જો તમે કાઠિયાવાડી ભોજનના શોખીન હોવ, તો તમને ખબર જ હશે કે Bajri no Rotlo કે Khichdi ત્યાં સુધી ફિક્કા લાગે જ્યાં સુધી થાળીમાં Lasan nu Kachu ન હોય. આ લસણનું કાચું (Garlic Kachu) એ અસલ ગામડાની ઓળખ છે. તેનો સ્વાદ એટલો જોરદાર હોય છે કે સાદી ખીચડી પણ ટેસ્ટી લાગવા માંડે છે અને સ્મૂથ અને મોઢામાં મુકતા જ ઓગળી જાય. આ કાચું શિયાળામાં મળતા લીલા લસણ માંથી બનાવામાં આવે છે.તો ચાલો જોઈએ અસલ કાઠિયાવાડી રીત.
Garlic Kachu Ingredients
- બાફી મેસ કરેલ બટાકા 1 ½ કપ
- લીલા લસણના લીલા પાંદ ઝીણું સુધારેલ 1 ½ કપ
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- આદુનો ટુકડો ½ ઇંચ
- તીખા લીલા મરચા સુધારેલ 2-3
- માખણ ¼ કપ
- સિંગતેલ / તેલ ¼ કપ
- હળદર ½ ચમચી
- મલાઈ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
Lasan nu Kachu banavani recipe
લસણનું કાચું બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો અને ત્યાર બાદ લીલા લસણ ને સાફ કરી ધોઈ એનો સફેદ ભાગ અલગ કરી પાંદ ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે આદું મરચાની પેસ્ટ કરી લ્યો અને ત્યાર બાદ બટાકા વાળું કુકર ખોલી બટાકા કાઢી થોડા ઠંડા થાય એટલે બાફેલા બટાકા ને છોલી સાફ કરી છીણી વડે છીણી લ્યો.
હવે એક વાસણમાં ઝીણું સુધારેલ લીલા લસણ ના પંદ , સ્વાદ મુજબ મીઠું, હળદર અને બે ચાર ચમચી તેલ નાખી હાથ થી બરોબર બે મિનીટ મસળી લ્યો ત્યાર બાદ એમાં આદું મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને બાફી મેસ કરેલા બટાકા નાખી ફરી હાથ થી બરોબર બે મિનીટ એકજ બાજુ ફેરવી મિક્સ કરી લ્યો.
આમ બે બે મીનીટે બે થી ત્રણ વાર તેલ અને માખણ અને મલાઈ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. છેલ્લે એમાં એકાદ ચમચી માખણ અથવા તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનીટ એકજ બાજુ હલાવતા રહો. ત્રણ મિનીટ પછી તૈયાર છે લીલા લસણ નું કાચું.
લસણનું કાચું બનાવવાની રેસીપી

કાઠિયાવાડી લસણનું કાચું બનાવવાની રીત – Lasan nu Kachu Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
- 1 છીણી
Ingredients
Garlic Kachu Ingredients
- 1 ½ કપ બાફી મેસ કરેલ બટાકા
- 1 ½ કપ લીલા લસણના લીલા પાંદ ઝીણું સુધારેલ
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ઇંચ આદુનો ટુકડો
- 2-3 તીખા લીલા મરચા સુધારેલ
- ¼ કપ માખણ
- ¼ કપ સિંગતેલ / તેલ
- ½ ચમચી હળદર
- 1 કપ મલાઈ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lasan nu Kachu banavani recipe
- લસણનું કાચું બનાવવા સૌથી પહેલા બટાકા ને બાફી લ્યો અને ત્યાર બાદ લીલા લસણ ને સાફ કરી ધોઈ એનો સફેદ ભાગ અલગ કરી પાંદ ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે આદું મરચાની પેસ્ટ કરી લ્યો અને ત્યાર બાદ બટાકા વાળું કુકર ખોલી બટાકા કાઢી થોડા ઠંડા થાય એટલે બાફેલા બટાકા ને છોલી સાફ કરી છીણી વડે છીણી લ્યો.
- હવે એક વાસણમાં ઝીણું સુધારેલ લીલા લસણ ના પંદ , સ્વાદ મુજબ મીઠું, હળદર અને બે ચાર ચમચી તેલ નાખી હાથ થી બરોબર બે મિનીટ મસળી લ્યો ત્યાર બાદ એમાં આદું મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને બાફી મેસ કરેલા બટાકા નાખી ફરી હાથ થી બરોબર બે મિનીટ એકજ બાજુ ફેરવી મિક્સ કરી લ્યો.
- આમ બે બે મીનીટે બે થી ત્રણ વાર તેલ અને માખણ અને મલાઈ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. છેલ્લે એમાં એકાદ ચમચી માખણ અથવા તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનીટ એકજ બાજુ હલાવતા રહો. ત્રણ મિનીટ પછી તૈયાર છે લીલા લસણ નું કાચું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેથી મુઠીયા કરી બનાવવાની રીત – Methi Muthiya Curry Recipe in Gujarati
khichdo recipe in gujarati – ખીચડો બનાવવાની રીત
bharela ringan nu shaak | ભરેલા રીંગણા નુ શાક
