાય એટલે થોડા મેસ કરી આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ને ઠંડો કરવા મૂકો.હવે બ્રેડ ની સ્લાઈસ ને વેલણ વડે વણી ને થોડી પાતળી કરી લ્યો અને ચાકુ થી કિનારી કાપી લ્યો ને બે સરખા ભાગ માં ત્રિકોણ બને એમ કાપી લ્યો.
હવે એક બે સાઈડ પાણી વારી આંગળી લગાવી પાણી લગાવેલ ભાગ ને દબાવી ને જોડી ને ત્રિકોણ બનાવી લ્યો. કિનારી ને બરોબર દબાવી ને પેક કરી લીધા બાદ એમાં તૈયાર કરેલ બટાકા વટાણા નો મસાલો નાખો અને ત્યાર બાદ ફરીથી કિનારી પર પાણી વાળી આંગળી લગાવી ને કિનારી દબાવી પેક કરી લ્યો.
આમ બધી જ બ્રેડ ની સ્લાઈસ ને વણી ને કિનારી કાપી પાણી લાગવી ને પેક કરી સ્ટફિંગ ભરી પેક કરી લ્યો આમ બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો . હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
સમોસા ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો અને બીજા સમોસા નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો આમ બધા જ સમોસા ને તરી લ્યો ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો બ્રેડ સમોસા.
Bread samosa recipe in gujarati notes
- સમોસા ને બરોબર પેક કરવા માટે પાણી લગાવી ને પેક કરી લેવા જેથી તરતી વખતે છૂટી ના જાય.
- બ્રેડ ની કિનારી ને શેકી લ્યો ને ઠંડી થાય એટલે મિક્સર માં પીસી લ્યો ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ જ્યારે જરૂર પડે ત્યારે વાપરો બ્રેડ ક્રમ.
Bread samosa banavani rit | Recipe video
Youtube પર Your Food Lab ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Bread samosa recipe in gujarati

બ્રેડ સમોસા | Bread samosa | બ્રેડ સમોસા બનાવવાની રીત | Bread samosa banavani rit | Bread samosa recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
બ્રેડ સમોસા બનાવવા જરૂરી સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- ¼ કપ બાફેલા વટાણા
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી જીરું
- ½ ચમચી આદુ પેસ્ટ
- ½ ચમચી અજમો
- ½ ચમચી મરી પાઉડર
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- 18-20 બ્રેડ સ્લાઈસ
- પાણીજરૂર મુજબ
Instructions
બ્રેડ સમોસા બનાવવાની રીત | Bread samosa banavani rit | Bread samosa recipe in gujarati
- બ્રેડ સમોસા બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો અને છોલી ને સુધારી લ્યો ત્યાર બાદ લીલા વટાણાને પણ બાફી લ્યો. મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને અધ કચરાપીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા માટેમૂકો. તેલ ગરમ થાય એટલે એમાં આદુ પેસ્ટ નાખી ધીમા તાપે શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં પીસી રાખેલ જીરું,વરિયાળી અને આખા ધાણા પીસી રાખેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંબાફી ને સુધારી રાખેલ બટાકા, મરી પાઉડર , મસળી ને અજમો, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરીલ્યો હવે એમાં લીલા મરચા સુધારેલા અને બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરો ને ત્યાર બાદપાંચ સાત મિનિટ શેકી લ્યો.
- મસાલો બરોબર શેકાઈ જાય એટલે થોડા મેસ કરી આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરીને ઠંડો કરવા મૂકો.હવે બ્રેડ ની સ્લાઈસ ને વેલણ વડે વણી ને થોડી પાતળી કરી લ્યો અને ચાકુ થી કિનારીકાપી લ્યો ને બે સરખા ભાગ માં ત્રિકોણ બને એમ કાપી લ્યો.
- હવે એક બે સાઈડ પાણી વારી આંગળી લગાવી પાણી લગાવેલ ભાગ ને દબાવી ને જોડી ને ત્રિકોણ બનાવી લ્યો. કિનારી ને બરોબરદબાવી ને પેક કરી લીધા બાદ એમાં તૈયાર કરેલ બટાકા વટાણા નો મસાલો નાખો અને ત્યાર બાદફરીથી કિનારી પર પાણી વાળી આંગળી લગાવી ને કિનારી દબાવી પેક કરી લ્યો.
- આમ બધીજ બ્રેડ ની સ્લાઈસ ને વણી ને કિનારી કાપી પાણી લાગવી ને પેક કરી સ્ટફિંગ ભરી પેક કરીલ્યો આમ બધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો . હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીય મગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો.
- સમોસા ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો અને બીજા સમોસા નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો આમબધા જ સમોસા ને તરી લ્યો ને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો બ્રેડ સમોસા.
Bread samosa recipe in gujarati notes
- સમોસા ને બરોબર પેક કરવા માટે પાણી લગાવી ને પેક કરી લેવા જેથી તરતી વખતે છૂટી ના જાય.
- બ્રેડ ની કિનારી ને શેકી લ્યો ને ઠંડી થાય એટલે મિક્સર માં પીસી લ્યો ને પાઉડર કરી લ્યો ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે વાપરો બ્રેડ ક્રમ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ઉત્તપમ બનાવવાની રીત | Farali uttapam banavani rit | Farali uttapam recipe in gujarati
રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe in gujarati | ragda petis banavani rit
સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit | sev mamra recipe gujarati