આ પેટીસ માં આપણે કબૂલી ચણા નો ઉપયોગ કરેલ હોવાથી ફાઇબર, પ્રોટીન અને આયરન થી ભરપૂર છે. જે ખાવા માં તો ટેસ્ટી બને જ છે સાથે હેલ્થી પણ હોય છે. આ પેટીસ બનાવી તમે ટિફિન, બાળકો ના ટિફિન અથવા સાંજ ના કે સવાર ના નાસ્તામાં આપી શકો છો. તો ચાલો Kabuli chana bataka ni petis – કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવાની રીત શીખીએ.
પેટીસ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા કબૂલી ચણા 240 ગ્રામ
- બાફેલા બટાકા 240 ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લસણ ની પેસ્ટ ½ ચમચી
- આદુની પેસ્ટ ½ ચમચી
- ઓલિવ ઓઇલ / તેલ 3- 4 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- જીરું ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Kabuli chana bataka ni petis banavani rit
કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવા સૌપ્રથમ કબૂલી ચણા ને આખી રાત અથવા તો આઠ દસ કલાક પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી કુકર માં નાખો સાથે જરૂર મુજબ એક થી દોઢ કપ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી બાફી લ્યો. સાથે બીજા કુકર માં બટાકા ધોઈ જરૂર મુજબ પાણી નાખી બંધ કરી બટકા ને પણ બાફી લ્યો.
ચણા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ચણા ને બહાર કદી મેસર વડે સાવ મેસ કરી એક વાસણમાં કાઢી લ્યો અને બટાકા પણ બફાઈ જાય એટલે બહાર કાઢી ફોતરા કાઢી મેસર વડે બરોબર મેસ કરી લ્યો અને કબૂલી ચણા સાથે નાખો.
હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી અથવા છીણેલી ડુંગળી નાખી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ડુંગળી બ્રાઉન રંગ ની થાય એટલે એને મેસ કરેલ ચણા અને બટાકા માં નાખો સાથે લીલા ધાણા સુધારેલા, જીરું, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું (મીઠી બાફતી વખતે નાખેલ હતું એટલે એક વખત ચેક કરી લેવું).
બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મનગમતા આકાર ની પેટીસ બનાવી લ્યો. હવે ગેસ પર તવી અથવા પેન ને ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી તેલ નાખી એમાં તૈયાર કરેલ પેટીસ મૂકી મીડીયમ તાપે થોડી થોડી વારે ઉથલાવી ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો.
આમ થોડી થોડી કરી બધી પેટીસ શેકી તૈયાર કરી લ્યો અને તૈયાર પેરિસ ને દહીં, ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાબુલી ચણા બટાકા ની પેટીસ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવાની રીત

Kabuli chana bataka ni petis banavani rit
Equipment
- 1 કુકર
- 1 પેન / તવી
- 1 મેસર
- 1 કથરોટ /વાસણ
Ingredients
પેટીસ બનાવવા માટેની સામગ્રી
- 240 ગ્રામ બાફેલા કબૂલી ચણા
- 240 ગ્રામ બાફેલા બટાકા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી લસણ ની પેસ્ટ
- ½ ચમચી આદુની પેસ્ટ
- 3- 4 ચમચી ઓલિવ ઓઇલ / તેલ
- ¼ ચમચી મરી પાઉડર
- ½ ચમચી જીરું
- 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Kabuli chana bataka ni petis banavani rit
- કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવા સૌપ્રથમ કબૂલી ચણા ને આખી રાત અથવા તો આઠ દસ કલાક પલાળી લ્યો ત્યાર બાદ પાણી નિતારી કુકર માં નાખો સાથે જરૂર મુજબ એક થી દોઢ કપ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી બાફી લ્યો. સાથે બીજા કુકર માં બટાકા ધોઈ જરૂર મુજબ પાણી નાખી બંધ કરી બટકા ને પણ બાફી લ્યો.
- ચણા બફાઈ જાય એટલે ગેસ બંધ કરી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ચણા ને બહાર કદી મેસર વડે સાવ મેસ કરી એક વાસણમાં કાઢી લ્યો અને બટાકા પણ બફાઈ જાય એટલે બહાર કાઢી ફોતરા કાઢી મેસર વડે બરોબર મેસ કરી લ્યો અને કબૂલી ચણા સાથે નાખો.
- હવે ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી અથવા છીણેલી ડુંગળી નાખી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ડુંગળી બ્રાઉન રંગ ની થાય એટલે એને મેસ કરેલ ચણા અને બટાકા માં નાખો સાથે લીલા ધાણા સુધારેલા, જીરું, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું (મીઠી બાફતી વખતે નાખેલ હતું એટલે એક વખત ચેક કરી લેવું).
- બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મનગમતા આકાર ની પેટીસ બનાવી લ્યો. હવે ગેસ પર તવી અથવા પેન ને ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી તેલ નાખી એમાં તૈયાર કરેલ પેટીસ મૂકી મીડીયમ તાપે થોડી થોડી વારે ઉથલાવી ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો. આમ થોડી થોડી કરી બધી પેટીસ શેકી તૈયાર કરી લ્યો અને તૈયાર પેરિસ ને દહીં, ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કાબુલી ચણા બટાકા ની પેટીસ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar na dhokla banavani rit | ગાજર ના ઢોકળા બનાવવાની રીત
Be prakar ni makhana bytes banavani rit | બે પ્રકારની મખાના બાઇટ્સ બનાવવાની રીત
Vegetable tadka idli | વેજીટેબલ તડકા ઈડલી
Karela na muthiya banavani rit | કારેલા ના મુઠીયા બનાવવાની રીત