જય શ્રી કૃષ્ણ આજ આપણે કેરી આદુ લસણ નું અથાણું બનાવવાની રીત – keri aadu lasan nu athanu banavani rit શીખીશું. અથાણાં ની સીઝન હોય એટલે અલગ અલગ પ્રકારના અથાણાં બનાવવા ના ઘર માં ચાલુ થઈ જાય ને ઘરમાં દરેક ને એક અલગ સ્વાદ વાળુ અથાણું ભાવતું હોય છે, Please subscribe Fun Food Facts YouTube channel If you like the recipe , એટલે એક સાથે ઘણા અથાણાં બનાવતા હોઈએ છીએ એક એવુજ અથાણું છે જે આદુ લસણ ની પેસ્ટ સાથે તૈયાર કરવા માં આવતું હોય છે જેનો સ્વાદ ખુબજ સારો લાગે છે તો ચાલો આજ આપણે આદુ લસણ કેરીનું અથાણું બનાવવાની રીત – aadu lasan keri nu athanu banavani rit શીખીએ.
કેરી આદુ લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- કેરી 2 કિલો
- લસણ 500 ગ્રામ
- આદુ 250 ગ્રામ
- હળદર 1 +3-4 ચમચી
- મેથી દાણા 10 ગ્રામ
- હિંગ 10 ગ્રામ
- મેથી પાઉડર 10 ગ્રામ
- રાઈ 20 ગ્રામ
- રાઈ ના કુરિયા 100 ગ્રામ
- જીરું 20 ગ્રામ
- ધાણા જીરું પાઉડર 40 ગ્રામ
- લાલ મરચાનો પાઉડર 100 ગ્રામ
- તેલ 1 લીટર 200 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
કેરી આદુ લસણ નું અથાણું બનાવવાની રીત | આદુ લસણ કેરીનું અથાણું બનાવવાની રીત
કેરી આદુ લસણ નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચી કેરી ને ધોઇ ને સાફ કરી કપડા થી બરોબર કોરી કરી લ્યો ત્યાર બાદ એના મીડીયમ સાઇઝ ના કટકા કરી એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એકાદ કલાક એમજ રહેવા દયો.
એકાદ કલાક પછી સાફ ને કોરા કપડા પર કેરી ને એક એક કેરી મૂકી ને પંખા નીચે ચાર પાંચ કલાક અથવા તડકા માં બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ વાસણમાં ભરી લ્યો.
હવે લસણ ની કણી ને સાફ કરી લ્યો અને મિક્સર જાર માં પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ આદુ ની છાલ કાઢી એના કટકા કરી એને પણ મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર એક મોટી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં થી બસો ગ્રામ જેટલું તેલ લગ કઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં સૌથી પહેલા રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં જીરું અને મેથી દાણા નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો.
લસણ ની પેસ્ટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી આદુ નું પાણી બારી લ્યો ને બને નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બાર થી પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા મોટા વાસણમાં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં રાઈ ના કુરિયા, ધાણા જીરું પાઉડર, હળદર, મેથી પાઉડર અને દોઢસો ગ્રામ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને બિલકુલ ઠંડો થાય ત્યાર બાદ એમાં સૂકવેલી કેરી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કપડા થી બાંધી ને મૂકી દયો ને ત્રણ ચાર દિવસ સવાર સાંજ અથાણાં ને બરોબર હલાવતા રહો ને ચાર દિવસ પછી એક સાફ ને કોરી બરણી માં ભરી લ્યો ને મજા લ્યો કેરી નું આદુ લસણ નું અથાણું.
aadu lasan keri nu athanu recipe in gujarati notes
- મેથી નો સ્વાદ ઓછો પસંદ આવે તો કા મેથી દાણા અથવા મેથી પાઉડર જ નાખવા.
- અથાણાં માં મીઠા નું પ્રમાણ થોડું વધારે જ રાખવું જેથી અથાણું બગડશે નહિ.
- કેરી ને તડકા માં વધારે ના સૂકવી નહિતર કેરી ચવડી થઈ જશે.
aadu lasan keri nu athanu banavani rit | Recipe Video
Youtube પર Fun Food Facts ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
keri aadu lasan nu athanu banavani rit
કેરી આદુ લસણ નું અથાણું | આદુ લસણ કેરીનું અથાણું | aadu lasan keri nu athanu | keri aadu lasan nu athanu
Equipment
- 1 મોટી તપેલી
- 1 મોટી કડાઈ
- 1 મિક્સર
Ingredients
કેરી આદુ લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી
- 2 કિલો કેરી
- 500 ગ્રામ લસણ
- 250 ગ્રામ આદુ
- 5 ચમચી હળદર
- 10 ગ્રામ મેથી દાણા
- 10 ગ્રામ હિંગ
- 10 ગ્રામ મેથી પાઉડર
- 20 ગ્રામ રાઈ
- 100 ગ્રામ રાઈના કુરિયા
- 20 ગ્રામ જીરું
- 40 ગ્રામ ધાણા જીરું પાઉડર
- 100 ગ્રામ લાલ મરચાનો પાઉડર
- 1 લીટર તેલ ને 200 ગ્રામ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
કેરી આદુ લસણ નું અથાણું બનાવવાની રીત | આદુ લસણ કેરીનું અથાણું બનાવવાની રીત | aadu lasan keri nu athanu banavani rit | keri aadu lasan nu athanu banavani rit
- કેરી આદુ લસણ નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચી કેરી ને ધોઇ નેસાફ કરી કપડા થી બરોબર કોરી કરી લ્યો ત્યાર બાદ એના મીડીયમ સાઇઝ ના કટકા કરી એક મોટાવાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી ને બરોબર મિક્સકરી લ્યો ને ઢાંકી ને એકાદ કલાક એમજ રહેવા દયો.
- એકાદ કલાક પછી સાફ ને કોરા કપડા પર કેરી ને એક એક કેરી મૂકી ને પંખા નીચે ચાર પાંચ કલાક અથવા તડકા માં બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ વાસણમાં ભરી લ્યો.
- હવે લસણ ની કણી ને સાફ કરી લ્યો અને મિક્સર જાર માં પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ આદુ ની છાલ કાઢી એના કટકા કરી એને પણ મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર એક મોટી કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં થી બસો ગ્રામજે ટલું તેલ લગ કઢી લ્યો ત્યાર બાદ ગરમ તેલ માં સૌથી પહેલા રાઈ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં જીરું અને મેથી દાણા નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લ્યો.
- લસણની પેસ્ટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ ની પેસ્ટનાખી મિક્સ કરી આદુ નું પાણી બારી લ્યો ને બને નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બાર થી પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા મોટા વાસણમાં નાખી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં રાઈ ના કુરિયા, ધાણા જીરું પાઉડર, હળદર, મેથી પાઉડરઅને દોઢસો ગ્રામ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને બિલકુલ ઠંડો થાય ત્યાર બાદએમાં સૂકવેલી કેરી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને કપડા થી બાંધી ને મૂકી દયો ને ત્રણચાર દિવસ સવાર સાંજ અથાણાં ને બરોબર હલાવતા રહો ને ચાર દિવસ પછી એક સાફ ને કોરી બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો કેરી નું આદુ લસણ નું અથાણું.
aadu lasan keri nu athanu recipe in gujarati notes
- મેથીનો સ્વાદ ઓછો પસંદ આવે તો કા મેથી દાણા અથવા મેથી પાઉડર જ નાખવા.
- અથાણાંમાં મીઠા નું પ્રમાણ થોડું વધારે જ રાખવું જેથી અથાણું બગડશે નહિ.
- કેરીને તડકા માં વધારે ના સૂકવી નહિતર કેરી ચવડી થઈ જશે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાચી કેરી ની રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit
કાળા ચણા નું શાક | kala chana nu shaak gujarati
વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak
દહીં તીખારી | dahi tikhari | tikhari | dahi tikhari recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.