બટાકા અને ચીઝ (Cheese & Potatoes) – આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન બાળકોને એટલું ભાવે છે કે તેઓ ક્યારેય ખાવાની ના પાડી જ ન શકે! સાંજે સ્કૂલેથી આવીને જ્યારે બાળકોને કંઈક નવું અને ચટપટું ખાવાની ઈચ્છા થાય, ત્યારે પિઝા કે ફ્રેન્ચ ફ્રાઈસ મંગાવવાને બદલે ઘરે જ Cheesy Potatoes (ચીઝી પોટેટોઝ) બનાવવા એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ વાનગી માટે ઓવનની પણ જરૂર નથી. બાફેલા બટાકાના ટુકડાને તેની ઉપર ઢગલાબંધ મોઝેરેલા ચીઝ અને ઈટાલિયન હર્બ્સ નાખીને પેનમાં જ પકવવામાં આવે છે. મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા આ ‘ચીઝી ગાર્લિક પોટેટોઝ’ પાર્ટી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ જ સરસ લાગે છે. ચાલો જોઈએ ચીઝી પોટેટોઝ બનાવવાની સરળ રીત.
Ingredients
- આલું 400 ગ્રામ
- માખણ 50-60 ગ્રામ
- ઝીણું સુધારેલ લસણ 2-3 ચમચી
- ઓરેગાનો 2 ચમચી
- મરી પાઉડર 1 ચમચી
- ચીલી ફ્લેક્ષ 1 ચમચી
- દૂધ 600 એમ.એલ.
- મોઝારેલા ચીઝ 150 ગ્રામ
- પ્રોસેસ ચીઝ 100 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા અથવા લીલી ડુંગળીના પાંદ જરૂર મુજબ
Cheesy Potatoes banavani rit
ચીઝી પોટેટોઝ બનાવવા સૌથી પહેલા આલુંને ધોઈ સાફ કરી લ્યો. હવે પિલર વડે છોલી લઇ મીડીયમ સાઈઝ ના કટકા કરી પાણીમાં નાખી દયો. હવે ગેસ પર કડાઈમાં માખણ નાખી ગરમ કરો. માખણ ઓગળવા લાગે એટલે એમાં સુધારેલ લસણ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં પાણી નીતારી આલુના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ને ધીમો કરી આલું ને થોડી થોડી વાર હલાવતા રહી દસ પંદર મિનીટ શેકી લ્યો.
હવે એમાં ચીલી ફ્લેક્ષ, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બીજી પાંચ મિનીટ શેકો. પાંચ મિનીટ પછી એમાં થોડું દૂધ નાખી મિક્ક્ષ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવો. પાંચ મિનીટ પછી બીજી વખત થોડું દૂધ નાખી મિક્ક્ષ કરી ઢાંકી ચડાવો. પાંચ મિનીટ પછી બાકી રહેલ દૂધ નાખી મિક્ક્ષ કરી ઢાંકી ને આલું બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવો.
આલું બરોબર ચડી જાય એટલે એમ છીનેલ મોઝારેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નાખી બે ચાર મિનીટ સાવ ધીમા તાપે ઢાંકી ચડાવી લ્યો. ચાર મિનીટ પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલી ઉપર લીલા ધાણા અથવા લીલ ડુંગળી ના પંદ છાંટી સર્વિંગ પ્લેટમાં લઇ મજા લ્યો. તો તૈયાર છે ચીઝી આલું.
ચીઝી પોટેટોઝ બનાવવાની રીત

Cheesy Potatoes Recipe in Gujarati | ચીઝી પોટેટોઝ | Kids Snacks
Equipment
- 1 કડાઈ
Ingredients
- 400 ગ્રામ આલું
- 50-60 ગ્રામ માખણ
- 2-3 ચમચી ઝીણું સુધારેલ લસણ
- 2 ચમચી ઓરેગાનો
- 1 ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચીલી ફ્લેક્ષ
- 600 એમ.એલ. દૂધ
- 150 ગ્રામ મોઝારેલા ચીઝ
- 100 ગ્રામ પ્રોસેસ ચીઝ
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા અથવા લીલી ડુંગળીના પાંદ જરૂર મુજબ
Instructions
Cheesy Potatoes banavani rit
- ચીઝી પોટેટોઝ બનાવવા સૌથી પહેલા આલુંને ધોઈ સાફ કરી લ્યો. હવે પિલર વડે છોલી લઇ મીડીયમ સાઈઝ ના કટકા કરી પાણીમાં નાખી દયો. હવે ગેસ પર કડાઈમાં માખણ નાખી ગરમ કરો. માખણ ઓગળવા લાગે એટલે એમાં સુધારેલ લસણ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં પાણી નીતારી આલુના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ ને ધીમો કરી આલું ને થોડી થોડી વાર હલાવતા રહી દસ પંદર મિનીટ શેકી લ્યો.
- હવે એમાં ચીલી ફ્લેક્ષ, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બીજી પાંચ મિનીટ શેકો. પાંચ મિનીટ પછી એમાં થોડું દૂધ નાખી મિક્ક્ષ કરી ઢાંકી પાંચ મિનીટ ચડાવો. પાંચ મિનીટ પછી બીજી વખત થોડું દૂધ નાખી મિક્ક્ષ કરી ઢાંકી ચડાવો. પાંચ મિનીટ પછી બાકી રહેલ દૂધ નાખી મિક્ક્ષ કરી ઢાંકી ને આલું બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવો.
- આલું બરોબર ચડી જાય એટલે એમ છીનેલ મોઝારેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ નાખી બે ચાર મિનીટ સાવ ધીમા તાપે ઢાંકી ચડાવી લ્યો. ચાર મિનીટ પછી ગેસ બંધ કરી ઢાંકણ ખોલી ઉપર લીલા ધાણા અથવા લીલ ડુંગળી ના પંદ છાંટી સર્વિંગ પ્લેટમાં લઇ મજા લ્યો. તો તૈયાર છે ચીઝી આલું.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dabda Bhajiya banavani rit | દાબડા ભજીયા બનાવવાની રીત
Instant Rava Handvo banavani rit | ઇન્સ્ટન્ટ રવા હાંડવો બનાવવાની રીત
Ragi soji na dhokla banavani rit | રાગી સોજી ના ઢોકળા બનાવવાની રીત
Chokha na lot ni crispy puri | ચોખા ના લોટ ની ક્રિસ્પી પુરી
