નમસ્તે બધા ને કેમ છો મજામાં… કોઈ પણ ચાર્ટ ખજૂર આમલીની ચટણી વગર અધૂરા હોય છે. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે બહાર જેવી ખજૂર આમલીની ચટણી આપણા થી ઘરે નથી બનતી , Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe , પણ આજ આપણે બહાર કરતા પણ સ્વાદિષ્ટ ચટણી ઘરે બનાવતા શીખીશું જે તમારા ચાર્ટ ના સ્વાદ માં વધારો કરી દેશે. તો ચાલો ખજુર આંબલી ની ચટણી બનાવવાની રીત -khajur aambli ni chutney banavani recipe in gujarati શીખીએ.
ખજુર આંબલી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- આંબલી ¼ કપ બીજ કાઢેલ
- ખજૂર 15-20 બીજ કાઢેલા
- છીણેલો ગોળ 1 કપ
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- વરિયાળી પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ખજુર આંબલી ની ચટણી બનાવવાની રીત
ખજુર આંબલી ની ચટણી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો ત્યાર બાદ આંબલી માંથી બીજ કાઢી અલગ કરી લ્યો. આમ ખજૂર આંબલી ને સાફ કરી લ્યો. (અહી તમે એક વખત ચોખા પાણી થી ખજૂર આંબલી ને ધોઇ ને સાફ કરી લેવી જેથી એના પર ચોટેલી રજ દૂર થઈ જાય.
હવે ગેસ પર કૂકરમાં સાફ કરેલ ખજૂર અને આંબલી નાખો અને ત્યાર બાદ એમાં કપ એક પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલો ગોળ, સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર ને ઠંડું થવા દયો કુકર ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી એક કપ પાણી નાખી પીસી ને સ્મુથ કરી લ્યો.
પીસેલા પલ્પ ને ગરણી વડે બરોબર એક કડાઈમાં ગાળી લ્યો ત્યાર બાદ કડાઈ માં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર,શેકેલ જીરું નો પાઉડર, સંચળ નાખી ને ચટણી ને પાંચ દસ મિનિટ ઉકાળી લ્યો. દસ મિનિટ ઉકડાઈ લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને ચટણીને ઠંડી થવા દયો. અને ઠંડી થાય એટલે બરણી માં ભરી મજા લ્યો ખજૂર આમલીની ચટણી.
khajur amli ni chutney recipe notes
- જો ચટણી ચાર્ટ માટે ઉપયોગ માં લેવી હોય તો પાતળી કરવી નહિતર ઘટ્ટ રહેવા દયો અને જ્યારે ખાવી હોય ત્યારે પાતળી કરી લ્યો.
khajur aambli ni chutney banavani recipe
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
khajur amli ni chutney recipe in gujarati
ખજુર આંબલી ની ચટણી | khajur amli ni chutney
Equipment
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
ખજુર આંબલી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- ¼ કપ આંબલી બીજ કાઢેલ
- 15-20 ખજૂર બીજ કાઢેલા
- 1 કપ છીણેલો ગોળ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી વરિયાળી પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ખજુર આંબલી ની ચટણી | khajur amli ni chutney
- ખજુર આંબલી ની ચટણી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો ત્યારબાદ આંબલી માંથી બીજ કાઢી અલગ કરી લ્યો. આમ ખજૂર આંબલી ને સાફ કરી લ્યો.(અહી તમે એક વખત ચોખા પાણી થી ખજૂર આંબલી ને ધોઇ ને સાફ કરી લેવી જેથીએના પર ચોટેલી રજ દૂર થઈ જાય.
- હવે ગેસ પર કૂકરમાં સાફ કરેલ ખજૂર અને આંબલી નાખો અનેત્યાર બાદ એમાં કપ એક પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી લ્યો અને ત્યાર બાદ એમાં છીણેલોગોળ, સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ત્રણ ચારસીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર ને ઠંડું થવા દયો કુકર ઠંડુ થાયએટલે મિક્સર જારમાં નાખી એક કપ પાણી નાખી પીસી ને સ્મુથ કરી લ્યો.
- પીસેલા પલ્પ ને ગરણી વડે બરોબર એક કડાઈમાં ગાળી લ્યો ત્યાર બાદ કડાઈ માં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર,શેકેલ જીરું નો પાઉડર, સંચળ નાખી ને ચટણી ને પાંચ દસમિનિટ ઉકાળી લ્યો. દસ મિનિટ ઉકડાઈ લીધા બાદ ગેસ બંધ કરી નાખોઅને ચટણીને ઠંડી થવા દયો. અને ઠંડી થાય એટલે બરણી માં ભરી મજાલ્યો ખજૂર આમલીની ચટણી.
khajur amli ni chutney recipe notes
- જો ચટણી ચાર્ટ માટે ઉપયોગ માં લેવી હોય તો પાતળી કરવી નહિતર ઘટ્ટ રહેવા દયો અને જ્યારે ખાવીહોય ત્યારે પાતળી કરી લ્યો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કેરડા નું અથાણું | કેરડાનું અથાણું બનાવવાની રીત | kerda nu athanu banavani rit
પનીર ચીનગારી | પનીર ચિંગારી | paneer chingari banavani rit
દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati