HomeDessert & Drinksdry fruit chocolate balls | ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત

dry fruit chocolate balls | ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત

આ દિવાળી પર આવેલા નાના અને મોટા દરેક મહેમાનો ને ઘરે બનાવેલા આ ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ ખવડાવી ખુશ કરી શકો છો. આ ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવા ખૂબ સરળ છે અને બધા ને પસંદ પણ આવશે. આ દિવાળી પર એક ની એક મીઠાઈ ના બનાવી કઈક નવી મીઠાઈ તૈયાર કરી બધા સાથે મજા લ્યો. તો ચાલો  dry fruit chocolate balls banavani rit શીખીએ.

ચોકલેટ બોલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ ½ કપ
  • બદામ ½ કપ
  • પિસ્તા ½ કપ
  • અખરોટ ½ કપ
  • ઘી 1-2 ચમચી
  • ગુલાબ જળ 1 ચમચી
  • ગુલકંદ 2 ચમચી
  • ખજૂર બીજ કાઢેલ 150 ગ્રામ
  • વ્હાઈટ ચોકલેટ 100 ગ્રામ
  • પિસ્તા 2-3 ચમચી ઝીણા સુધારેલ
  • કાજુ 2 ચમચી ઝીણા સુધારેલ

ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત

ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવા ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં બદામ, કાજુ નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા અને અખરોટ નાખી એમને પણ શેકી લ્યો. બધા ડ્રાય ફ્રુટ ને બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. ડ્રાય ફ્રુટ ઠંડા થાય ત્યાં સુંધી ખજૂર માંથી બીજ અને ટોપી અલગ કરી નાખો.

હવે મિક્સર જાર માં ઠંડા થયેલા ડ્રાય ફ્રુટ નાખી પ્લસ મોડ માં દરદરા પીસી લ્યો. ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જાર માં ખજૂર, ગુલકંદ અને ગુલાબ જળ નાખી પીસી પેસ્ટ કરી લ્યો. પીસેલા ખજૂર ના પેસ્ટ ને પીસેલા ડ્રાયફ્રુટ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ના બોલ્સ બનાવી લ્યો અને ફ્રીઝ માં ઠંડા થવા મૂકો.

ત્યારબાદ વ્હાઈટ ચોકલેટ ને એક વાસણમાં કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ચોકલેટ વાળું વાસણ મૂકી ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે એમાં ઝીણા કાજુ અને પિસ્તા ના કટકા નાખી મિક્સ કરી લ્યો.

ડ્રાય ફ્રુટ બોલ ને ચોકલેટ માં બોળી કાંટા ચમચી થી બહાર કાઢી પ્લેટ માં મૂકો અને પ્લેટ ને  ફ્રિઝર માં મૂકી ચોકલેટ ને જમાવી લ્યો અને ત્યાર બાદ પ્લેટ માંથી બોલ્સ અલગ કરી લ્યો આમ બધા બોલ્સ ને ચોકલેટ માં બોળી ઠંડા કરી લ્યો અને તૈયાર કરી લ્યો તૈયાર બોલ્સ ને ડબ્બા માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને મજા લ્યો ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ.

dry fruit chocolate balls recipe notes

  • અહી તમે વ્હાઈટ ચોકલેટ ની જગ્યાએ ડાર્ક ચોકલેટ કે રેગ્યુલર ચોકલેટ પણ વાપરી શકો છો.
  • જો ડ્રાય ફ્રુટ બોલ્સ બરોબર ઠંડા થયેલા હસે તો ચોકલેટ માંથી નીકળતા જ ચોકલેટ નું કોટીંગ થઈ જશે જેને તમે તરત ફ્રીઝ માં મૂકી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

dry fruit chocolate balls banavani rit

ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ - dry fruit chocolate balls - ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવાની રીત - dry fruit chocolate balls banavani rit

dry fruit chocolate balls banavani rit

આ દિવાળી પર આવેલા નાના અને મોટા દરેક મહેમાનો ને ઘરેબનાવેલા આ ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ ખવડાવી ખુશ કરી શકો છો. આ ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવા ખૂબ સરળ છે અને બધા ને પસંદ પણ આવશે.આ દિવાળી પર એક ની એક મીઠાઈ ના બનાવી કઈક નવી મીઠાઈ તૈયાર કરી બધા સાથેમજા લ્યો. તો ચાલો dry fruit chocolate balls banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 20 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોકલેટ બોલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ કાજુ
  • ½ કપ બદામ
  • ½ કપ પિસ્તા
  • ½ કપ અખરોટ
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી ગુલાબ જળ
  • 2 ચમચી ગુલકંદ
  • 150 ગ્રામ ખજૂર બીજ કાઢેલ
  • 100 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
  • 2-3 ચમચી પિસ્તા ઝીણા સુધારેલ
  • 2 ચમચી કાજુ ઝીણા સુધારેલ

Instructions

dry fruit chocolate balls banavani rit

  • ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ બનાવવા ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં બદામ, કાજુ નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ એમાં પિસ્તા અને અખરોટ નાખી એમને પણ શેકી લ્યો. બધા ડ્રાય ફ્રુટ ને બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. ડ્રાય ફ્રુટ ઠંડા થાય ત્યાં સુંધી ખજૂર માંથી બીજ અને ટોપી અલગ કરી નાખો.
  • હવે મિક્સર જાર માં ઠંડા થયેલા ડ્રાય ફ્રુટ નાખી પ્લસ મોડ માં દરદરા પીસી લ્યો. ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જાર માં ખજૂર, ગુલકંદ અને ગુલાબ જળ નાખી પીસી પેસ્ટ કરી લ્યો. પીસેલા ખજૂર ના પેસ્ટ ને પીસેલા ડ્રાયફ્રુટ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ના બોલ્સ બનાવી લ્યો અને ફ્રીઝ માં ઠંડા થવા મૂકો.
  • ત્યારબાદ વ્હાઈટ ચોકલેટ ને એક વાસણમાં કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એમાં ચોકલેટ વાળું વાસણ મૂકી ચોકલેટ ને ઓગળી લ્યો. ચોકલેટ ઓગળી જાય એટલે એમાં ઝીણા કાજુ અને પિસ્તા ના કટકા નાખી મિક્સ કરી લ્યો.
  • ડ્રાય ફ્રુટ બોલ ને ચોકલેટ માં બોળી કાંટા ચમચી થી બહાર કાઢી પ્લેટ માં મૂકો અને પ્લેટ ને ફ્રિઝર માં મૂકી ચોકલેટ ને જમાવી લ્યો અને ત્યાર બાદ પ્લેટ માંથી બોલ્સ અલગ કરી લ્યો આમ બધા બોલ્સ ને ચોકલેટ માં બોળી ઠંડા કરી લ્યો અને તૈયાર કરી લ્યો તૈયાર બોલ્સ ને ડબ્બા માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકી દયો અને મજા લ્યો ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ્સ.

dry fruit chocolate balls recipe notes

  • અહી તમે વ્હાઈટ ચોકલેટ ની જગ્યાએ ડાર્ક ચોકલેટ કે રેગ્યુલર ચોકલેટ પણ વાપરી શકો છો.
  • જો ડ્રાય ફ્રુટ બોલ્સ બરોબર ઠંડા થયેલા હસે તો ચોકલેટ માંથી નીકળતા જ ચોકલેટ નું કોટીંગ થઈ જશે જેને તમે તરત ફ્રીઝ માં મૂકી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular