Home Lunch & Dinner Guvar bataka nu shaak banavani rit | ગુવાર બટાકા નું શાક બનાવવાની...

Guvar bataka nu shaak banavani rit | ગુવાર બટાકા નું શાક બનાવવાની રીત

0
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati

ઉનાળો આવતા બજાર માં માત્ર બે ચાર શાક જોવા મળતા હોય છે એમાંનું એક શાક છે ગુવાર જેનું શાક રોટલી રોટલા કે પરોઠા સાથે ખૂબ સારું લાગતું હોય છે તો એક વખત આ રીતે Guvar bataka nu shaak – ગુવાર બટાકા નું શાક બનાવશો તો વારંવાર બનાવશો.

Ingredients

  • ગુવાર 250 ગ્રામ
  • બટકા 2- 3
  • ટમેટા 2 સુધારેલ
  • લસણ ની કણી 15- 20
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • છીણેલો ગોળ 2- 3 ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • સફેદ તલ 4- 5 ચમચી
  • બેસન ની સેવ 5- 6 ચમચી
  • તેલ 3- 4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Guvar bataka nu shaak banavani rit

ગુવાર બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લઈ ઉપર નીચે થી દાડી અલગ હાથ થી બે ભાગ કરી લ્યો. ત્યાર બાદ બટાકા ને ધોઈ બે ભાગ કરી લ્યો હવે કાપી રાખેલ ગુવાર અને બટાકા કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે થી ત્રણ  સીટી વગાડી લઈ ચડાવી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો.

હવે નાના મિક્સર જાર માં સેવ, સીંગદાણા અને સફેદ તલ નાખી દરદરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જાર માં લસણ ની કણી ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને હળદર નાખી પીસી લ્યો અને ત્યાર બાદ પા કપ પાણી નાખી બરોબર પીસી એક વાટકા માં કાઢી લ્યો.

ત્યારબાદ એજ મિક્સર જાર માં મોટા મોટા સુધારેલ ટમેટા નાખી પીસી પ્યુરી બનાવી લ્યો. આમ શાક બનાવવા માટેની બધી તૈયાર કરી લેવી. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ વાળી પેસ્ટ નાખી અને શેકી લ્યો.

હવે એમાં ટમેટા પ્યુરી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બે થી ચાર ચમચી સીંગદાણા વાળો ભૂકો નાખી મિક્સ કરી ચાર પાંચ ચમચી પાણી નાખી શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ બટાકા ને સુધારી નાખો સાથે બફેલો  ગુવાર નાખી મિક્સ કરી લ્યો.

હવે ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગુવાર બટાકા નું શાક.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ગુવાર બટાકા નું શાક બનાવવાની રીત

Guvar bataka nu shaak - ગુવાર બટાકા નું શાક

Guvar bataka nu shaak banavani rit

ઉનાળો આવતા બજાર માં માત્ર બે ચાર શાક જોવા મળતા હોય છેએમાંનું એક શાક છે ગુવાર જેનું શાક રોટલી રોટલા કે પરોઠા સાથે ખૂબ સારું લાગતું હોયછે તો એક વખત આ રીતે Guvar batakanu shaak – ગુવાર બટાકા નું શાક બનાવશો તો વારંવાર બનાવશો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / કુકર
  • 1 મિક્સર

Ingredients

  • 250 ગ્રામ ગુવાર
  • 2- 3 બટકા
  • 2 ટમેટાસુધારેલ
  • 15- 20 લસણ ની કણી
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી અજમો
  • 2- 3 ચમચી છીણેલો ગોળ
  • ¼ કપ સીંગદાણા
  • 4- 5 ચમચી સફેદ તલ
  • 5- 6 ચમચી બેસન ની સેવ
  • 3- 4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Guvar bataka nu shaak banavani rit

  • ગુવાર બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગુવાર ને ધોઈ સાફ કરી લઈ ઉપર નીચે થી દાડી અલગ હાથ થી બે ભાગ કરી લ્યો. ત્યાર બાદ બટાકા ને ધોઈ બે ભાગ કરી લ્યો હવે કાપી રાખેલ ગુવાર અને બટાકા કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે બે થી ત્રણ સીટી વગાડી લઈ ચડાવી લ્યો. અને ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો.
  • હવે નાના મિક્સર જાર માં સેવ, સીંગદાણા અને સફેદ તલ નાખી દરદરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ મિક્સર જાર માં લસણ ની કણી ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને હળદર નાખી પીસી લ્યો અને ત્યાર બાદ પા કપ પાણી નાખી બરોબર પીસી એક વાટકા માં કાઢી લ્યો.
  • ત્યારબાદ એજ મિક્સર જાર માં મોટા મોટા સુધારેલ ટમેટા નાખી પીસી પ્યુરી બનાવી લ્યો. આમ શાક બનાવવા માટેની બધી તૈયાર કરી લેવી. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ વાળી પેસ્ટ નાખી અને શેકી લ્યો.
  • હવે એમાં ટમેટા પ્યુરી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બે થી ચાર ચમચી સીંગદાણા વાળો ભૂકો નાખી મિક્સ કરી ચાર પાંચ ચમચી પાણી નાખી શેકી લ્યો. સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ બટાકા ને સુધારી નાખો સાથે બફેલો ગુવાર નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો અને તેલ અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગુવાર બટાકા નું શાક.

Notes

  1. ગુવાર હંમેશા હાથ થી તોડી ને જ નાખવો નહીતર કડછો થઈ જશે.
  2. ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version