Home Lunch & Dinner કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak recipe

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak recipe

0
Image credit – Youtube/Sheetal's Kitchen - Gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. આ શાક કાઠિયાવાડ બાજુ ખૂબ જ પ્રખ્યાત છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , અને ગુજરાતી હોય અને એને આ શાક ઢાબા પર કે હોટલ માં ના ખાધું હોય એવું કોઈ નહિ હોય. આ શાક રોટલી, રોટલા, પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો kaju gathiya nu shaak recipe in gujarati શીખીએ.

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 +3 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • કાજુ  ¾ કપ
  • ભાવનગરી ગાંઠિયા ¾ કપ
  • જીરું 1 ચમચી
  • લવિંગ 1-2
  • તમાલપત્ર 1
  • તજ નો ટુકડો 1
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • હળદર ½ ચમચી
  • ડુંગળી સુધારેલ 1-2
  • ટમેટા સુધારેલ 2-3
  • લસણ ની કણી 12-15
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 3+2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો 1-2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • પાણી 1 ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ કાજુ ના બે ભાગ માં કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો. હવે એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી ને નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી ને મિક્સ કરી લ્યો ને ટમેટા નરમ થઇ તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા શેકાઈ એટલે ગેસ બંધ કરી બને ને ઠંડા થવા દયો.

ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો. ત્યાર બાદ લસણ ની કણી અને બે ચમચી કાશ્મીરી લાલ મરચા ની પીસી ને પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી એની સાથે પીસી રાખેલ ટમેટા ડુંગળી ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

તેલ અલગ થાય એટલે એમાં લસણ મરચા ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ફરી તેલ અલગ થાય અને લસણની કચાસ દૂર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. બે ચાર મિનિટ પછી એમાં ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એક થી દોઢ કપ પાણી નાખી ને મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો.

ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકેલ  કાજુ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં ભાવનગરી ગાંઠિયા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક.

kaju gathiya nu shaak recipe in gujarati notes

  • અહી તમે ગાંઠિયા ને શાક સર્વ કરતા પહેલા નાખશો તો શાક ઘટ્ટ નહિ થાય અને ગાંઠિયા નરમ નહિ પડે
  • જો તમને કાજુ પણ ક્રિસ્પી જોઈતા હોય તો શાક સર્વ કરતી વખતે નાખવા
  • ગ્રેવી ઘણી ઘટ્ટ કે ના ઘણી પાતળી હોય એવી રાખવી.
  • તીખાશ તમારી પસંદ મુજબ કરી શકો છો.

kaju gathiya nu shaak banavani rit | Recipe video         

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

kaju gathiya nu shaak recipe in gujarati

કાજુ ગાંઠિયા નું શાક - kaju gathiya nu shaak - kaju gathiya nu shaak recipe - kaju gathiya nu shaak recipe in gujarati - kaju gathiya nu shaak gujarati

kaju gathiya nu shaak

જય શ્રી કૃષ્ણ આજ આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. આ શાક કાઠિયાવાડ બાજુ ખૂબ જ પ્રખ્યાત છે, અને ગુજરાતી હોયઅને એને આ શાક ઢાબા પર કે હોટલ માં ના ખાધું હોય એવું કોઈ નહિ હોય. આ શાક રોટલી, રોટલા, પરોઠા સાથેખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો kaju gathiya nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 5 ચમચી તેલ
  • 4 ચમચી ઘી
  • ¾ કપ કાજુ 
  • ¾ કપ ભાવનગરીગાંઠિયા
  • 1 ચમચી જીરું
  • 1-2 લવિંગ
  • 1 તમાલપત્ર 1
  • 1 તજ નો ટુકડો 1
  • ¼ ચમચી હિંગ ¼ ચમચી
  • 2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 1-2 ડુંગળી સુધારેલ
  • 2-3 ટમેટા સુધારેલ
  • 12-15 લસણની કણી
  • 5 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ખાંડ
  • 1 ½ કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

કાજુ ગાંઠિયા નું શાક | kaju gathiya nu shaak | kaju gathiya nu shaak recipe | kaju gathiya nu shaak recipe in gujarati | kaju gathiya nu shaak gujarati

  • કાજુગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ કાજુ ના બે ભાગ માં કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી નવશેકું ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન થાયત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો. હવે એજકડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી ને નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી ને મિક્સ કરી લ્યો ને ટમેટા નરમ થઇ તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ટમેટા શેકાઈ એટલે ગેસ બંધ કરી બને ને ઠંડા થવા દયો.
  • ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો. ત્યાર બાદ લસણની કણી અને બે ચમચી કાશ્મીરી લાલ મરચા ની પીસી ને પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અનેહિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદબે ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી એની સાથે પીસી રાખેલ ટમેટા ડુંગળી ની પ્યુરીનાખી મિક્સ કરી લ્યો અને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • તેલ અલગ થાય એટલે એમાં લસણ મરચા ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરીલ્યો ને ફરી તેલ અલગ થાય અને લસણની કચાસ દૂર થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. બે ચાર મિનિટ પછી એમાં ધાણા જીરું પાઉડર, હળદર,ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એક થી દોઢ કપપાણી નાખી ને મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો.
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકેલ  કાજુ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવાદયો. પાંચ મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરીલ્યો ને ગેસ બંધ કરી એમાં ભાવનગરી ગાંઠિયા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કાજુ ગાંઠિયાનું શાક.

kaju gathiya nu shaak recipe in gujarati notes

  • અહી તમે ગાંઠિયા ને શાક સર્વ કરતા પહેલા નાખશો તો શાક ઘટ્ટ નહિ થાય અને ગાંઠિયા નરમ નહિ પડે
  • જો તમને કાજુ પણ ક્રિસ્પી જોઈતા હોય તો શાક સર્વ કરતી વખતે નાખવા
  • ગ્રેવી ઘણી ઘટ્ટ કે ના ઘણી પાતળી હોય એવી રાખવી.
  • તીખાશ તમારી પસંદ મુજબ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version