જય શ્રી કૃષ્ણ ઘણી વખત એવું બને કે ઘરમાં કોઈ શાક ના હોય અને બહાર લેવા જવાય એમ પણ ના હોય ત્યારે દરેક ઘરમાં ડુંગળી બટાકા તો હોય જ છે. તો આજ આપણે દરેક ઘરમાં હંમેશા મળી રહે એવા ડુંગળી બટાકા માંથી શાક બનાવશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો. તો ચાલો Dungri batata nu shak banavani rit શીખીએ.
ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 6-8 ના કટકા
- ડુંગળી ના કટકા 6-7 ના કટકા
- ડુંગળી 1 ની પેસ્ટ
- તેલ / નારિયળ તેલ 4-5 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- તમાલપત્ર 1
- લીલા મરચા સુધારેલા 2-3
- મરી 3-4
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- ટમેટા પ્યુરી 1-2 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ફેટેલું દહીં ¼ કપ લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
Dungri batata nu shak banavani rit
ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફેલા બટાકા ના કટકા નાખી લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં ડુંગળી ના કટકા ને પણ ફૂલ તાપે હલાવતા રહો શેકી લ્યો અને થોડી શેકાઈ જય એટલે બટાકા સાથે કાઢી લ્યો.
એજ કડાઈ માં બીજી એક બે ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, તમાલપત્ર, લીલા મરચા સુધારેલા, મરી, નાખી શેકી ત્યાર બાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાવા આવે એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી બીજી બે ત્રણ મિનિટ શેકી લ્યો.
એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા ચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો. હવે ગેસ ધીમો કરી નાખો અને એમાં દહી નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
દહી ને બે ત્રણ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ બટાકા અને ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો ડુંગળી બટાકા નું શાક.
ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત

Dungri batata nu shak banavani rit
Equipment
- 1 kadai
Ingredients
ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 6-8 બાફેલા બટાકાના કટકા
- 6-7 ડુંગળી ના કટકા ના કટકા
- 1 ડુંગળી ની પેસ્ટ
- 4-5 ચમચી તેલ / નારિયળ તેલ ચમચી
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 તમાલપત્ર
- 2-3 લીલા મરચા સુધારેલા
- 3-4 મરી
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 કપ ટમેટા પ્યુરી
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ કપ ફેટેલું દહીં
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Dungri batata nu shak banavani rit
- ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાંતેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફેલા બટાકા ના કટકા નાખી લાઈટ ગોલ્ડન શેકીલ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં ડુંગળી ના કટકા ને પણ ફૂલ તાપેહલાવતા રહો શેકી લ્યો અને થોડી શેકાઈ જય એટલે બટાકા સાથે કાઢી લ્યો.
- એજ કડાઈ માં બીજી એક બે ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, તમાલપત્ર, લીલા મરચા સુધારેલા, મરી, નાખી શેકી ત્યાર બાદ એમાં ડુંગળીની પેસ્ટ નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ડુંગળીશેકાવા આવે એટલે એમાં આદુ લસણની પેસ્ટ નાખી બીજી બે ત્રણ મિનિટ શેકી લ્યો.
- એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટાચડી જાય અને તેલ અલગ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો. હવે ગેસ ધીમો કરી નાખો અને એમાં દહી નાખી મિક્સકરી ચડાવી લ્યો.
- દહી ને બે ત્રણ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ એમાંશેકેલ બટાકા અને ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ લીલા ધાણાસુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો ડુંગળી બટાકાનું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજીટેબલ ટેમ્પુરા બનાવવાની રીત | Vegetable Tempura banavani rit
પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll banavani rit
મલ્ટીસીડસ મુખવાસ બનાવવાની રીત | multi seed mukhwas banavani rit
ગાંઠિયા નુ શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit