ગુજરાતીઓના દિવસની શરૂઆત ચા અને ભાખરી (Tea and Bhakri) વગર અધૂરી છે. તેમાં પણ જો Jeera Bhakhri હોય તો સવાર સુધરી જાય! જીરા ભાખરી એટલે કે જેને આપણે Biscuit Bhakhri પણ કહીએ છીએ, તે ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે. દરેક ગુજરાતી ની ખુબ જ પસંદ આવતો હેલ્થી નાસ્તો છે જે બનાવી લાંબા સમય સુંધી ચા, દૂધ, દહીં, ચટણી, અથાણા સાથે મજા લઇ શકો છો.
આ ભાખરી પ્રવાસ (Travelling) માં સાથે લઈ જવા માટે પણ ઉત્તમ છે કારણ કે તે જલ્દી બગડતી નથી. જો તમારી ભાખરી પોચી પડી જતી હોય અથવા બિસ્કીટ જેવી ન બનતી હોય, તો આજે હું તમને પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે Jeera Bhakhri Banavani Rit શીખવાડીશ.
Jeeru ni Bhakri Ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- તેલ 5-6 ચમચી
- હળદર 1/8 ચમચી
- જીરું 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી ¼ કપ
Jeera Bhakhri banavani rit
જીરા ભાખરી બનાવવા સૌથી પહેલા કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, જીરું, હળદર અને પાંચ છ ચમચી તેલ નાખી હાથ થી બરોબર મસળી મસળી મિક્સ કરી લ્યો. ને મિક્સ કરેલ લોટ મની મુઠી વાળી જોવો જો બરોબર મુઠી બંધાઈ જાય તો હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ફરીથી મસળી ને ઢાંકી દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. દસ મિનીટ પછી લોટ ને ફરીથી મસળી લઇ એમાંથી મોટા મોટા ચાર પાંચ લુવા કરી લ્યો. હવે એક લુવો લઇ વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો.
કોઈ પણ કટરથી કાપી વધારા ના લોટ ને અલગ કરી લ્યો અને ફરી વણી કાણા કરી લઇ કટ કરી લ્યો. આમ બધા જ લોટ માંથી ભાખરી બનાવી લ્યો.હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ ભાખરી ને બને બાજુ થોડી થોડી શેકી લ્યો.
ત્યાર બાદ કપડાથી અથવા ભાખરી દટા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ ભાખરી ને ઉતારી લ્યો આમ બધી જ ભાખરી ને શેકી લ્યો અને ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જીરા ભાખરી.
જીરા ભાખરી બનાવવાની રીત

Jeera Bhakhri Recipe in Gujarati | જીરા ભાખરી બનાવવાની રીત | Biscuit Bhakri
Equipment
- 1 કથરોટ
- 1 તવી
Ingredients
Jeera Bhakri Ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 5-6 ચમચી તેલ 5-6
- ⅛ ચમચી હળદર 1/8 ચમચી
- 1 ચમચી જીરું 1 ચમચી
- 1 ચમચી સફેદ તલ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ¼ કપ પાણી ¼ કપ
Instructions
Jeera Bhakhri banavani rit
- જીરા ભાખરી બનાવવા સૌથી પહેલા કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, જીરું, હળદર અને પાંચ છ ચમચી તેલ નાખી હાથ થી બરોબર મસળી મસળી મિક્સ કરી લ્યો. ને મિક્સ કરેલ લોટ મની મુઠી વાળી જોવો જો બરોબર મુઠી બંધાઈ જાય તો હવે એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
- બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ફરીથી મસળી ને ઢાંકી દસ મિનીટ ઢાંકી એક બાજુ મુકો. દસ મિનીટ પછી લોટ ને ફરીથી મસળી લઇ એમાંથી મોટા મોટા ચાર પાંચ લુવા કરી લ્યો. હવે એક લુવો લઇ વેલણ વડે મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો.
- કોઈ પણ કટરથી કાપી વધારા ના લોટ ને અલગ કરી લ્યો અને ફરી વણી કાણા કરી લઇ કટ કરી લ્યો. આમ બધા જ લોટ માંથી ભાખરી બનાવી લ્યો.હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ ભાખરી ને બને બાજુ થોડી થોડી શેકી લ્યો.
- ત્યાર બાદ કપડાથી અથવા ભાખરી દટા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ શેકેલ ભાખરી ને ઉતારી લ્યો આમ બધી જ ભાખરી ને શેકી લ્યો અને ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે જીરા ભાખરી.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Surti Ponk Patties Recipe in Gujarati | પોંક પેટીસ
Muesli sathe Chia Seeds banavani recipe | મુયૂસેલી સાથે ચિયા સીડ્સ બનાવવાની રેસીપી
Thekua banavani rit | ઠેકુઆ બનાવવાની રીત
Marcha na masaledar lachcha parotha recipe | મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવાની રીત
