જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી ઉત્તપમ બનાવવાની રીત – Farali uttapam banavani rit શીખીશું, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe, આ ઉત્તપમ તમે વ્રત કે ઉપવાસ માં સવારે, બપોરે કે રાત્રે બનાવી ને માત્ર થોડા સમય માં તૈયાર કરી શકો છો. જે ખૂબ જ ઓછા ઘી કે તેલ માં તૈયાર થઈ જાય છે અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને આ ઉત્તપમ માટેનો લોટ પીસી ને તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે પણ ઉત્તપમ ખાવા હોય ત્યારે ખૂબ ઝડપથી તૈયાર કરી લ્યો અને હા આ ફરાળી લોટ માંથી તમે બીજી કોઈ પણ ફરાળી વાનગી તૈયાર કરી શકો છો તો ચાલો Farali uttapam recipe in gujarati શીખીએ.
ફરાળી ઉત્તપમ બનાવવા જરૂરી સામગ્રી
- સામો 1 કપ
- સાબુદાણા ¼ કપ
- મોટું બટાકા 1 છીણેલું
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ પેસ્ટ ½ ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 1-2 (જો તમે વ્રત માં ખાતા હો તો નાખવા )
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- સફેદ તલ જરૂર મુજબ
- શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ¼ કપ
- દહીં ½ કપ
- પાણી 1 કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી
- શેકેલ ફોતરા વગરના સીંગદાણા ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
- આદુનો ટુકડો ½ ઇંચ
- દહી 2 ચમચી
- ખાંડ 1 -2 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ફરાળી ઉત્તપમ બનાવવાની રેસીપી
આજ સૌપ્રથમ આપણે ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યાર બાદ ફરાળી ઉત્તપમ બનાવવાની રીત શીખીશું
ફરાળી ચટણી બનાવવાની રીત
મિક્સર જારમાં શેકેલ સીંગદાણા ને ફોતરા વગર ના નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ ફરાળી મીઠું, ખાંડ, દહી અને લીંબુનો રસ નાખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે ફરાળી ચટણી.
ફરાળી ઉત્તપમ બનાવવાની રીત
ફરાળી ઉત્તપમ બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સામો અને સાફ કરેલ સાબુદાણા મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. પીસેલા પાઉડર ને એક વખત ચાળી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલા પાઉડર ને લ્યો એમાં દહીં અને થોડુ થોડુ પાણી નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
સામો ને સાબુદાણા નો પાઉડર પલળી જાય બરોબર એટલે એમાં મોટું બટાકાને છીણી ને નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા ટામેટા (જો તમે વ્રત માં ખાતા હો તો નાખવા ), મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા, દહીં અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક તવી કે પેન ને ગરમ કરવા મૂકો એમાં અડધી ચમચી ઘી કે તેલ નાખી ને ગરમ. કરો એમાં સફેદ તલ નાખી એક થી દોઢ કડછી નાખીને થોડું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ત્રણ મિનિટ શેકી લ્યો. અને ઉપર થી ચડી ગયેલ લાગે ત્યાં સુંધી અથવા ત્રણ મિનિટ પછી ઉપર ની બાજુ ઘી કે તેલ પા ચમચી નાખી ઉત્તપમ ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ને ત્રણ મિનિટ ચડાવી લ્યો.
બને બાજુ બરોબર અંદર સુંધી ચડી ને ગોલ્ડન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચડાવી લીધા બાદ ગેસ પરથી ઉતારી લ્યો ત્યાર બાદ બીજા ઉત્તપમ ને પણ ધીમા તાપે શેકી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઉત્તપમ.
Farali uttapam recipe in gujarati notes
- સામો અને સાબુદાણા ને પીસી ને ફ્રીઝ માં મૂકી દેશો તો લાંબો સમય સુંધી વાપરી શકો છો.
- તમે જે સામગ્રી ફરાળ માં ના ખાતા હો એ ના નાખવી.
- ફરાળી ચટણી ને પીસી ને ફ્રીઝ માં મૂકી દેશો તો કાળી નહિ પડે ને સ્વાદ પણ સારો રહેશે.
Farali uttapam banavani rit | Recipe Video
Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Farali uttapam recipe in gujarati

ફરાળી ઉત્તપમ | Farali uttapam | ફરાળી ઉત્તપમ બનાવવાની રીત | Farali uttapam banavani rit | Farali uttapam recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 મિક્સર
Ingredients
ફરાળી ઉત્તપમ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સામો
- ¼ કપ સાબુદાણા
- 1 મોટું બટાકા છીણેલું
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ½ ચમચી આદુ પેસ્ટ
- 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 1-2 ઝીણા સમારેલા ટામેટા (જો તમે વ્રત માં ખાતા હો તો નાખવા )
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- સફેદતલ જરૂર મુજબ
- ¼ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
- ½ કપ દહીં
- 1 કપ પાણી
- ફરાળીમીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ શેકેલ ફોતરા વગરના સીંગદાણા
- 2-3 લીલા મરચા સુધારેલા
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ઇંચ આદુનો ટુકડો
- 2 ચમચી દહી
- 1 -2 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનોરસ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
ફરાળી ઉત્તપમ બનાવવાની રીત | Farali uttapam banavani rit | Farali uttapam recipe in gujarati
- આજ સૌપ્રથમ આપણે ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યાર બાદ ફરાળી ઉત્તપમ બનાવવાની રીત શીખીશું
ફરાળી ચટણી બનાવવાની રીત
- મિક્સર જારમાં શેકેલ સીંગદાણા ને ફોતરા વગર ના નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ ફરાળી મીઠું,ખાંડ, દહી અને લીંબુનો રસ નાખી પીસી લ્યો ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે ફરાળી ચટણી.
ફરાળી ઉત્તપમ બનાવવાની રીત
- ફરાળી ઉત્તપમ બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સામો અને સાફ કરેલ સાબુદાણા મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. પીસેલા પાઉડર ને એક વખત ચાળી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલા પાઉડર ને લ્યો એમાં દહીં અને થોડુ થોડુ પાણી નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરીલ્યો. મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
- સામોને સાબુદાણા નો પાઉડર પલળી જાય બરોબર એટલે એમાં મોટું બટાકાને છીણી ને નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણા સમારેલા ટામેટા (જો તમે વ્રત માં ખાતા હો તો નાખવા), મરી પાઉડર, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા, દહીં અને ફરાળી મીઠુંસ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક તવી કે પેન ને ગરમ કરવા મૂકો એમાં અડધી ચમચી ઘી કે તેલ નાખી ને ગરમ. કરો એમાં સફેદ તલ નાખી એક થીદોઢ કડછી નાખીને થોડું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ત્રણ મિનિટ શેકી લ્યો.અને ઉપર થી ચડી ગયેલ લાગે ત્યાં સુંધી અથવા ત્રણ મિનિટ પછી ઉપર ની બાજુઘી કે તેલ પા ચમચી નાખી ઉત્તપમ ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ને ત્રણ મિનિટ ચડાવી લ્યો.
- બને બાજુ બરોબર અંદર સુંધી ચડી ને ગોલ્ડન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ચડાવી લીધાબાદ ગેસ પરથી ઉતારી લ્યો ત્યાર બાદ બીજા ઉત્તપમ ને પણ ધીમા તાપે શેકી ને તૈયાર કરીલેશું ત્યાર બાદ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઉત્તપમ.
Farali uttapam recipe in gujarati notes
- સામો અને સાબુદાણા ને પીસી ને ફ્રીઝ માં મૂકી દેશો તો લાંબો સમય સુંધી વાપરી શકો છો.
- તમે જે સામગ્રી ફરાળ માં ના ખાતા હો એ ના નાખવી.
- ફરાળી ચટણી ને પીસી ને ફ્રીઝ માં મૂકી દેશો તો કાળી નહિ પડે ને સ્વાદ પણ સારો રહેશે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લચ્છા ચેવડો બનાવવાની રીત | lachha chevdo banavani rit | lachha chevdo recipe in gujarati
ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe
ગોળ વારી મઠરી બનાવવાની રીત | God ni mathri banavani rit | jaggery mathri recipe in gujarati