જય શ્રી કૃષ્ણ આજ આપણે ખાટા આલું બનાવવાની રીત શીખીશું. આ આલું તમને બોમ્બે બાજુ પાઉં સાથે ખાવા મળી જાય છે જેને બધા પસંદ કરતા હોય છે આજ આપણે એજ Khata aloo – ખાટા આલું ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો આ આલું બનાવવાની રીત શીખીએ.
Ingredients
- બાફેલા બટાકા 6-7
- તેલ 3- 4 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 15- 20
- લીલા મરચાં સુધારેલ 3- 4
- આદુ લસણની પેસ્ટ 2 ચમચી
- આમલીનો પલ્પ 2 ચમચી
- ખાંડ ¼ ચમચી
- હળદર પાઉડર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચા પાઉડર 1 ચમચી
- ગરમ મસાલા ¼ ચમચી
- સંચળ ⅛ ચમચી
- જીરું પાઉડર ¼ ચમચી
- ચાટ મસાલા ¼ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ગરમ પાણી જરૂર મુજબ
- લીલા ધાણા ઝીણા સમારેલા 4-5 ચમચી
Khata aloo banavani rit
ખાટા આલું બનાવવા સૌપ્રથમ આલું ને બાફી લ્યો અને ઠંડા થાય એટલે છાલ ઉતારી મોટા મોટા કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો.
લસણ ની કચાસ દૂર થાય એટલે એમાં આંબલી નો પલ્પ નાખો સાથે ખાંડ અને પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલો, સંચળ, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પા કપ થી ઓછું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો.
ગ્રેવી ઉકાળવા લાગે અને તેલ અલગ થવા લાગે એટલે એમાં બળી ને કટકા કરેલ બટાકા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખો અને ગરમ ગરમ પાઉં, રોટલી, પરોઠા સાથે મજા લ્યો . તો તૈયાર છે ખાટા આલું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ખાટા આલું બનાવવાની રીત

Khata aloo banavani rit
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
- 6-7 બાફેલા બટાકા
- 3- 4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 15- 20 મીઠા લીમડા ના પાંદ
- 3- 4 લીલા મરચાં સુધારેલ
- 2 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2 ચમચી આમલીનો પલ્પ
- ¼ ચમચી ખાંડ
- ¼ ચમચી હળદર પાઉડર
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચા પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલા
- ⅛ ચમચી સંચળ
- ¼ ચમચી જીરું પાઉડર
- ¼ ચમચી ચાટ મસાલા
- મીઠું સ્વાદ પ્રમાણે
- ગરમ પાણી જરૂર મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા
Instructions
Khata aloo banavani rit
- ખાટા આલું બનાવવા સૌપ્રથમ આલું ને બાફી લ્યો અને ઠંડા થાય એટલે છાલ ઉતારી મોટા મોટા કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો.
- લસણ ની કચાસ દૂર થાય એટલે એમાં આંબલી નો પલ્પ નાખો સાથે ખાંડ અને પા કપ ગરમ પાણી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્રણ મિનિટ પછી એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, જીરું પાઉડર, ગરમ મસાલો, સંચળ, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. મસાલા શેકાઈ જાય એટલે એમાં પા કપ થી ઓછું ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- ગ્રેવી ઉકાળવા લાગે અને તેલ અલગ થવા લાગે એટલે એમાં બળી ને કટકા કરેલ બટાકા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખો અને ગરમ ગરમ પાઉં, રોટલી, પરોઠા સાથે મજા લ્યો . તો તૈયાર છે ખાટા આલું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Guvar bataka nu shaak banavani rit | ગુવાર બટાકા નું શાક બનાવવાની રીત
Bedmi puri ane dabki aalu banavani rit | બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત
dhokli nu shaak banavani rit | ઢોકળી નું શાક બનાવવાની રીત
rotli banavani rit | ફૂલકા અને તવા રોટલી રેસીપી
dosa banavani rit | ઢોસા બનાવવાની રીત