જય શ્રી કૃષ્ણ આજ આપણે Ghau ni rotli no veg wrap – ઘઉંની રોટલી માંથી વેજ વ્રેપ બનાવવાની રીત શીખીશું. આ વ્રેપ ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને આજ આપણે ઘઉંની રોટલી નો ઉપયોગ કરી બનાવીએ છીએ તો હેલ્થી પણ બનશે. આ વ્રેપ તમે બાળકો ને ટિફિન માં પણ બનાવી આપી શકો છો તો એક વખત ચોક્કસ ટ્રાય કરો.
Ingredients list
- રોટલી 4-5
- સ્ટફિંગ માટે ની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- ઝીણું સમારેલું આદુ અને લસણ 2 ચમચી
- ઝીણી અને લાંબી સમારેલી ડુંગળી 2
- ગાજર લાંબા અને ઝીણું સમારેલું 1
- ઝીણા અને લાંબા સુધારેલ કેપ્સીકમ 1
- ટમેટા લાંબા સુધારેલ 1
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- જીરું પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- બાફેલા બટાકા 4-5
- ટમેટા સોસ 2 +4 ચમચી
- ચીલી સોસ 2 ચમચી
- માયોનિઝ ¼ કપ
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ઓરેગાનો ½ ચમચી
- ચાર્ટ મસાલો ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Ghau ni rotli no veg wrap banavani rit
ઘઉંની રોટલી નો વેજ વ્રેપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ગજર નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો.
ટમેટા ચડી જાય એટલે એમાં સુધારેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લેવા ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, આમચૂર પાઉડર, હળદર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં બે ચમચી ટમેટા સોસ અને રેડ ચીલી સોસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ બાફી ને મેસ કરેલ બટાકા નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો. હવે બીજા વાટકામાં માયોનિજ માં ચાર ચમચી ટમેટા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે એકાદ લાંબી ડુંગળી પણ સુધારી લ્યો.
હવે રોટલી લ્યો એના પર માયોનીજ લગાવી દયો એના પર તૈયાર કરેલ બટાકા વાળો મસાલો મૂકો અને એના પર સુધારેલ ડુંગળી અને ચાર્ટ મસાલો છાંટો અને રોટલી ને ફોલ્ડ કરી વ્રેપ બનાવી લ્યો આમ બધી રોટલી માં પહેલા માયોનીજ લગાવી એના પર બટાકા નો મસાલો મૂકી ડુંગળી અને ચાર્ટ મસાલો છાંટી રોટલી ફોલ્ડ કરી વ્રેપ બનાવી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં તેલ લગાવી એના પર તૈયાર કરેલ રોલ મૂકી મિડીયમ તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઉપર બાજુ પણ તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો ઘઉંની રોટલી માંથી વેજ વ્રેપ.
Rotli wrap recipe notes
- જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો નો ઉપયોગ ઓછો કરવો.
- શાક માં તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
- તમને ચીઝ પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ઘઉંની રોટલી નો વેજ વ્રેપ બનાવવાની રીત

Ghau ni rotli no veg wrap banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તવી
Ingredients
Ingredients list
- 4-5 રોટલી
સ્ટફિંગ માટે ની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 2 ચમચી ઝીણું સમારેલું આદુ અને લસણ
- 2 ઝીણી અને લાંબી સમારેલી ડુંગળી
- 1 ગાજર લાંબા અને ઝીણું સમારેલું
- 1 ઝીણા અને લાંબા સુધારેલ કેપ્સીકમ
- 1 ટમેટા લાંબા સુધારેલ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી જીરું પાઉડર
- ¼ ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- 4-5 બાફેલા બટાકા
- 6 ચમચી ટમેટા સોસ
- 2 ચમચી ચીલી સોસ
- ¼ કપ માયોનિઝ
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી ઓરેગાનો
- ¼ ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Ghau ni rotli no veg wrap banavani rit
- ઘઉંની રોટલી નો વેજ વ્રેપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ગજર નાખી એને પણ બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો.
- ટમેટા ચડી જાય એટલે એમાં સુધારેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લેવા ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, આમચૂર પાઉડર, હળદર, ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં બે ચમચી ટમેટા સોસ અને રેડ ચીલી સોસ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ બાફી ને મેસ કરેલ બટાકા નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો. હવે બીજા વાટકામાં માયોનિજ માં ચાર ચમચી ટમેટા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે એકાદ લાંબી ડુંગળી પણ સુધારી લ્યો.
- હવે રોટલી લ્યો એના પર માયોનીજ લગાવી દયો એના પર તૈયાર કરેલ બટાકા વાળો મસાલો મૂકો અને એના પર સુધારેલ ડુંગળી અને ચાર્ટ મસાલો છાંટો અને રોટલી ને ફોલ્ડ કરી વ્રેપ બનાવી લ્યો આમ બધી રોટલી માં પહેલા માયોનીજ લગાવી એના પર બટાકા નો મસાલો મૂકી ડુંગળી અને ચાર્ટ મસાલો છાંટી રોટલી ફોલ્ડ કરી વ્રેપ બનાવી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં તેલ લગાવી એના પર તૈયાર કરેલ રોલ મૂકી મિડીયમ તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઉપર બાજુ પણ તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો ઘઉંની રોટલી માંથી વેજ વ્રેપ.
Notes
- જો બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો નો ઉપયોગ ઓછો કરવો.
- શાક માં તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
- તમને ચીઝ પસંદ હોય તો એ પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Kasuri methi banavani rit | કસૂરી મેથી બનાવવાની રીત
Farali dahi vada banavani rit | ફરાળી દહીં વડા બનાવવાની રીત
mag ni dal ni khichdi gujarati | મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત
Palak nu shaak banavani rit | પાલક નું શાક બનવાની રીત
Tran prakar ni Naan banavani rit | ત્રણ પ્રકાર ની નાન બનાવવાની રીત
paneer chingari banavani rit | પનીર ચીનગારી
sukhi bhaji banavani rit | સુકી ભાજી બનાવવાની રીત