HomeLunch & DinnerGunda no Sambharo in Gujarati | ગુંદાનો સંભારો બનાવવાની રીત

Gunda no Sambharo in Gujarati | ગુંદાનો સંભારો બનાવવાની રીત

એપ્રિલ મહિનો શરૂ થાય એટલે માર્કેટમાં કાચી કેરીની સાથે-સાથે લીલાછમ અને તાજા ગુંદા (Gunda) આવવાની પણ શરૂઆત થઈ જાય છે. આપણે ગુંદાનું શાક બનાવીએ જ છીએ, પરંતુ રોજિંદા ભોજનમાં તાજા ખાવા માટે Gunda no Sambharo (ગુંદાનો સંભારો) બેસ્ટ છે. ઘણા લોકોને ગુંદા કાપતી વખતે તેની ચીકાશનો (Stickiness) કંટાળો આવતો હોય છે. પરંતુ આજે આપણે એક એવી ટ્રીક જોઈશું જેથી ગુંદાની ચીકાશ બિલકુલ ગાયબ થઈ જશે! ગુંદાનો ક્રંચ (Crunch) આ સંભારાને એટલો ટેસ્ટી બનાવે છે કે તમે આની સાથે 2 રોટલી વધારે ખાઈ જશો. ચાલો જોઈએ ગુંદાનો સંભારો બનાવવાની રીત.

Ingredients

  1. ગુંદા 500 ગ્રામ
  2. તેલ 3- 4 ચમચી
  3. જીરું ½ ચમચી
  4. હિંગ ¼ ચમચી
  5. હળદર ¼ ચમચી
  6. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  7. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  8. આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  9. ખાંડ 1 ચમચી
  10. આમચૂર પાઉડર 1 ચમચી
  11. બેસન 3- 4 ચમચી
  12. સ્વાદ મુજબ મીઠું

Gunda no Sambharo banavani rit

ગુંદાનો સંભારો બનાવવા સૌથી પહેલા ગુંદા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની ટોપી કાઢી ઘસતા થી એનું મોઢું તોડી એના બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ગુંદા ના બે ભાગ કરી લ્યો અને બધામાં મીઠું લગાવી  કપડા થી એની ચિકાસ દૂર કરી આમ બધા જ ગુંદા સાફ કરી તૈયાર કરી લ્યો સાથે આદુ અને લસણ ની પેસ્ટ બનાવી ને પણ રાખો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં ગુંદા નાખી  કરી ને શેકો. ગુંદા બરોબર ચડી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો.

ગુંદા બરોબર ચડી જાય એટલે એમાં મીઠું સ્વાદ મુજબ ( મીઠું મસાલા ન ભાગ પૂરતું નાખવું કેમકે ગુંદા સાફ કરતી વખતે આપણે એને મીઠા થી સાફ કરેલ એટલે એમાં મીઠા નો ભાગ હસે) હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકો. મસાલા શેકાઈ જાય એટલે એમાં બેસન નાખી મિક્સ કરી ઢાંકી સાવ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ ફરી બાદ  મિક્સ કરી ઢાંકી બીજી બે મિનિટ ચડાવી લ્યો. એમ બેસન નિ કચાસ દૂર થાય એટલે એમાં ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખો. તો તૈયાર છે ગુંદા નો સંભારો.

આમચૂર ની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકો છો.

ગુંદાનો સંભારો બનાવવાની રીત

Gunda no Sambharo in Gujarati - ગુંદાનો સંભારો

Gunda no Sambharo in Gujarati | ગુંદાનો સંભારો બનાવવાની રીત

એપ્રિલ મહિનો શરૂ થાય એટલે માર્કેટમાં કાચી કેરીની સાથે-સાથેલીલાછમ અને તાજા ગુંદા (Gunda) આવવાની પણ શરૂઆત થઈ જાય છે. આપણેગુંદાનું શાક બનાવીએ જ છીએ, પરંતુ રોજિંદા ભોજનમાં તાજા ખાવા માટે Gunda no Sambharo (ગુંદાનોસંભારો) બેસ્ટ છે. ઘણા લોકોને ગુંદા કાપતી વખતેતેની ચીકાશનો (Stickiness) કંટાળો આવતો હોય છે. પરંતુ આજે આપણે એકએવી ટ્રીક જોઈશું જેથી ગુંદાની ચીકાશ બિલકુલ ગાયબ થઈ જશે! ગુંદાનો ક્રંચ (Crunch)આ સંભારાને એટલો ટેસ્ટી બનાવે છે કે તમે આની સાથે 2 રોટલી વધારે ખાઈ જશો. ચાલો જોઈએ ગુંદાનો સંભારો બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 500 ગ્રામ ગુંદા
  • 3- 4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી બેસન
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Gunda no Sambharo banavani rit

  • ગુંદાનો સંભારો બનાવવા સૌથી પહેલા ગુંદા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની ટોપી કાઢી ઘસતા થી એનું મોઢું તોડી એના બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ગુંદા ના બે ભાગ કરી લ્યો અને બધામાં મીઠું લગાવી કપડા થી એની ચિકાસ દૂર કરી આમ બધા જ ગુંદા સાફ કરી તૈયાર કરી લ્યો સાથે આદુ અને લસણ ની પેસ્ટ બનાવી ને પણ રાખો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં ગુંદા નાખી કરી ને શેકો. ગુંદા બરોબર ચડી જાય ત્યાં સુંધી ઢાંકી ને ચડાવી લ્યો.
  • ગુંદા બરોબર ચડી જાય એટલે એમાં મીઠું સ્વાદ મુજબ ( મીઠું મસાલા ન ભાગ પૂરતું નાખવું કેમકે ગુંદા સાફ કરતી વખતે આપણે એને મીઠા થી સાફ કરેલ એટલે એમાં મીઠા નો ભાગ હસે) હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકો. મસાલા શેકાઈ જાય એટલે એમાં બેસન નાખી મિક્સ કરી ઢાંકી સાવ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો.
  • ત્યાર બાદ ફરી બાદ મિક્સ કરી ઢાંકી બીજી બે મિનિટ ચડાવી લ્યો. એમ બેસન નિ કચાસ દૂર થાય એટલે એમાં ખાંડ અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખો. તો તૈયાર છે ગુંદા નો સંભારો.
  • આમચૂર ની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular