HomeNastaઠેકુઆ બનાવવાની રીત | Thekua banavani rit

ઠેકુઆ બનાવવાની રીત | Thekua banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઠેકુઆ બનાવવાની રીત શીખીશું. આ ઠેકુઆ એ બિહારી લોકો છઠ્ઠ પૂજા પર બનાવી તૈયાર કરી પ્રસાદી તરીકે બનાવવામાં આવે છે. અને બધા અલગ અલગ રીતે અને અલગ અલગ લોટ માંથી બનાવતા હોય છે. જે બનાવવા ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો એક વખત ચોક્કસ આ Thekua banavani rit બનાવવી મજા લ્યો.

Ingredients list

  • ઘઉંનો લોટ 2 કપ
  • સોજી ¼ કપ
  • ખાંડ ¾ કપ
  • નવશેકું ઘી ¼ કપ
  • એલચી પાઉડર 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • છીણેલું નારિયળ ¼ કપ
  • પાણી ½ કપ

ઠેકુઆ બનાવવાની રીત

ઠેકુઆ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ખાંડ અને અડધો કપ પાણી નાખી હલાવી ખાંડ ને પાણીમાં ઓગળી લ્યો. ખાંડ બરોબર ઓગળી જાય એટલે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં એલચી પાઉડર, વરિયાળી, સોજી , છીણેલું નારિયેળ અને  ત્રણ ચાર ચમચી ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં નવશેકું ઘી નાખી ફરીથી ઘી ગરમ ના લાગે એટલે ચમચી થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ અને ઘી ને બરોબર મિક્સ કરી લ્યો થોડું થોડું ખાંડ વાળું પાણી નાખી ને કઠણ લોટ ને ભેગો કરી લ્યો. અને અડધા થી એક કલાક ઢાંકી એક બાજુ મૂકો.એક કલાક પછી  બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના ઠેકુઆ બનાવવા ના હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો.

હવે લુવા ને મનગમતા આકાર આપી ચાકુથી કાપા કરી એક થાળી માં મૂકો. આમ બધા લુવા માંથી ઠેકુઆ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો.

તેલ કે ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે તરવા મૂકો અને બે મિનિટ  પછી ઉથલાવી લ્યો અથવા એક બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ હલકા હાથે ઝારા થી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન તરી લ્યો.

આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા તૈયાર કરેલ ઠેકુઆ ને પણ ધીમા તાપે તરી લ્યો. તરેલા ઠેકુઆ ને ઠંડા થવા દયો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો ઠેકુઆ.

Thekua recipe notes

  • અહી તમે ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • ખાંડ ના પાણી ની જગ્યાએ ગોળ વાળું પાણી પણ નાખી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Thekua banavani rit

ઠેકુઆ – Thekua - ઠેકુઆ બનાવવાની રીત - Thekua banavani rit

Thekua banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઠેકુઆ બનાવવાની રીત શીખીશું. આ ઠેકુઆ એબિહારી લોકો છઠ્ઠ પૂજા પર બનાવી તૈયાર કરી પ્રસાદી તરીકે બનાવવામાં આવે છે. અને બધા અલગઅલગ રીતે અને અલગ અલગ લોટ માંથી બનાવતા હોય છે. જે બનાવવાખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો એક વખત ચોક્કસ આ Thekua banavani rit બનાવવી મજા લ્યો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 20 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 2 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ સોજી
  • ¾ કપ ખાંડ
  • ¼ કપ નવશેકું ઘી
  • 1 ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી વરિયાળી
  • ¼ કપ છીણેલું નારિયળ
  • ½ કપ પાણી

Instructions

Thekua banavani rit

  • ઠેકુઆ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં ખાંડ અને અડધો કપ પાણી નાખી હલાવી ખાંડ ને પાણીમાં ઓગળી લ્યો. ખાંડ બરોબર ઓગળી જાય એટલે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં એલચી પાઉડર, વરિયાળી, સોજી , છીણેલું નારિયેળ અને ત્રણ ચાર ચમચી ખાંડ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં નવશેકું ઘી નાખી ફરીથી ઘી ગરમ ના લાગે એટલે ચમચી થી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ અને ઘી ને બરોબર મિક્સ કરી લ્યો થોડું થોડું ખાંડ વાળું પાણી નાખી ને કઠણ લોટ ને ભેગો કરી લ્યો. અને અડધા થી એક કલાક ઢાંકી એક બાજુ મૂકો.એક કલાક પછી બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના ઠેકુઆ બનાવવા ના હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો.
  • હવે લુવા ને મનગમતા આકાર આપી ચાકુથી કાપા કરી એક થાળી માં મૂકો. આમ બધા લુવા માંથી ઠેકુઆ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો.
  • તેલ કે ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઠેકુઆ નાખી ધીમા તાપે તરવા મૂકો અને બે મિનિટ પછી ઉથલાવી લ્યો અથવા એક બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ હલકા હાથે ઝારા થી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ લાઈટ ગોલ્ડન તરી લ્યો.
  • આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા તૈયાર કરેલ ઠેકુઆ ને પણ ધીમા તાપે તરી લ્યો. તરેલા ઠેકુઆ ને ઠંડા થવા દયો અને ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો અને મજા લ્યો ઠેકુઆ.

Thekua recipe notes

  • અહી તમે ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • ખાંડ ના પાણી ની જગ્યાએ ગોળ વાળું પાણી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular