આજ એક રાજસ્થાની વાનગી બૂંદી કઢી બનાવતા શીખીશું. આ કઢી ને તમે રોટલી, રોટલા અને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક ની એક સ્ટાઈલ વાળી કઢી ખાઈ ને કંટાળી ગયા હો તો એક વખત આ રીતે કઢી બનાવી જોવો મોઢા નો સ્વાદ ખૂબ સારો થઈ જશે. તો ચાલો Bundi kadhi banavani recipe શીખીએ.
Ingredients List
- બેસન ½ કપ
- દહીં 1 ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 +1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- તેલ / સરસિયું તેલ 2 +1 ચમચી
- લીલ મરચા સુધારેલા 2-3
- મીઠા લીમડા ના પાન 5-7
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- તમાલપત્ર ના પાંદ 1
- કસૂરી મેથી 1 ચમચી
- બુંદી ½ કપ
- પાણી 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
Bundi kadhi banavani recipe
બૂંદી કઢી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ, બે સૂકા લાલ મરચા, તમાલપત્ર ના પાંદ, મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં બેસન વાળી છાસ નાખી અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ફૂલ કરો કઢી માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી કાઢી ને ચડાવી લ્યો.
કઢી માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ મિનિટ કઢી ને ઉકાળો. દસ મિનિટ પછી એમાં બુંદી અને કસૂરી મેથી ને હાથ માં ક્રશ કરી નાખો સાથે બુંદી અને મિક્સ કરી લ્યો ને ધીમા તાપે ઉકળવા દયો.
હવે વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને કઢી માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ કઢી સર્વ કરો. તો તૈયાર છે બૂંદી કઢી.
Bundi kadhi recipe notes
- અહીં તમે દહી ની જગ્યાએ છાસ નો ઉપયોગ પણ કરી શકો છો.
- તેલ ની જગ્યાએ ઘી થી વઘારેલ કઢી વધારે સ્વાદિષ્ટ લાગે છે.
- જો તમે લસણ ખાતા હો તો પીસેલું લસણ પણ થોડું નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બૂંદી કઢી બનાવવાની રેસીપી

Bundi kadhi banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
Ingredients List
- ½ કપ બેસન
- 1½ કપ દહીં
- ½ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 3 ચમચી તેલ / સરસિયું તેલ
- 2-3 લીલ મરચા સુધારેલા
- 5-7 મીઠા લીમડા ના પાન
- 1 ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 2-3 સૂકા લાલ મરચા
- 1 તમાલપત્ર ના પાંદ
- 1 ચમચી કસૂરી મેથી
- ½ કપ બુંદી
- 1½ કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Bundi kadhi banavani recipe
- બૂંદી કઢી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હિંગ, બે સૂકા લાલ મરચા, તમાલપત્ર ના પાંદ, મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં બેસન વાળી છાસ નાખી અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ફૂલ કરો કઢી માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી કાઢી ને ચડાવી લ્યો.
- કઢી માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ મિનિટ કઢી ને ઉકાળો. દસ મિનિટ પછી એમાં બુંદી અને કસૂરી મેથી ને હાથ માં ક્રશ કરી નાખો સાથે બુંદી અને મિક્સ કરી લ્યો ને ધીમા તાપે ઉકળવા દયો.
- હવે વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને કઢી માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ કઢી સર્વ કરો. તો તૈયાર છે બૂંદી કઢી.
Bundi kadhi recipe notes
- અહીં તમે દહી ની જગ્યાએ છાસ નો ઉપયોગ પણ કરી શકો છો.
- તેલ ની જગ્યાએ ઘી થી વઘારેલ કઢી વધારે સ્વાદિષ્ટ લાગે છે.
- જો તમે લસણ ખાતા હો તો પીસેલું લસણ પણ થોડું નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
schezwan fried rice | સેજવાન ફ્રાઇડ રાઈસ
Gajar nariyal ni chatni | ગાજર નારિયળ ની ચટણી રેસીપી
અમૃતસરી પનીર ભુર્જી બનાવવાની રીત | Amritsari Paneer Bhurji banavani rit
મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત | mag ni dal ni khichdi gujarati