આ લાડુ ઘણા ઝીણા બેસન માંથી પણ બનાવતા હોય છે પણ એ લાડુ ખાવાથી ક્યારેક તારવે ચોંટે એવું લાગતું હોય છે પણ કરકરા લોટ માંથી બનાવશો તો એ તકલીફ નહિ પડે તેથી હવે પછી આ રીતે લાડુ બનાવી તૈયાર કરી શકો છો. તો ચાલો કરકરા બેસન ના લાડુ – besan na ladoo banavani rit શીખીએ.
બેસન ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- કરકરો બેસન 4 કપ
- બુરા (તગાડ) ખાંડ 2 કપ
- ઘી 1 કપ +4-5 ચમચી
- કાજુ ના કટકા ¼ કપ
- બદામ ના કટકા ¼ કપ
- મગતરી બીજ 4-5 ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
besan na ladoo banavani rit
કરકરા બેસન ના લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર ઘી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નો કરકરો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી શેકી લ્યો. ધીમા તાપે ચમચા થી હલાવતા રહો અને તરીયા માં ચોંટે નહિ એનું ધ્યાન રાખવુ અને હલાવતા રહો. બેસન લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો અને મિક્સ કરતા રહો.
બેસન ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે એમાં કાજુના કટકા, બદામ ના કટકા અને મગતરી બીજ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં બીજા ચાર પાંચ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને આમ બેસન ને પોણા કલાક સુંધી શેકી લીધા બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો.
બેસન નું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે ત્રણ ચાર કલાક પછી એમાં ચાળી ને બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો કરકરા બેસન ના લાડુ.
besan na ladoo recipe notes
- બુરા ખાંડ બનાવવા ની રીત અમે અગાઉ આપેલ છે.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધી કે ઓછી કરી શકો છો.
- બેસન ને ધીમા તાપે શેકવો.
- જો કરકરો બેસન ના મળે તો ચણાદાળ ને તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી કરકરો લોટ તૈયાર કરી હકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બેસન ના લાડુ બનાવવાની રીત
besan na ladoo banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
બેસન ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી
- 4 કપ કરકરો બેસન
- 2 કપ બુરા( તગાડ ) ખાંડ
- 1 કપ ઘી +4-5 ચમચી
- ¼ કપ કાજુ ના કટકા
- ¼ કપ બદામ ના કટકા
- 4-5 ચમચી મગતરી બીજ
- ½ ચમચી એલચી પાઉડર
Instructions
besan na ladoo banavani rit
- બેસન ના લાડુ બનાવવા સૌપ્રથમ ગેસ પર ઘી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નો કરકરો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી શેકી લ્યો. ધીમા તાપે ચમચા થી હલાવતા રહો અને તરીયા માં ચોંટે નહિ એનું ધ્યાન રાખવુ અને હલાવતા રહો. બેસન લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો અને મિક્સ કરતા રહો.
- બેસન ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે એમાં કાજુના કટકા, બદામ ના કટકા અને મગતરી બીજ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં બીજા ચાર પાંચ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને આમ બેસન ને પોણા કલાક સુંધી શેકી લીધા બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો.
- બેસન નું મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય એટલે ત્રણ ચાર કલાક પછી એમાં ચાળી ને બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ બનાવી તૈયાર કરી લ્યો અને ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો કરકરા બેસન ના લાડુ.
besan na ladoo recipe notes
- બુરા ખાંડ બનાવવા ની રીત અમે અગાઉ આપેલ છે.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધી કે ઓછી કરી શકો છો.
- બેસન ને ધીમા તાપે શેકવો.
- જો કરકરો બેસન ના મળે તો ચણાદાળ ને તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી કરકરો લોટ તૈયાર કરી હકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોળ ના પરાઠા બનાવવાની રીત | Gol na parotha banavani rit