ગુજરાતીઓની થાળી મીઠાઈ વગર અધૂરી છે, અને જ્યારે મીઠાઈની વાત આવે ત્યારે ‘મોહનથાળ’ નું નામ સૌથી પહેલું આવે! મોહનથાળ બે પ્રકારના બને છે – એક જેના કડક ચોસલાં (Pieces) પડે છે, અને બીજો ‘લચકો મોહનથાળ’ (Lachko Mohanthal) જે એકદમ સોફ્ટ, ઘીથી લથપથ અને હલવા જેવો હોય છે.
લગ્નપ્રસંગોમાં મોટેભાગે ગરમાગરમ લચકો મોહનથાળ જ પીરસવામાં આવે છે. મોહનથાળ બનાવવો એ એક કળા છે. જો તેમાં લોટને આપવામાં આવતો ‘ધાબો’ અને ‘ચાસણીનો તાર’ પરફેક્ટ હોય, તો તે બજાર કરતા પણ 100 ગણો સારો બને છે. આજે આપણે હલવાઈની એ જ સિક્રેટ રીત અને પરફેક્ટ માપ સાથે ઘરે દાણાદાર મોહનથાળ બનાવીશું. ચાલો જોઈએ લચકો મોહનથાળ બનાવવાની સાચી રીત.
Ingredients
- બેસન 1 કપ
- પીસેલી ખાંડ 1 કપ
- કેસરના તાંતણા 10-15
- એલચી પાઉડર ½ ચમચી
- ઝીણા સુધારેલ પીસ્તા 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- કાજુના કટકા 2-3 ચમચી
- મલાઈ 2 ચમચી
- ઘી જરૂર મુજબ
- નવશેકું દૂધ 2-3 ચમચી
- પાણી 1 કપ
Lachko Mohanthal banavani rit
હલવાઈ સ્ટાઈલ લચકો મોહનથાળ બનાવવા સૌથી પહેલા બેસન ને ચાળી લ્યો. હવે એમાં બે ત્રણ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું દૂધ નાખી મિક્ક્ષ કરી લ્યો. ત્રણે સામગ્રી બરોબર મીકા થઇ જાય ત્યાર બાદ ગેસ પર કડાઈમાં અડધા કપ જેટલું ઘી ગરમ કરી લ્યો. ઘી ઓગળવા લાગે એટલે મિક્ક્ષ કરેલ બેસન નાખી ધીમા તાપે હલ્વતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.
બેસન ગોલ્ડન જેવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દયો. હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્ક્ષ કરી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગાળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ હલાવતા રહી એક તાર ની ચાસણી બનાવી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક તાર થાય એટલે ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર ચાસણી ને શેકેલ બેસન માં નાખી ફરી ગેસ ચાલુ કરી સાવ ધીમા તાપે બેસન અને ચાસણી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ મીડીયમ ઘટ્ટ થવા આવે એટલે એમાં મલાઈ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો. હવે એમાં પીસ્તા ની કતરણ, કાજુની કતર, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમા ગરમ મજા લ્યો. લચકો મોહનથાળ.
જો તમને પીસ બનવા હોય તો ચાસણી દોઢ તાર ની બનાવી
હલવાઈ સ્ટાઈલ લચકો મોહનથાળ બનાવવાની રીત

Lachko Mohanthal Recipe in Gujarati | લચકો મોહનથાળ | Traditional Gujarati Sweet
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ બેસન
- 1 કપ પીસેલી ખાંડ
- 10-15 કેસરના તાંતણા
- ½ ચમચી એલચી પાઉડર
- 2-3 ચમચી ઝીણા સુધારેલ પીસ્તા
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી કાજુના કટકા
- 2 ચમચી મલાઈ
- ઘી જરૂર મુજબ
- 2-3 ચમચી નવશેકું દૂધ
- 1 કપ પાણી
Instructions
Lachko Mohanthal banavani rit
- હલવાઈ સ્ટાઈલ લચકો મોહનથાળ બનાવવા સૌથી પહેલા બેસન ને ચાળી લ્યો. હવે એમાં બે ત્રણ ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું દૂધ નાખી મિક્ક્ષ કરી લ્યો. ત્રણે સામગ્રી બરોબર મીકા થઇ જાય ત્યાર બાદ ગેસ પર કડાઈમાં અડધા કપ જેટલું ઘી ગરમ કરી લ્યો. ઘી ઓગળવા લાગે એટલે મિક્ક્ષ કરેલ બેસન નાખી ધીમા તાપે હલ્વતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો.
- બેસન ગોલ્ડન જેવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દયો. હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્ક્ષ કરી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગાળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ હલાવતા રહી એક તાર ની ચાસણી બનાવી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક તાર થાય એટલે ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર ચાસણી ને શેકેલ બેસન માં નાખી ફરી ગેસ ચાલુ કરી સાવ ધીમા તાપે બેસન અને ચાસણી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ મીડીયમ ઘટ્ટ થવા આવે એટલે એમાં મલાઈ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો. હવે એમાં પીસ્તા ની કતરણ, કાજુની કતર, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમા ગરમ મજા લ્યો. લચકો મોહનથાળ.
- જો તમને પીસ બનવા હોય તો ચાસણી દોઢ તાર ની બનાવી
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Desi Chana nu Soup in Gujarati | દેશી ચણાનું સૂપ | Healthy Kala Chana Soup
ગોળ મેવાની શાહી ચીકી ઘરે બનાવવાની રીત – Gol ni Meva Chikki Recipe in Gujarati
Sitafal Kalakand banavani recipe | સીતાફળ કલાકંદ બનાવવાની રેસીપી
ગોળ વારા ડ્રાયફ્રુટ લાડુ | Gol vara dryfruit ladoo
Ghau na lot ni jalebi | ઘઉં ના લોટની જલેબી ની રેસીપી