Home Dessert & Drinks જુવાર બદામ મિલ્ક | Juvar badam milk

જુવાર બદામ મિલ્ક | Juvar badam milk

0
Image credit – Youtube/Vanilla Trails

આ મિલ્ક પીવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે બનાવું એટલું જ સરળ છે અને એક વખત પાઉડર તૈયાર કરી લ્યો એટલે બસ પાંચ થી સાત મિનિટ માં આ દૂધ તૈયાર કરી શકો છો. તો ચાલો Juvar badam nu milk – જુવાર બદામ મિલ્ક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • બદામ ½ કપ
  • જુવાર લોટ ½ કપ
  • ખાંડ ¼ કપ
  • એલચી 3-4
  • હળદર ½ ચમચી
  • કેસર ના તાંતણા 15-20
  • સૂકા ગુલાબની પાંખડી 1 ચમચી
  • દૂધ 2 કપ

Juvar badam nu milk banavani recipe

જુવાર બદામ મિલ્ક બનાવવા સૌપ્રથમ બદામ ને આખી રાત અથવા પાંચ છ કલાક પાણીમાં પલાળી મુકો. છ કલાક પછી બદામ ની છાલ ઉતારી અલગ કરી લ્યો ત્યાર બાદ બદામ ને કોરા કપડા માં નાખી સૂકવી લ્યો.

બદામ સુકાઈ જાય ત્યાર બાદ ધીમા તાપે કડાઈમાં થોડી વાર શેકી લ્યો જેથી બદામ બિલકુલ ડ્રાય થઇ જાય. શેકેલ બદામ ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો.

હવે મિક્સર જારમાં શેકેલ બદામ, જુવાર લોટ, એલચી પાઉડર, ખાંડ , સૂકા ગુલાબ ની પાંખડી, કેસર ના તાંતણા અને હળદર નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને જ્યારે પણ મિલ્ક બનાવું હોય ત્યારે વાપરી શકો છો.

હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચમચી પીસી રાખેલ પાઉડર નાખો એમાં થોડું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બધું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકો.

દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ જુવાર બદામ મિલ્ક.

Recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી પણ વાપરી શકો છો.
  • જુવાર ના લોટ ને પણ ધીમા તાપે થોડો શેકી ને વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

જુવાર બાદમ નું મિલ્ક બનાવવાની રેસીપી

જુવાર બદામ મિલ્ક - Juvar badam milk

Juvar badam nu milk banavani recipe

આ મિલ્ક પીવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે બનાવું એટલુંજ સરળ છે અને એક વખત પાઉડર તૈયાર કરી લ્યો એટલે બસ પાંચ થી સાત મિનિટ માં આ દૂધ તૈયારકરી શકો છો. તો ચાલો Juvar badam nu milk – જુવાર બદામ મિલ્ક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • ½ કપ બદામ
  • ½ કપ જુવાર લોટ
  • ¼ કપ ખાંડ
  • 3-4 એલચી
  • ½ ચમચી હળદર
  • 15-20 કેસર ના તાંતણા
  • 1 ચમચી સૂકા ગુલાબની પાંખડી
  • 2 કપ દૂધ

Instructions

Juvar badam nu milk banavani recipe

  • જુવાર બદામ મિલ્ક બનાવવા સૌપ્રથમ બદામ ને આખી રાત અથવા પાંચ છ કલાક પાણીમાં પલાળી મુકો. છ કલાક પછી બદામ ની છાલ ઉતારી અલગ કરી લ્યો ત્યાર બાદ બદામ ને કોરા કપડા માં નાખી સૂકવી લ્યો.
  • બદામ સુકાઈ જાય ત્યાર બાદ ધીમા તાપે કડાઈમાં થોડી વાર શેકી લ્યો જેથી બદામ બિલકુલ ડ્રાય થઇ જાય. શેકેલ બદામ ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો.
  • હવે મિક્સર જારમાં શેકેલ બદામ, જુવાર લોટ, એલચી પાઉડર, ખાંડ , સૂકા ગુલાબ ની પાંખડી, કેસર ના તાંતણા અને હળદર નાખી પીસી પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને જ્યારે પણ મિલ્ક બનાવું હોય ત્યારે વાપરી શકો છો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચમચી પીસી રાખેલ પાઉડર નાખો એમાં થોડું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બધું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી દૂધ ને ગરમ કરવા મૂકો.
  • દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ જુવાર બદામ મિલ્ક.

Recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી પણ વાપરી શકો છો.
  • જુવાર ના લોટ ને પણ ધીમા તાપે થોડો શેકી ને વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version