માર્ચ મહિનો શરૂ થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ગરમીમાં બાળકોથી લઈને મોટા સૌ કોઈને કંઈક ઠંડુ ખાવાનું મન થાય છે, અને તેમાં પણ જો Kaju Draksh Ice Cream મળી જાય તો તો વાત જ શું પૂછવી!, આ વરશે બહાર ના પ્રીઝર્વેટીવ વાળા આઇસક્રિમ ની જગ્યાએ ઘરે શુદ્ધ દૂધ અને સારા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરી એક એવી સિક્રેટ રીત જોઈશું જેથી તમારો આઈસ્ક્રીમ રેસ્ટોરન્ટ જેવો જ આઇસક્રિમ બનાવી ઘરના નાના મોટા સાથે મજા લ્યો એ માટે આજ આપણે ઘર માં રહેલ સામગ્રી માંથી જ ખુબ ટેસ્ટી એવી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત બનાવતા શીખીશું
Table of contents
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 2 લીટર + ½ કપ
- મિલ્ક પાઉડર ½ કપ
- ખાંડ 1/3 સાકર
- કાજુ ના કટકા ½ + ¼ કપ
- કીસમીસ ¼ કપ
- વેનીલા એસેન્સ ¼ ચમચી
Kaju Draksh Ice Cream banavani rit
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલા ગેસ પર જાડા તરીયા વાળી મોટી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ બે લીટર નાખી ફૂલ તાપે ગરમ કરવા મુકો. દૂધ એક વખત ઉભરો લે એટલે ગેસ ને મીડિયાન કરી થોડી થોડી વારે હલાવતા દૂધ ઉકાળી અડધું રહે ત્યાં સુંધી ઉકાળો. દૂધ ઉકાળે ત્યાં સુંધી બીજા વાસણમાં મિલ્ક પાઉડર અને અડધો કપ રૂમ તાપમાન વાળું દૂધ લઇ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી તૈયાર કરી લ્યો.
દૂધ ઉકાળવા લાગે એટલે એક વાટકામાં અડધો કપ કાજુ અડધો કપ ગરમ દૂધ નાખી ઢાંકી પંદર વીસ મિનીટ માટે એક બાજુ પલાળવા મુકો. હવે દૂધ ઉકાળી અડધું થાય એટલે એમાં મિલ્ક પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તમે હલાવતા રહી ઉકાળી લ્યો. ફરી દૂધ ઉકાળી અડધું થવા આવે ત્યાં સુંધી ઉકાળો. દૂધ ઉકાળે ત્યાં સુંધીમાં પલાળેલા કાજુને મિક્સર જારમાં નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં પીસેલા કાજુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરી પાંચ સાત મિનીટ ઉકાળી લ્યો.
ત્યાર બાદ એમાં સાકર / ખાંડ નાખી મિક્સ કરી સાકર ને ઓગાળી લ્યો. સાકર ઓગળી જાય એટલે પાંચ મિનીટ ઉકાળી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ હલાવતા રહી ઠંડું કરી લ્યો. ઠંડું થયેલ દૂધ ને ડબ્બામાં ભરી ઉપર સીલ્વર ફોઈલ લગાવી બ્રોર્બ પેક કરી આઠ થી દસ કલાક ફ્રીઝર માં મૂકી દયો.
દસ કલાક પછી ફ્રીઝર માંથી કાઢી ફરી ચમચાથી થી કાઢી લ્યો અને મિક્સર જારમાં / બિટર થી બીટ કરી નાખી પીસી સ્મૂથ કરી લ્યો. હવે સ્મૂથ થાય એટલે એમાં વેનીલા એસેન્સ, કાજુના કટકા અને કીસમીસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ડબ્બામાં નાખી ઉપર સિલ્વર પેપર થી બરોબર પેક કરી આખી રાત અથવા આઠ દસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી જમાવી લ્યો. દસ કલાકા પછી તમે અઈસ્ચ્રીમ ની મજા લઇ શકો છો. તો તૈયાર છે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ.
ખાંડ / સાકાર ની માત્રા વધુ કે ઓછી તમારા સ્વાદ મુજબ કરી શકો છો.
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત

Kaju Draksh Ice Cream Recipe in Gujarati | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
Equipment
- 1 જાડાતરીયા વાળી કડાઈ
- 1 એરટાઈટ ડબ્બો
- 1 મિકસર/ બિટર
Ingredients
કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 2½ લીટર ફૂલ ક્રીમ દૂધ
- ½ કપ મિલ્ક પાઉડર
- ⅓ ખાંડ સાકર
- ½+¼ કપ કાજુ ના કટકા
- ¼ કપ કીસમીસ
- ¼ ચમચી વેનીલા એસેન્સ
Instructions
Kaju Draksh Ice Cream banavani rit
- કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા સૌથી પહેલા ગેસ પર જાડા તરીયા વાળી મોટી કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ બે લીટર નાખી ફૂલ તાપે ગરમ કરવા મુકો. દૂધ એક વખત ઉભરો લે એટલે ગેસ ને મીડિયાન કરી થોડી થોડી વારે હલાવતા દૂધ ઉકાળી અડધું રહે ત્યાં સુંધી ઉકાળો. દૂધ ઉકાળે ત્યાં સુંધી બીજા વાસણમાં મિલ્ક પાઉડર અને અડધો કપ રૂમ તાપમાન વાળું દૂધ લઇ ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી તૈયાર કરી લ્યો.
- દૂધ ઉકાળવા લાગે એટલે એક વાટકામાં અડધો કપ કાજુ અડધો કપ ગરમ દૂધ નાખી ઢાંકી પંદર વીસ મિનીટ માટે એક બાજુ પલાળવા મુકો. હવે દૂધ ઉકાળી અડધું થાય એટલે એમાં મિલ્ક પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તમે હલાવતા રહી ઉકાળી લ્યો. ફરી દૂધ ઉકાળી અડધું થવા આવે ત્યાં સુંધી ઉકાળો. દૂધ ઉકાળે ત્યાં સુંધીમાં પલાળેલા કાજુને મિક્સર જારમાં નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં પીસેલા કાજુની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરી પાંચ સાત મિનીટ ઉકાળી લ્યો.
- ત્યાર બાદ એમાં સાકર / ખાંડ નાખી મિક્સ કરી સાકર ને ઓગાળી લ્યો. સાકર ઓગળી જાય એટલે પાંચ મિનીટ ઉકાળી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ હલાવતા રહી ઠંડું કરી લ્યો. ઠંડું થયેલ દૂધ ને ડબ્બામાં ભરી ઉપર સીલ્વર ફોઈલ લગાવી બ્રોર્બ પેક કરી આઠ થી દસ કલાક ફ્રીઝર માં મૂકી દયો.
- દસ કલાક પછી ફ્રીઝર માંથી કાઢી ફરી ચમચાથી થી કાઢી લ્યો અને મિક્સર જારમાં / બિટર થી બીટ કરી નાખી પીસી સ્મૂથ કરી લ્યો. હવે સ્મૂથ થાય એટલે એમાં વેનીલા એસેન્સ, કાજુના કટકા અને કીસમીસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને ડબ્બામાં નાખી ઉપર સિલ્વર પેપર થી બરોબર પેક કરી આખી રાત અથવા આઠ દસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી જમાવી લ્યો. દસ કલાકા પછી તમે અઈસ્ચ્રીમ ની મજા લઇ શકો છો. તો તૈયાર છે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ.
- ખાંડ / સાકાર ની માત્રા વધુ કે ઓછી તમારા સ્વાદ મુજબ કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gujiya Cookies Recipe in Gujarati | ઘુઘરા કુકીઝ
Chocolate tako mango cake | ચોકલેટ ટાકો મેંગો કેક
Soji halva nu primix | સોજી હલવા નું પ્રિમિક્ષ બનાવવાની રીત
Mango faluda rabdi | મેંગો ફાલુદા રબડી
Dry fruit kaju katori banavani rit | ડ્રાય ફ્રુટ કાજુ કટોરી બનાવવાની રીત