ગુજરાતી ઘરોમાં શિમલા મરચાં મોટાભાગે બટાકા સાથે કે પછી સંભારા તરીકે જ બનાવવામાં આવે છે. ઘર માં જ્યારે કોઈ શાક ન હોય અથવા તો કોઈ ઝંઝટ વગર કે મહેનત વગર કોઈ શાક બનાવું હોય ત્યારે સિમલા મરચા અને દહીં નો ઉપયોગ કરી ટેસ્ટી અને ક્રીમી શાક તૈયાર કરી શકો છો. Dahi Shimla Mirch (દહીં કેપ્સિકમનું શાક) પચવામાં એકદમ હળવું હોય છે. જે રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો. ચાલો દહીં શિમલા મરચાંનું શાક બનાવવાની રીત શીખીએ.
Table of contents
Ingredients List
- શિમલા મરચા 1
- ડુંગળી 1
- સીંગદાણા 3- 4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલ 1- 2
- દહીં 1 કપ
- કસૂરી મેથી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- જીરું ½ ચમચી
- તેલ 2- 3 ચમચી
Dahi Shimla Mircha nu shaak banavani rit
દહીં શિમલા મરચાં નું શાક બનાવવા સૌથી પહેલા સિમલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને બે ભાગ માં કાપી બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ ને પણ વચ્ચે થી કાપી લ્યો હવે બધા ને લાંબા લાંબા સુધારી લ્યો. ત્યાર બાદ લસણી પેસ્ટ તૈયાર કરી લ્યો, સીંગદાણા ને કૂટી ને કેશ કરી લ્યો, ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ બે ભાગમાં કાપી લાંબી લાંબી સુધારી લ્યો. અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
હવે એક વાસણમાં સુધારેલ સિમલા મરચા, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કસૂરી મેથી, સીંગદાણા નો ભૂકો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એને પણ ગોલ્ડન શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સિમલા મરચા વાળું મિશ્રણ નાખી મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. સિમલા મરચા બરોબર ચડી જાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો અને દહીં ચડી જાય એમ તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર શાક ને રોટલી, પરાઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દહીં સિમલા મરચાનું શાક.
દહીં શિમલા મરચાં નું શાક બનાવવાની રીત

Dahi Shimla Mircha nu shaak Recipe in Gujarati | દહીં શિમલા મરચાં નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 શિમલા મરચા
- 1 ડુંગળી
- 3- 4 ચમચી સીંગદાણા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1-2 લીલા મરચા સુધારેલ
- 1 કપ દહીં 1
- 1 ચમચી કસૂરી મેથી
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી જીરું
- 2-3 ચમચી તેલ
Instructions
Dahi Shimla Mircha nu shaak banavani rit
- દહીં શિમલા મરચાં નું શાક બનાવવા સૌથી પહેલા સિમલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એને બે ભાગ માં કાપી બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ બે ભાગ ને પણ વચ્ચે થી કાપી લ્યો હવે બધા ને લાંબા લાંબા સુધારી લ્યો. ત્યાર બાદ લસણી પેસ્ટ તૈયાર કરી લ્યો, સીંગદાણા ને કૂટી ને કેશ કરી લ્યો, ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ બે ભાગમાં કાપી લાંબી લાંબી સુધારી લ્યો. અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
- હવે એક વાસણમાં સુધારેલ સિમલા મરચા, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કસૂરી મેથી, સીંગદાણા નો ભૂકો અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
- લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એને પણ ગોલ્ડન શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સિમલા મરચા વાળું મિશ્રણ નાખી મિક્સ કરી ઢાંકી ને ચડાવી લ્યો. સિમલા મરચા બરોબર ચડી જાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં દહીં નાખી મિક્સ કરી લ્યો અને દહીં ચડી જાય એમ તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર શાક ને રોટલી, પરાઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે દહીં સિમલા મરચાનું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Keri Tameta ni Chutney Recipe in Gujarati | કેરી ટામેટાની ચટણી બનાવવાની રીત
આલૂ મટર નું શાક બનાવવાની રીત | Aloo matar nu shaak banavani rit
Ragi Balls banavani rit | રાગી બોલ્સ બનાવવાની રીત
Sabudana bataka na parotha banavani rit | સાબુદાણા બટેકા ના પરોઠા બનાવવાની રીત
gunda nu shaak banavani recipe | ગુંદા નું શાક બનાવવાની રેસીપી
Ghau ni rotli no veg wrap banavani rit | ઘઉંની રોટલી નો વેજ વ્રેપ